Untold story of Ratan tata : રતન ટાટા માટે કામ એટલે પૂજા, શાનદાર હતા તેમના શોખ, જાણો તેના જીવનની અજાણી વાતો

|

Oct 10, 2024 | 1:40 PM

Untold story of Ratan tata : ટાટા ચેરમેનની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેઓ હંમેશા શાંત અને નમ્ર રહેતા હતા. તે કંપનીના નાનામાં નાના કર્મચારીઓને પણ પ્રેમથી મળતા હતા. તેમની જરૂરિયાતોને સમજતા અને દરેક શક્ય તે રીતે મદદ કરતા હતા.

Untold story of Ratan tata : રતન ટાટા માટે કામ એટલે પૂજા, શાનદાર હતા તેમના શોખ, જાણો તેના જીવનની અજાણી વાતો
Untold story of Ratan tata

Follow us on

આજે જ્યારે ટાટાને યાદ કરવામાં આવી રહ્યા છે ત્યારે તેમના સાદા, પ્રામાણિક અને સરળ વર્તનની ચર્ચા તેમની મોટી વાત અને તેમની સંપત્તિ કરતાં વધુ થઈ રહી છે. રતન ટાટા માટે કામ એટલે પૂજા. તેમણે કહ્યું કે, કામ ત્યારે જ સારું થશે જ્યારે તમે તેનું સન્માન કરશો.

આજે રતન ટાટાની અજાણી વાતોને જાણો….

  1. ટાટા ચેરમેનની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેઓ હંમેશા શાંત અને નમ્ર રહેતા હતા. તે કંપનીના નાનામાં નાના કર્મચારીઓને પણ પ્રેમથી મળતા હતા. તેમની જરૂરિયાતોને સમજતા અને દરેક શક્ય તે રીતે મદદ કરતા હતા.
  2. દિગ્ગજ અબજોપતિ રતન ટાટા કહેતા હતા કે જો તમારે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી હોય તો તે કામ એકલા હાથે શરૂ કરી શકો, પરંતુ તેને ઉંચાઈ પર લઈ જવા માટે લોકોનો સહયોગ જરૂરી છે. બધા સાથે રહીને જ આપણે ખૂબ આગળ વધી શકીએ છીએ.
  3. રતન ટાટાને પ્રાણીઓ ખાસ કરીને રખડતાં કૂતરા ખૂબ જ પસંદ હતા. તે ઘણી એનજીઓ અને Animal Sheltersને પણ દાન આપતા હતા.
  4. રતન ટાટા આર્થિક સંકટથી પીડિત વિદ્યાર્થીઓની મદદ કરવામાં પણ આગળ હતા. તેમનો ટ્રસ્ટ આવા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપે છે. આવા વિદ્યાર્થીઓએ J.N. Tata Endowment, Sir Ratan Tata Scholarship અને Tata Scholarship દ્વારા મદદ પૂરી પાડવામાં આવે છે.
  5. TV9 Festival of India : TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા દુર્ગા પૂજાથી થયો શરૂ, 5 દિવસ ચાલશે ઉત્સવ
    આજનું રાશિફળ તારીખ : 10-10-2024
    સિંગર કૌશલ પીઠાડિયા અમદાવાદીઓને ગરબે રમાડશે
    Memory Power : મગજને આ રીતે બનાવો શાર્પ, અપનાવો આ ટ્રિક, માનસિક સ્વાસ્થ્ય પણ રહેશે સ્વસ્થ
    આજનું રાશિફળ તારીખ : 09-10-2024
    પાકિસ્તાનના 'મિની ઈન્ડિયા'માં ઉજવાઈ નવરાત્રી, કરાચીથી સામે આવ્યો Video
  6. રતન ટાટા ખૂબ જ સુખી જીવન જીવતા હતા, પરંતુ તેમને ઘણી વસ્તુઓનો પણ શોખ હતો. જેમાં કારથી લઈને પિયાનો વગાડવાનું બધું જ સામેલ છે. આ સાથે ફ્લાઈંગ પણ તેની ફેવરિટ લિસ્ટમાં ટોપ પર હતી. ટાટા સન્સમાંથી નિવૃત્ત થયા બાદ રતન ટાટાએ કહ્યું હતું કે, હવે હું મારા બાકીના જીવન માટે મારા શોખને પુરા કરવા માંગુ છું. હવે હું પિયાનો વગાડીશ અને વિમાન ઉડવાનો મારો શોખ પૂરો કરીશ.
  7. જ્યારે કોરોના દરમિયાન દેશ મુશ્કેલીમાં હતો ત્યારે તેણે 1500 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. અગાઉની વાત કરીએ તો જ્યારે 2004 માં સુનામી ત્રાટક્યું હતું ત્યારે જૂથની એક કંપનીએ ‘સસ્તું’ વોટર પ્યુરિફાયર ‘સુજલ’ વિકસાવ્યું હતું અને હજારો લોકોને મફતમાં ઉપલબ્ધ કરાવ્યું હતું. આ પ્રોડક્ટને TCS એ આગળ વિકસાવ્યું હતું અને ‘ટાટા સ્વચ્છ’ નામથી લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેણે લગભગ દરેક સામાન્ય માણસના રસોડામાં સ્થાન બનાવ્યું હતું.
  8. રતન ટાટાને 2000માં ‘પદ્મ ભૂષણ’ અને 2008માં ‘પદ્મ વિભૂષણ’થી નવાજવામાં આવ્યા હતા. તેમને કોર્નેલ યુનિવર્સિટી દ્વારા આર્થિક શિક્ષણમાં 26મા રોબર્ટ એસ. હેટફિલ્ડ ફેલોથી પણ નવાજવામાં આવ્યા હતા. વધુમાં વિશ્વભરની 15 સંસ્થાઓએ તેમને એન્જિનિયરિંગથી લઈને બિઝનેસ મેનેજમેન્ટ સુધીના અભ્યાસના ક્ષેત્રોમાં માનદ ડોક્ટરેટથી સન્માનિત કર્યા છે.
  9. જ્યારે કર્મચારીઓએ ગુંડાઓના ડરથી કામ પર આવવાનું ટાળતા રહ્યા ત્યારે રતન ટાટા પોતે ટાટા ગ્રુપના એક પ્લાન્ટમાં પહોંચ્યા અને ઘણા દિવસો સુધી ત્યાં રહ્યા હતા. એક સાચા હીરોની જેમ કે આપણે બોસ કહીએ, તેણે પેલા ગેંગસ્ટરના પડકારનો સામનો કર્યો. તેના કર્મચારીઓને ડરવા ન દીધા, સતત તેમનું મનોબળ વધાર્યું.
  10. તેઓ એક ટ્રેન્ડ પાયલટ હતા. 2004માં જ્યારે તેમનો એક કર્મચારી બીમાર પડ્યો અને તેને તાત્કાલિક સારવારની જરૂર હતી, ત્યારે ટાટા પોતે પ્લેન ઉડાડવા માટે સંમત થયા હતા. આ પરથી કહી શકાય કે તેઓ પોતાના કર્મચારીઓને એક ફેમિલી ગણાતા હતા અને પ્રેમ આપતા હતા.

 

Next Article