AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO નો રસ્તો સરળ બન્યો, સંસદના બંને ગૃહે વીમા સુધારા બિલને લીલી ઝંડી દેખાડી ,જાણો વિગતવાર

નાણામંત્રી નિર્મલા સીતારમણે(FM Nirmala Sitharaman) બિલ પસાર કરવાની દરખાસ્ત કરી અને ગૃહએ ટૂંકી ચર્ચા બાદ તેને મંજૂરી આપી હતી. આ દરમિયાન વિપક્ષના ઘણા સભ્યો આસન નજીક ગયા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

LIC IPO નો રસ્તો સરળ બન્યો, સંસદના બંને ગૃહે વીમા સુધારા બિલને લીલી ઝંડી દેખાડી ,જાણો વિગતવાર
LIC IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 7:32 AM
Share

ભારતીય જીવન વીમા નિગમના ખાનગીકરણ(LIC Privatisation)નો માર્ગ સરળ થઈ ગયો છે. LIC સહિત જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ(PSU Insurance Companies)માં ખાનગી ક્ષેત્રનો હિસ્સો વધારવા માટે રાજ્યસભા(Rajya Sabha)માં રજૂ કરાયેલ સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) સુધારો બિલ, 2021, એક સૂરમાં પસાર કરવામાં આવ્યો હતો.

જો કે કેટલાક વિપક્ષી દળોએ બિલ પસાર કરવાનો વિરોધ કર્યો હતો. તેમણે બિલને ગૃહની પ્રવર સમિતિને મોકલવાની માગણી પણ કરી હતી પરંતુ ગૃહે તેમની વિનંતીને ફગાવી દીધી હતી. લોકસભા પહેલાથી જ આ બિલ પસાર કરી ચૂક્યું છે.

બિલ પાસ થવાથી ક્યાં ફાયદા થશે નાણામંત્રી નિર્મલા સીતારમણે(FM Nirmala Sitharaman) બિલ પસાર કરવાની દરખાસ્ત કરી અને ગૃહએ ટૂંકી ચર્ચા બાદ તેને મંજૂરી આપી હતી. આ દરમિયાન વિપક્ષના ઘણા સભ્યો આસન નજીક ગયા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બિલ દ્વારા જનરલ ઇન્શ્યોરન્સ બિઝનેસ (રાષ્ટ્રીયકરણ) અધિનિયમમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. આ અધિનિયમ 1972 માં અમલમાં આવ્યું હતું. આમાં, સામાન્ય વીમા (General Insurance) વ્યવસાયના વિકાસ દ્વારા અર્થવ્યવસ્થાની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરવા માટે ભારતીય વીમા કંપનીઓના શેર અને અન્ય હાલની વીમા કંપનીઓના ઉપક્રમોના હસ્તાંતરણ અને સ્થાનાંતરણને મંજૂરી આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.

બિલના ઉદ્દેશો અને તેને લાવવાના કારણો શું છે? કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Modi Government) LIC નો IPO લાવવાની તૈયારી કરી રહી છે. આ બિલ પસાર થવાથી તેના માટે રસ્તો સરળ થઈ ગયો છે. બિલના ઉદ્દેશો અને કારણો જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓમાં ખાનગી ભાગીદારી વધારવા, વીમાની એક્સેસ વધારવા, સામાજિક સુરક્ષા પૂરી પાડવા અને પોલિસીધારકોના હિતોનું વધુ સારી રીતે રક્ષણ કરવા અને અર્થતંત્રના ઝડપી વિકાસમાં યોગદાન આપવાનું છે. આ માટે કાયદાની કેટલીક જોગવાઈઓમાં સુધારો કરવો જરૂરી બન્યો હતો. તદનુસાર, સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) સુધારા બિલ, 2021 લાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો :  Franklin Templeton MF ના રોકાણકારો માટે રાહતના સમાચાર! કંપનીએ બંધ પડેલી 6 સ્કીમના 21,000 કરોડ રૂપિયા પરત કર્યા

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે ઇંધણની કિંમતોમાં કોઈ વધારો નહિ , જાણો તમારા શહેરના પેટ્રોલ – ડીઝલના ભાવ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">