AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Price: આ શહેરમાં મળે છે સૌથી સસ્તા ટામેટા, એક કિલોના ભાવ માત્ર 31 રૂપિયા

મોટા શહેરોની વાત કરવામાં આવે તો ગુરુવારે ટામેટાના ભાવ વારાણસીમાં 107 રૂપિયા પ્રતિ કિલો, ગુરુગ્રામમાં 140 રૂપિયા પ્રતિ કિલો, હૈદરાબાદમાં 98 રૂપિયા પ્રતિ કિલો, બેંગલુરુમાં 110 રૂપિયા પ્રતિ કિલો અને ભોપાલમાં 90 રૂપિયા પ્રતિ કિલો હતો.

Tomato Price: આ શહેરમાં મળે છે સૌથી સસ્તા ટામેટા, એક કિલોના ભાવ માત્ર 31 રૂપિયા
Tomato Price
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 8:13 PM
Share

Tomato Price Hike: હાલમાં લગભગ બધા જ લોકો મોંઘવારીની ચર્ચા કરી રહ્યા છે. વધતી મોંઘવારીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દેશમાં તમામ પ્રકારની ખાદ્ય વસ્તુઓના ભાવ આસમાને છે. મોંઘવારીના કારણે સામાન્ય લોકોનું જીવન અને બજેટ બન્ને ખોરવાયા છે. તેમાં પણ જો ટામેટાની વાત કરવામાં આવે તો તેના ભાવ રેકોર્ડ ઉંચાઈ પર ચાલી રહ્યા છે. ઘણા શહેરોમાં તેનો ભાવ સફરજન કરતા પણ વધારે છે.

કોલકાતામાં ટામેટાનો છૂટક ભાવ સૌથી વધુ રૂ. 152 પ્રતિ કિલો

સમગ્ર દેશમાં ચોમાસુ સક્રિય છે અને ઘણા ભાગોમાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે. જેને કારણે ટામેટાની અછત વર્તાઈ રહી છે અને તેથી જ તેની કિંમત ગુરૂવારે 162 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી હતી. બીજી તરફ દેશના એક શહેરમાં ટામેટા માત્ર 31 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ગ્રાહક મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ટામેટાનો છૂટક ભાવ કોલકાતામાં સૌથી વધુ રૂ. 152 પ્રતિ કિલો હતો. બીજા નંબર પર દિલ્હી હતું જ્યાં ભાવ રૂ. 120 પ્રતિ કિલો હતો. ચેન્નાઈમાં 117 પ્રતિ કિલો અને મુંબઈમાં 108 રૂપિયા પ્રતિ કિલો ભાવ રહ્યો હતો.

આ શહેરમાં ટામેટા સૌથી સસ્તા

ગુરુવારે દેશમાં ટામેટાના સરેરાશ ભાવ 95.58 રૂપિયા પ્રતિ કિલો રહ્યા હતા. ડેટા મૂજબ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ટામેટાની સૌથી વધુ કિંમત જોવા મળી હતી, જે 162 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ હતી. રાજસ્થાનના ચુરુ જિલ્લામાં ટામેટાં સૌથી સસ્તામાં વેચાયા જેનો ભાવ 31 રૂપિયા પ્રતિ કિલો હતો.

જુલાઈ-ઓગસ્ટ દરમિયાન ટામેટાના ભાવમાં વધારો

જો દેશના અન્ય મોટા શહેરોની વાત કરવામાં આવે તો ગુરુવારે વારાણસીમાં 107 રૂપિયા પ્રતિ કિલો, ગુરુગ્રામમાં ટામેટાનો ભાવ 140 રૂપિયા પ્રતિ કિલો, હૈદરાબાદમાં 98 રૂપિયા પ્રતિ કિલો, બેંગલુરુમાં 110 રૂપિયા પ્રતિ કિલો અને ભોપાલમાં 90 રૂપિયા પ્રતિ કિલો હતો. સામાન્ય રીતે દર વર્ષે જુલાઈ-ઓગસ્ટ માસ દરમિયાન ટામેટાના ભાવમાં થોડો વધારો થતો હોય છે કારણ કે વરસાદના કારણે ઉત્પાદન અને પરિવહનને અસર થાય છે.

આ પણ વાંચો : Inflation: મોંઘવારીથી સામાન્ય માણસને રાહત મળશે? નાણા મંત્રાલયના રિપોર્ટમાં થયો ખુલાસો

કન્ઝ્યુમર અફેર્સ વેબસાઈટ મુજબ ત્રણ દાળની સરેરાશ કિંમત પણ 100 રૂપિયા પ્રતિ કિલોને પાર થઈ છે. ડેટા મૂજબ તુવેર દાળની સરેરાશ કિંમત ઘટીને 132.03 રૂપિયા પ્રતિ કિલો થઈ છે. મગ દાળની સરેરાશ કિંમત ઘટીને 110.39 રૂપિયા પ્રતિ કિલો થઈ છે. અડદ દાળની સરેરાશ કિંમત 113 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી અને મસૂર દાળની સરેરાશ કિંમત પણ ઘટીને 92.29 રૂપિયા પ્રતિ કિલો થઈ છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">