Franklin Templeton MF ના રોકાણકારો માટે રાહતના સમાચાર! કંપનીએ બંધ પડેલી 6 સ્કીમના 21,000 કરોડ રૂપિયા પરત કર્યા

છ યોજનાઓ - ફ્રેન્કલિન ઇન્ડિયા લો ડ્યુરેશન ફંડ, ફ્રેન્કલિન ઇન્ડિયા ડાયનેમિક એક્રુઅલ ફંડ, ફ્રેન્કલિન ઇન્ડિયા ક્રેડિટ રિસ્ક ફંડ, ફ્રેન્કલિન ઇન્ડિયા શોર્ટ ટર્મ ઇન્કમ પ્લાન, ફ્રેન્કલિન ઇન્ડિયા અલ્ટ્રા શોર્ટ બોન્ડ ફંડ અને ફ્રેન્કલિન ઇન્ડિયા ઇન્કમ ઓપોર્ચ્યુનિટીઝ ફંડમાં મેનેજમેન્ટ હેઠળ રૂ 25,000 કરોડની સંયુક્ત સંપત્તિ હતી.

Franklin Templeton MF ના રોકાણકારો માટે રાહતના સમાચાર! કંપનીએ બંધ પડેલી 6 સ્કીમના 21,000 કરોડ રૂપિયા પરત કર્યા
Franklin Templeton MF
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 7:15 AM

ફ્રેન્કલીન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડે (Franklin Templeton Mutual Fund) જાહેરાત કરી છે કે તેણે અત્યાર સુધીમાં બંધ કરેલી છ લોન યોજનાઓના યુનિટહોલ્ડરોને 21 હજાર કરોડ રૂપિયાથી વધુ પરત કરવામાં આવ્યા છે. આ રકમ 23 એપ્રિલ 2020 ના રોજ કંપનીના સંચાલન હેઠળની સંપત્તિ(Assets Under Management)ના 84 ટકા છે.

આ સાથે કંપનીએ તેની છ લોન મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ બંધ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ બજારમાં દબાવ અને લિક્વિડિટીના અભાવને કારણે સ્કીમ્સ બંધ કરવાની જાહેરાત કરી હતી.વધુમાં આ વર્ષે 31 જુલાઈ સુધી વિતરણ માટે રૂ 1,111 કરોડ ઉપલબ્ધ હતા તેમ ફ્રાન્કલિન ટેમ્પલટન એસેટ મેનેજમેન્ટ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન સંજય સપ્રેએ રોકાણકારોને સંબોધીને જણાવ્યું હતું.

છ યોજનાઓમાં રૂ 25 હજાર કરોડની અસ્કયામત છ યોજનાઓ – ફ્રેન્કલિન ઇન્ડિયા લો ડ્યુરેશન ફંડ, ફ્રેન્કલિન ઇન્ડિયા ડાયનેમિક એક્રુઅલ ફંડ, ફ્રેન્કલિન ઇન્ડિયા ક્રેડિટ રિસ્ક ફંડ, ફ્રેન્કલિન ઇન્ડિયા શોર્ટ ટર્મ ઇન્કમ પ્લાન, ફ્રેન્કલિન ઇન્ડિયા અલ્ટ્રા શોર્ટ બોન્ડ ફંડ અને ફ્રેન્કલિન ઇન્ડિયા ઇન્કમ ઓપોર્ચ્યુનિટીઝ ફંડમાં મેનેજમેન્ટ હેઠળ રૂ 25,000 કરોડની સંયુક્ત સંપત્તિ હતી.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

SBI MF લિક્વિડેટર છે એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ (SBI MF) દ્વારા છ બંધ યોજનાઓના સબ્સ્ક્રાઇબર્સને પાંચ તબક્કામાં કુલ 21,080 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે. SBI MF ની સુપ્રીમ કોર્ટ દ્વારા આ છ યોજનાઓ માટે લીકવીડેટર(Liquidator) તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : આજે ઇંધણની કિંમતોમાં કોઈ વધારો નહિ , જાણો તમારા શહેરના પેટ્રોલ – ડીઝલના ભાવ

આ પણ વાંચો :  ZOMATO નું જૂન ક્વાર્ટરમાં નુકસાન વધ્યું છતાં શેર 9 ટકા ઉછળ્યો, જાણો શું છે નિષ્ણાતોનું અનુમાન

g clip-path="url(#clip0_868_265)">