Senior Citizen: સીનિયર સિટીઝનને FD પર આ બેંકો આપી રહી છે સારું વ્યાજ, જાણો કઈ બેંક કેટલું આપે છે વ્યાજ?
કોઈપણ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવા માંગો છો, તો કેટલીક બેંકો તમને તમારા સારા વળતર માટે વધુ વ્યાજ દર આપી રહી છે.
જો તમે સીનિયર સિટીઝનની શ્રેણીમાં આવો છો કે તમારા ઘરમાં પણ કોઈ સીનિયર સિટીઝન છે અને તમે કોઈપણ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવા માંગો છો, તો કેટલીક બેંકો તમને તમારા સારા વળતર માટે વધુ વ્યાજ દર આપી રહી છે. કારણ કે FD એ સીનિયર સિટીઝન્સ માટે પસંદગીના રોકાણનું મુખ્ય માધ્યમ છે. જણાવી દઉં તો દેશની મોટાભાગની સૌથી મોટી ધિરાણ આપતી બેંકો સામાન્ય ગ્રાહકોને આપવામાં આવતા વ્યાજ કરતાં 50 બેસિસ પોઈન્ટ્સ (bps) વધુ ચૂકવે છે.
રેપો રેટ વધતા ધિરાણમાં વધારો
મે 2022 થી આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારો કર્યા પછી, બેંકો ધિરાણ તેમજ થાપણ દરમાં વધારો કરી રહી છે. આથી, FD રોકાણકારો તેમની થાપણો પર આકર્ષક વળતર જોઈને ખુશ છે. રેપો રેટમાં વધારા સાથે વ્યાજ દરો ઉપર જઈ રહ્યા છે. રેપો રેટ એ દર છે કે જેના પર બેંકો ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસેથી નાણાં ઉછીના લે છે.
વ્યાજ દરમાં છઠ્ઠી વખત વધારો
સ્ટીકી કોર ફુગાવાને ટાંકીને, રિઝર્વ બેન્કે 8 ફેબ્રુઆરીએ બેન્ચમાર્ક પોલિસી રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. ગયા વર્ષે મે મહિનાથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા વ્યાજ દરમાં છઠ્ઠી વખત વધારો કરવામાં આવ્યો હતો, જે કુલ 250 બેસિસ પોઈન્ટ્સ સુધી લઈ ગયો હતો. અહીં ટોચની ધિરાણ આપતી બેંકોની યાદી છે જે વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર સૌથી વધુ વ્યાજ દર ઓફર કરે છે.
કઈ છે એ બેંક જે સારું વ્યાજ આપી રહી છે?
- બંધન બેંક એફડી દર: 600 દિવસ (1 વર્ષ, 7 મહિના, 22 દિવસ) 8.50%
- યશ બેંક એફડી દર: 35 મહિનાના કાર્યકાળ માટે 8.25% 25 મહિનાના કાર્યકાળ પર 8.00%
- એક્સિસ બેંક એફડી રેટ: 2 વર્ષથી 30 મહિના માટે 8.01%
- IDFC ફર્સ્ટ બેંક FD રેટ: 18 મહિના અને 1 દિવસથી 3 વર્ષ (549 દિવસથી 3 વર્ષ) 8.00%
- ઇન્ડસઇન્ડ બેંક એફડી દર: 2 વર્ષથી વધુ 1 મહિનાથી 2 વર્ષથી ઓછા 6 મહિના 8.25% 2 વર્ષ 6 મહિનાથી 2 વર્ષથી ઓછા 9 મહિના 8.25% 2 વર્ષ 9 મહિના થી 3 વર્ષ 3 મહિના 8.25% 3 વર્ષથી વધુ 3 મહિનાથી 61 મહિનાથી ઓછા માટે 8.00%
- સૂર્યોદય એફડી દર: 1 વર્ષથી 6 મહિનાથી 2 વર્ષ કરતાં વધુ 8.51% 2 વર્ષથી વધુ 998 દિવસ માટે 8.01% 999 દિવસ માટે 8.76%
- આરબીએલ બેંક એફડી દર : 453 થી 459 દિવસ (15 મહિના) 8.30% 460 થી 724 દિવસ (15 મહિના 1 દિવસથી 725 દિવસથી ઓછા) 8.30% 725 દિવસ માટે 8.30%
- ડીસીબી બેંક એફડી દર: 18 મહિનાથી 700 દિવસથી ઓછા 8.00% 700 દિવસ 8.00% 700 દિવસથી વધુ 36 મહિના કરતાં ઓછા 8.35% 36 મહિના 8.35% 36 મહિનાથી 60 મહિના 8.10% 60 મહિનાથી 120 મહિના 8.10%
- ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક એફડી રેટ: 888 દિવસો માટે 8.5%
- ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંકના FD દર : 80 સપ્તાહની FD પર 8.75%