Petrol Diesel price today : આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટી રહી છે ક્રૂડની કિંમત, ભારતમાં મોંઘા ઇંધણની સમસ્યામાંથી રાહત ક્યારે મળશે ?
એક મીડિયા રિપોર્ટ અનુસાર 10 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત 70.61 ડોલર પ્રતિ બેરલ હતી. જ્યારે WTI ક્રૂડ 68.28 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું.
આજે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા રેટ(Petrol Diesel price today) જાહેર કર્યા છે. સરકારી કંપનીઓએ સતત 24 મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ નીચે આવ્યા છે પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ઘટાડાની અસર જોવા મળી નથી.
એક મીડિયા રિપોર્ટ અનુસાર 10 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત 70.61 ડોલર પ્રતિ બેરલ હતી. જ્યારે WTI ક્રૂડ 68.28 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું. અહીં જોવું રહ્યું કે 1 જૂનના રોજ બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ 70 ડોલર પ્રતિ બેરલ સુધી વધ્યા હતા. જૂનના અંત સુધીમાં તે સતત વધીને 75 સુધી પહોંચી ગયો હતો. 6 જુલાઈએ ક્રૂડ 77 ને પાર કરી ગયું હતું.
29 જુલાઇએ બ્રેન્ટ ક્રૂડ 75 ડોલર પ્રતિ બેરલથી ઘટવાનું શરૂ થયું છે. ઘટાડા સાથે તે અત્યારે 70 ડોલરની આસપાસ પહોંચી ગયું છે. જોકે છેલ્લા 24 દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી.ગુડ રિટર્ન્સ વેબસાઈટ મુજબ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લીટર છે. ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.74 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.58 રૂપિયા પ્રતિ લીટર છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Delhi | 101.84 | 89.87 |
Mumbai | 107.83 | 97.45 |
Chennai | 102.49 | 93.63 |
Kolkata | 102.08 | 93.02 |
દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
મોબાઈલ ઉપર SMS દ્વારા રેટ જાણી શકાય છે તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.
આ પણ વાંચો : ઔદ્યોગિક સંકટ : એફ્લુઅન્ટ પાઈપલાઈનમાં ભંગાણના કારણે ૩ GIDC ના સેંકડો ઉદ્યોગો ઠપ્પ થવાનો ભય, જાણો શું છે મામલો
આ પણ વાંચો : જો ATM માં રોકડ નહીં હોય તો બેંકને દંડ થશે, 1 ઓક્ટોબરથી RBI નો નવો નિયમ લાગુ થશે