Upcoming IPO : રોકાણકારો રહેજો તૈયાર! આગામી બે મહિનામાં 24 IPO આવી રહ્યા છે

Upcoming IPO : પ્રાઈમરી માર્કેટમાં ફરી એકવાર મજબૂત પ્રવૃત્તિની અપેક્ષા છે. એવું માનવામાં આવે છે કે આગામી 2 મહિનામાં 20-25 IPO આવવાના છે. આ કંપનીઓ બજારમાંથી રૂપિયા 30,000 કરોડનું જંગી ભંડોળ એકત્ર કરી શકે છે.

Upcoming IPO : રોકાણકારો રહેજો તૈયાર! આગામી બે મહિનામાં 24 IPO આવી રહ્યા છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2024 | 7:16 AM

Upcoming IPO : પ્રાઈમરી માર્કેટમાં ફરી એકવાર મજબૂત પ્રવૃત્તિની અપેક્ષા છે. એવું માનવામાં આવે છે કે આગામી 2 મહિનામાં 20-25 IPO આવવાના છે. આ કંપનીઓ બજારમાંથી રૂપિયા 30,000 કરોડનું જંગી ભંડોળ એકત્ર કરી શકે છે.

મોદી સરકારની હેટ્રિકથી માર્કેટમાં રોકાણકારોનો વિશ્વાસ ફરી વધ્યો છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે અને મંત્રીમંડળનું વિભાજન પૂર્ણ થયું છે. હવે 100 દિવસના એક્શન પ્લાન પર ફોકસ છે. બજારને અત્યાર સુધીની દરેક વસ્તુ પસંદ આવી છે. આ જ કારણ છે કે આજે ઈન્ટ્રાડેમાં નિફ્ટીએ 23441નો નવો રેકોર્ડ બનાવ્યો હતો.

વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં 30 IPO આવ્યા હતા

કેલેન્ડર વર્ષ 2024ની વાત કરીએ તો અત્યાર સુધીમાં 30 કંપનીઓના IPO પ્રથમ છ મહિનામાં આવી ચૂક્યા છે. આ કંપનીઓએ મળીને રૂપિયા  28200 કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે. કેલેન્ડર વર્ષ 2023 વિશે વાત કરીએ તો પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં માત્ર 9 કંપનીઓનો IPO આવ્યો હતો અને ફંડ એકત્ર કરવાનું કદ રૂપિયા 8070 કરોડ હતું.

વરસાદમાં છોડની આ રીતે રાખો કાળજી, આખુ ચોમાસુ રહેશે લીલાછમ
મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ
PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video

વર્ષ 2023માં કુલ 57 કંપનીઓનો IPO આવ્યા હતા

તમને જણાવી દઈએ કે કેલેન્ડર વર્ષ 2023માં કુલ 57 કંપનીઓના IPO આવ્યા હતા. આ કંપનીઓએ રૂપિયા 49400 કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું. BSE IPO ઈન્ડેક્સે 2024 ના પ્રથમ છ મહિનામાં 17% નું વળતર આપ્યું છે. 2023 ના પ્રથમ છ મહિનામાં આ ઇન્ડેક્સે માત્ર 5% વળતર આપ્યું છે.

આ કંપનીઓ IPO લાવવાની તૈયારી કરી રહી છે

આગામી સમયમાં ઓલા ઈલેક્ટ્રીક, એમક્યોર ફાર્મા, મોબીક્વિક સિસ્ટમ, બંસલ વાયર જેવી કંપનીઓના આઈપીઓ આવવાના છે. કદ વિશે વાત કરીએ તો, સંભવિત ધોરણે ઓલા ઇલેક્ટ્રિક રૂ. 7250 કરોડ, Emcure ફાર્મા રૂ. 5000 કરોડ, બંસલ વાયર્સ રૂ. 745 કરોડ, Mobikwik સિસ્ટમ્સ રૂ. 1500 કરોડ, Waree Energies રૂ. 3000 કરોડ અને Asirwad Microfin રૂ. 1500 કરોડનો IPO લાવી શકે છે.

DEE Piping Systems IPO આવતા અઠવાડિયે ખુલશે

DEE પાઇપિંગ સિસ્ટમ્સનો IPO આવતા અઠવાડિયે ખુલી રહ્યો છે. આ IPO 19 જૂને સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 21 જૂન સુધી ખુલ્લો રહેશે. કંપની રૂ. 418 કરોડનું ભંડોળ એકત્ર કરવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર આગામી સપ્તાહમાં પ્રાઇમરી માર્કેટમાં જબરદસ્ત ગતિવિધિ જોવા મળશે. 35થી વધુ કંપનીઓ સેબી તરફથી IPOની મંજૂરીની રાહ જોઈ રહી છે. આ કંપનીઓ રૂ. 50000 કરોડથી વધુનું ભંડોળ એકત્ર કરશે.

ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">