મલેશિયા સાથે હવે રૂપિયામાં થશે વેપાર, ડોલરની થશે બચત, કારોબારમાં પણ થશે વધારો

નવી વિદેશ વેપાર નીતિની જાહેરાત સાથે, ભારતે રૂપિયામાં વેપાર કરવાની નવી પરંપરા પણ શરૂ કરી છે. હવે માત્ર રૂપિયામાં લેવડ-દેવડ કરીને ભારત અને મલેશિયા વચ્ચે વેપાર થઈ શકશે.

મલેશિયા સાથે હવે રૂપિયામાં થશે વેપાર, ડોલરની થશે બચત, કારોબારમાં પણ થશે વધારો
Export Import
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2023 | 11:32 AM

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે નવી વિદેશી વેપાર નીતિની જાહેરાત કર્યાના બીજા જ દિવસે, ભારતે વિશ્વને તેની તાકાતનો અહેસાસ કરાવવા માટે એક પગલું ભર્યું છે. ભારત અને મલેશિયા વચ્ચે આયાત-નિકાસ વ્યવહારોનું સમાધાન રૂપિયામાં કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે ભારતના વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ ઘટશે અને ડોલરની પણ બચત થશે.

વિદેશ મંત્રાલયે શનિવારે જ માહિતી આપી હતી કે ભારત અને મલેશિયા હવે અન્ય કરન્સીની સાથે ભારતીય રૂપિયામાં પણ વેપાર કરી શકશે. જ્યારે 31 માર્ચે જાહેર કરવામાં આવેલી નવી વિદેશ વેપાર નીતિમાં ડોલરને બદલે રૂપિયામાં વિદેશી વેપાર વધારવા પર ભાર મૂકવાની વાત કહેવામાં આવી છે.

આરબીઆઈએ ગયા વર્ષે મંજૂરી આપી હતી

વર્તમાન મોદી સરકાર રૂપિયાને આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે ઓળખ અપાવવા માટે સખત મહેનત કરી રહી છે.ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગયા વર્ષે જ ભારતીય ચલણ સાથે વિદેશી વેપાર કરવાની મંજૂરી આપી હતી. આરબીઆઈએ ગયા વર્ષે જુલાઈમાં આ મંજૂરી આપી હતી.

સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો

વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ભારત અને મલેશિયા વચ્ચે ડોલર અથવા અન્ય કોઈ વિદેશી ચલણમાં વેપારના વિકલ્પની સાથે રૂપિયામાં વેપારનો વિકલ્પ પણ ખુલ્લો છે. તાજેતરમાં ભારતે ઘણા દેશો સાથે રૂપિયામાં વેપાર કરવાની પહેલ કરી છે.

આ પણ વાંચો : આ મોટા મુસ્લિમ દેશ પાસે ભારતના 700 કરોડ રૂપિયાના લેણા, કહ્યું- ‘પહેલા પૈસા આપો પછી ચોખા આપીશું’

વેપાર સરળ રહેશે, વેપારમાં વૃદ્ધિ થશે

વિદેશ મંત્રાલયનું માનવું છે કે રૂપિયામાં કારોબાર કરવાથી ભારતના વિદેશ વેપારમાં સરળતા રહેશે. આ સાથે વેપારમાં પણ વધારો થશે. આ સાથે, આરબીઆઈની આ પહેલનો બીજો મુદ્દો વૈશ્વિક વેપાર સમુદાયમાં ભારતીય રૂપિયાને મજબૂત ચલણ તરીકે સ્થાપિત કરવાનો છે.

ઈન્ડિયા ઈન્ટરનેશનલ બેંક ઓફ મલેશિયા (IIBM) એ રૂપિયામાં ટ્રેડિંગ માટે મલેશિયાના કુઆલાલંપુરમાં એક ખાસ રુપી વેસ્ટ્રો એકાઉન્ટ ખોલ્યું છે. આ ખાતું IIBMની ભારતીય સહયોગી બેંક યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (UBI)ની મદદથી ખોલવામાં આવ્યું છે. વોસ્ટ્રો એકાઉન્ટનો ઉપયોગ ભારતીય ચલણમાં ચૂકવણી કરવા માટે કરવામાં આવશે.

(ભાષા ઇનપુટ સાથે)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત
પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત
રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ
રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">