AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telecom Company નો આ શેર All Time High લેવલ પર પહોંચ્યો, 3 અઠવાડિયામાં 20 ટકા ઉછળનાર સ્ટોક શું છે તમારા પોર્ટફોલિયોમાં ?

ગયા મહિને સુપ્રીમ કોર્ટે AGRમાં સુધારા માટે ટેલિકોમ કંપનીઓની અરજી ફગાવી દીધી હતી પરંતુ તે જ સમયે ભારતી એરટેલે તેના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન અપગ્રેડ કર્યા હતા.

Telecom Company નો આ શેર All Time High લેવલ પર પહોંચ્યો, 3 અઠવાડિયામાં 20 ટકા ઉછળનાર સ્ટોક શું છે તમારા પોર્ટફોલિયોમાં ?
Bharti Airtel Limited
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 8:05 AM
Share

ટેલિકોમ કંપની ભારતી એરટેલ(Bharti Airtel Limited)નો શેર મંગળવારે BSE પર ટ્રેડિંગ દરમિયાન 5 ટકા વધીને 627.95 રૂપિયા પર પહોંચી ગયો હતો જે તેની ઓલટાઇમ હાઇ(All Time High) લેવલ છે. અગાઉ તે આ વર્ષે 4 ફેબ્રુઆરીએ 623 રૂપિયાના સર્વોચ્ચ સ્તર પર જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ સપ્તાહમાં તે 20 ટકા વધ્યો છે જ્યારે બીએસઈ સેન્સેક્સ આ સમયગાળા દરમિયાન 4.9 ટકા વધ્યો છે. કંપનીનો શેર મંગળવારે 3.73 ટકા વધીને 621.60 રૂપિયા પર બંધ થયો હતો. આજે પણ સ્ટોક સારું પ્રદર્શન કરે તેવી આશાઓ સેવાઈ રહી છે.

ગયા મહિને સુપ્રીમ કોર્ટે AGRમાં સુધારા માટે ટેલિકોમ કંપનીઓની અરજી ફગાવી દીધી હતી પરંતુ તે જ સમયે ભારતી એરટેલે તેના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન અપગ્રેડ કર્યા હતા. વિશ્લેષકોનું કહેવું છે કે વોડાફોન આઈડિયાની નબળી નાણાકીય સ્થિતિ સામે ભારતી એરટેલને ફાયદો થશે. કંપનીને પ્રીપેડ અને પોસ્ટપેડમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ગ્રાહકો મળશે. એરટેલના કુલ ગ્રાહકોમાં 4G ગ્રાહકો 57 ટકા છે અને ટેરિફમાં વધારાથી કંપનીને ફાયદો થશે.

એક નજર ભારતી એરટેલના શેરના પ્રદર્શન ઉપર કરો Last Closing Price –    621.90 +22.65 (3.78%) Mkt cap                 –     3.42LCr P/E ratio               –     298.99 Div yield               –     0.69% 52-wk high          –      628.00 52-wk low           –       394.00

કંપનીનું પ્રદર્શન એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીએ સારું પ્રદર્શન કર્યું છે. આ સમયગાળા દરમિયાન એરટેલના 4G ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને આવકમાં સુધારો થયો છે .હોમ બ્રોડબેન્ડ ગ્રાહકોની સંખ્યા રેકોર્ડ સ્તરે વધી છે. Emkay Global Financial Servicesના વિશ્લેષકો કહે છે કે તાજેતરના ટેરિફમાં વધારો કેટલાક પસંદગીના ગ્રાહકો માટે નોંધપાત્ર છે પરંતુ પ્રી-પેઇડ સેગમેન્ટમાં તે મહત્વની બાબત છે.

VI ને આર્થિક સંકટમાંથી બહાર લાવવા SBI એ સૂચવ્યો માસ્ટર પ્લાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની આગેવાની હેઠળની બેંકોના કોન્સોર્ટિયમે દૂરસંચાર વિભાગ (DoT) ને જણાવ્યું છે કે તણાવગ્રસ્ત ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા લિમિટેડ(Vodafone Idea limited)ના દેવાને ઈક્વિટીમાં રૂપાંતરિત કરવું કંપનીને મુશ્કેલીમાંથી બહાર કાવાનો વિકલ્પ હોઈ શકે છે.31 માર્ચ 2021 ના રોજ વોડાફોન આઈડિયા લિમિટેડ પર કુલ દેવું 1.8 લાખ કરોડ રૂપિયા હતું. SBI સહિત આઠ બેન્કોએ કંપની પર હજારો કરોડનું દેવું છે.

આ પણ વાંચો :  Petrol Diesel price today : આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટી રહી છે ક્રૂડની કિંમત, ભારતમાં મોંઘા ઇંધણની સમસ્યામાંથી રાહત ક્યારે મળશે ?

આ પણ વાંચો :  આ સરકારી કંપનીના નફામાં 52 ટકાનો ઉછાળો આવ્યો, વેચાણમાં 37% નો થયો વધારો, શું છે તમારા પોર્ટફોલિયોમાં?

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">