Stock Market : ટ્રેડરને લાખોનું નુકસાન! યુ ટ્યુબરની મદદથી ‘Zerodha’એ 10.39 લાખ રૂપિયા પરત આપ્યા – જુઓ Video
સ્ટોક માર્કેટમાં એક અનુભવી ટ્રેડરની પોઝિશન બ્રોકરે રાતોરાત સ્ક્વેર ઓફ કરી નાખી, જેના કારણે લાખોનું નુકસાન થયું હતું. હવે નુકસાન કેમનું થયું અને કેવી રીતે 10.39 લાખ રૂપિયા પરત મળ્યા તે વિશે જાણવું જરૂરી છે.

એક ક્લાયન્ટ ઘણા સમયથી કોમોડિટી માર્કેટમાં ટ્રેડિંગ કરી રહ્યો હતો. 2 એપ્રિલ 2024ના રોજ તેણે 24 મેના સિલ્વર ફ્યુચર કોન્ટ્રાક્ટમાં 6 લોટની ઓપન સેલ પોઝિશન લીધી હતી, જેની એવરેજ પ્રાઈસ ₹71,152 હતી. પોઝિશનમાં સ્ટ્રેટેજિક હેજિંગ પણ હતી, જેની કુલ ડિપ્લોઇડ કેપિટલ ₹37,00,039 જેટલી હતી.
કોઈ નોટિફિકેશન કે એલર્ટ આવ્યું નહોતું
રાત્રે અચાનક બ્રોકરે ક્લાયન્ટની પોઝિશન સ્ક્વેર ઓફ કરી દીધી. RMS તરફથી જણાવાયું કે, માર્જિન શોર્ટફોલ થયો છે અને હેજ બ્રેક જેવી સ્થિતિ ઊભી થઈ છે. આના કારણે પોઝિશન સ્ક્વેર ઓફ કરવી ફરજિયાત બની છે. આ દરમિયાન ક્લાયન્ટને કોઈ નોટિફિકેશન કે એલર્ટ આપવામાં આવ્યું નહોતું.
બ્રોકરે તમામ 6 લોટ્સ ₹76,910ના ભાવે એક્ઝિટ કર્યા, જેના કારણે એક લોટ પર ₹5,758નું નુકસાન અને 6 લોટ્સ (30 ક્વોન્ટિટી) પર કુલ ₹10,39,200નું નુકસાન થયું. આ નુકસાન ટ્રેડિંગ લોસથી નથી થયું પરંતુ બ્રોકરની મિસકેલક્યુલેશન કારણે થયું છે. છેવટે, Zerodha એ RMS સિસ્ટમમાં ખામી હોવાનું સ્વીકાર્યું.
આરબીટ્રેટરે શું નોંધ્યું ?
સમગ્ર ઘટના જાણ્યા બાદ આરબીટ્રેટરે નોંધ્યું કે, બ્રોકરે સમયસર એલર્ટ આપ્યું નહોતું, અપફ્રન્ટ માર્જિન કમ્પ્લાયન્સ થયું નહોતું અને સ્ક્વેર ઓફની ક્વોન્ટિટીમાં મિસકેલક્યુલેશન થયું હતું. આના કારણે થયેલું નુકસાન બ્રોકરે ક્લાયન્ટને ચુકવ્યું અને થોડા જ દિવસોમાં ક્લાયન્ટના એકાઉન્ટમાં રકમ પરત આવી.
આવી પરિસ્થિતિમાં જો તમારી પાસે પુરતા પુરાવા અને ટેકનિકલ સમજ હોય તો તમે SMART ODR પ્લેટફોર્મ મારફતે પણ કેસ લડી શકો છો, જે SEBI દ્વારા સુવ્યવસ્થિત રીતે બનાવવામાં આવ્યું છે અને પ્રક્રિયા દરમિયાન માર્ગદર્શન પણ આપવામાં આવે છે.
