શેરબજારે આજે ખુલ્યા બાદ 47K પડાવ પાર કરી લીધો હતો જોકે સિદ્ધિ હાંસલ કાર્ય બાદ પ્રારંભિક સત્રમાં શેરબજારમાં નફા વસૂલી જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં બજારમાં ઘટાડાની સ્થિતિ જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 47,026.02 ઉપર ખુલ્યા બાદ 46,707.77સુધી ગગડ્યો હતો . નિફ્ટીએ 13,683.40 સુધી ગોથા લગાવ્યા હતા. નિફટી આજે 13,764.૪૦ ઉપર ખુલ્યો હતો. સવારે ૯.૪૫ વાગ્યાના અરસામાં બંને ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.
The Sensex and Nifty are down 0.3 per cent.
સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 0.77%ની નબળાઈ દેખાઈ રહી છે. ઇન્ડેક્સ 136.૮૬ અંક નીચે 17,727.20 ઉપર ટ્રેડિંગ કરે છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.9 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ પણ ગગડીને કારોબાર કરી રહ્યો છે.
હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ અને એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ પણ નુકશાન સાથે કારોબાર કરી રહ્યો છે.બેન્કિંગ સેક્ટર અને મોટા શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેંક ઈન્ડેક્સ 150 અંક નીચે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં એચડીએફસી, એચડીએફસી બેંકના શેર 1-1% ની સુધી ગગડ્યા છે. એચસીએલ ટેક અને ઇન્ફોસિસના શેરમાં 2% સુધીનો વધારો છે. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ રૂ. 185.13 લાખ કરોડ નોંધાઈ છે.
ભારતીય શેરબજારની પ્રરંભિક સત્રમાં સ્થિતિ ( સવારે 10 વાગે )
બજાર સૂચકઆંક ઘટાડો
સેન્સેક્સ 46,657.56 −232.78
નિફટી 13,664.65 −76.05