Union Budget 2022: બજેટ 2022 નું શિડ્યુલ તારીખ, સમય અને પ્રક્રિયા શું છે? જાણો સંપૂર્ણ માહિતી અહેવાલ દ્વારા

Union Budget 2022: કેન્દ્રીય બજેટ 2022(Union Budget 2022) 1 ફેબ્રુઆરી, 2022 ના રોજ દેશ સમક્ષ રજૂ કરવામાં આવશે. સત્રનો પ્રથમ ભાગ 11 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.

Union Budget 2022: બજેટ 2022 નું શિડ્યુલ તારીખ, સમય અને પ્રક્રિયા શું છે? જાણો સંપૂર્ણ માહિતી અહેવાલ દ્વારા
બજેટ સત્ર 2022 (Budget Session 2022) 31 જાન્યુઆરીએ બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના સંબોધન સાથે શરૂ થશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 5:39 PM

Union Budget 2022: સંસદનું બજેટ સત્ર 2022 (Budget Session 2022) 31 જાન્યુઆરીએ બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના સંબોધન સાથે શરૂ થશે અને 8 એપ્રિલે સમાપ્ત થશે. આ માહિતી સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા જાહેર કરવામાં આવી છે. પીટીઆઈ અનુસાર સૂત્રોએ શુક્રવારે સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની ભલામણને ટાંકીને આ માહિતી આપી છે.

કેન્દ્રીય બજેટ 2022(Union Budget 2022) 1 ફેબ્રુઆરી, 2022 ના રોજ દેશ સમક્ષ રજૂ કરવામાં આવશે. સત્રનો પ્રથમ ભાગ 11 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.વધુમાં જણાવ્યું છે કે એક મહિનાના વિરામ પછી સત્રનો બીજો ભાગ 14 માર્ચે શરૂ થશે અને 8 એપ્રિલ ના રોજ સમાપ્ત થશે.

બજેટ પાસેથી મધ્યમ વર્ગની અપેક્ષાઓ

ભારતમાં ઓમિક્રોનના કેસોમાં અચાનક થયેલા વધારા વચ્ચે બધાની નજર આ વર્ષના કેન્દ્રીય બજેટ પર રહેશે. આવકવેરા હેઠળ પ્રમાણભૂત કપાત મર્યાદા વધારવા માટે કોવિડ -19 રાહત સાથે મધ્યમ વર્ગ કેન્દ્રીય બજેટ 2022 માં નાણાં પ્રધાન પાસેથી ઘણા પગલાંની અપેક્ષા રાખે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

એક મીડિયા અહેવાલ મુજબ સંસદીય બાબતોના મંત્રાલયના અધિક મહાસચિવના એક પત્રમાં કહેવામાં આવ્યું છે કે “રાજ્યસભાનું 256મું સત્ર (Budget Session 2022)સોમવાર 31 જાન્યુઆરીએ બોલાવવામાં આવ્યું છે અને સરકારના કાર્યોને આવશ્યકતાને આધિન સત્ર શુક્રવાર 8 એપ્રિલના રોજ સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન રાજ્યસભા અધ્યક્ષને શુક્રવાર 11 ફેબ્રુઆરી સુધી બેઠક સ્થગિત કરવા વિનંતી કરવામાં આવી શકે છે જેથી તેઓ સોમવારે 14 માર્ચે ફરીથી બેઠક બોલાવી શકે. સંસદીય મંત્રાલયો/વિભાગો સાથે સંબંધિત સ્થાયી સમિતિઓ ગ્રાન્ટની માંગણીઓ પર વિચાર અને અહેવાલની તૈયારી માટે આ જરૂરી છે.”

Incred ગ્રુપના CFO અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિવેક બંસલે જણાવ્યું હતું કે “સેક્શન 80C ભારતમાં મોટા ભાગની વ્યક્તિઓ માટે કર બચત માટે છે. હાલની રૂ 1.5 લાખની મર્યાદા ખૂબ જ પ્રતિબંધિત બની જાય છે અને તેથી વધારાની રોકાણની તકો રજૂ કરીને ક્ષિતિજને વિસ્તૃત કરવાની જરૂર છે. ”

રિયલ એસ્ટેટ કંપનીઓના એસોસિએશનની ટેક્સ છૂટની માગ

રિયલ એસ્ટેટ કંપનીઓના સંગઠન CREDAI એ ઘરોની માગને વેગ આપવા માટે અનેક કર રાહતોની માગ કરી છે. જેમાં હોમ લોન પર વ્યાજની કપાતની મર્યાદા હાલના 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવે તેવી માગ પણ સામેલ છે. એક અહેવાલ પ્રમાણે, ક્રેડાઈ (Confederation of Real Estate Developers Associations of India) એ નાણા મંત્રાલયને મોકલેલી બજેટ ભલામણમાં પ્રદેશ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પોસાય તેવા મકાનોની વ્યાખ્યામાં ફેરફાર કરવાની પણ માગ કરી છે.

આ પણ વાંચો : Paytm એ કેનેડામાં Consumer App બંધ કરવાનો નિર્ણય લીધો, 14 માર્ચથી સેવાઓ ઠપ્પ થશે

આ પણ વાંચો : સસ્તી કિંમતે શેરમાં રોકાણથી કમાણીની તક, આ ઓટો પાર્ટ્સ કંપનીનો સ્ટોક 21 ટકા ડિસ્કાઉન્ટ ઉપર મળી રહ્યો છે

g clip-path="url(#clip0_868_265)">