AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ સરળ સ્ટેપ્સ દ્વારા ટ્રાન્સફર કરો પ્રોવિડન્ટ ફંડના પૈસા, EPFOએ ટ્વીટ કરીને આપી જાણકારી

જો તમે EPF એકાઉન્ટને ટ્રાન્સફર કરવા ઈચ્છો છો તો ઓનલાઈન 6 સરળ સ્ટેપ્સમાં આ કામ થઈ શકે છે. તેની જાણકારી EPFO તરફથી ટ્વીટ કરીને આપવામાં આવી છે.

આ સરળ સ્ટેપ્સ દ્વારા ટ્રાન્સફર કરો પ્રોવિડન્ટ ફંડના પૈસા, EPFOએ ટ્વીટ કરીને આપી જાણકારી
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 10:48 PM
Share

EPFO એટલે કે એમ્પલોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન પોતાના એકાઉન્ટ હોલ્ડરની સુવિધા માટે સતત સારા પગલા ઉઠાવતુ રહે છે. EPF સબ્સકાઈબર્સને કોઈ પ્રકારની મુશ્કેલી ના થાય તે માટે તેમનું જોર ડિજિટલ પ્રોસેસ પર વધારે રહે છે. ઈપીએફઓની મોટાભાગની સેવાઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ છે. તેના માટે તમારે ઈપીએફઓની વેબસાઈટ (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/) પર જવું પડશે.

જો તમે EPF એકાઉન્ટને ટ્રાન્સફર કરવા ઈચ્છો છો તો ઓનલાઈન 6 સરળ સ્ટેપ્સમાં આ કામ થઈ શકે છે. તેની જાણકારી EPFO તરફથી ટ્વીટ કરીને આપવામાં આવી છે. સૌથી પહેલા EPFOની વેબસાઈટ પર જાવ અને UAN નંબરની મદદથી લોગીન કરવાનું છે. લોગીન કર્યા બાદ Online Services પર ક્લિક કરો. જ્યાં તમને વન મેમ્બર વન ઈપીએફ એકાઉન્ટ અથવા ટ્રાન્સફર રિક્વેસ્ટનો વિકલ્પ દેખાશે. આ વિકલ્પ પર ક્લિક કરો, ત્યારબાદ નવું પેજ ખુલશે.

OTPની મદદથી વેરિફાઈ કરો

નવા પેજ પર પોતાની જાણકારીને વેરિફાઈ કરો. તેમાં નામ, બેન્ક, એકાઉન્ટ નંબર, પીએફ એકાઉન્ટ નંબર સહિત તમામ જાણકારીઓ હોય છે. જો આ સાચી છે તો પ્રક્રિયામાં આગળ વધવાનું છે. જ્યાં Get Detailsનો વિકલ્પ દેખાશે, જેની પર ક્લિક કરવાનું છે. ત્યાં પ્રીવિયસ એમ્પલોયર અથવા પ્રેજેન્ટ એમ્પલોયરમાં કોઈ એક પસંદ કરવાનું છે. જો તમે પ્રેજેન્ટ એમ્પલોયરના વિકલ્પને પસંદ કરો છો તો તમારા માટે સરળતા રહેશે. ત્યારબાદ સેલ્ફ અટેસ્ટ કરવાનું છે. આ દરમિયાન તમારા રજીસ્ટર્ડ નંબર પર OTP આવશે. ઓટીપી જમા કર્યા બાદ સબમિટ કરવાનું છે.

જુના એમ્પલોયરનું બેલેન્સ ટ્રાન્સફર કરો

જ્યારે તમે એકથી વધારે કંપનીઓમાં નોકરી કરો છો, ત્યારે તમારે જુના એમ્પલોયરનું ફંડ નવા એમ્પલોયરના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું પડે છે. EPFOના પોર્ટલ પર લોગીન કર્યા બાદ VIEWવાળા ઓપ્શનમાં સર્વિસ હિસ્ટ્રી પર જાવ અને ચેક કરો કે તમે કેટલા એમ્પલોયર સાથે કામ કર્યુ છે. વર્તમાન એમ્પલોયરની જાણકારી સૌથી નીચે હશે. જૂનું પીએફ બેલેન્સ ત્યારે ટ્રાન્સફર થઈ શકે છે, જ્યારે તમારી ડેટ ઓફ એક્ઝિટ એટલે કે DOE અપડેટેડ હોય. જો આ કામ કરેલુ છે તો બેલેન્સ ટ્રાન્સફર સરળતાથી થઈ જશે.

આ પણ વાંચો: Breaking News: પરફ્યુમ વેપારી પીયૂષ જૈનની કાનપુરથી ધરપકડ, અત્યાર સુધીના દરોડામાં 357 કરોડની રોકડ અને ઘરેણાં જપ્ત

આ પણ વાંચો: Maharashtra Omicron Alert: મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણે પકડી ગતિ, ઓમિક્રોનના 31 નવા કેસ, મુંબઈમાં 27 કેસની પુષ્ટિ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">