AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેશનનું અનાજ લેનારા લોકોને સરકારે આપી મોટી રાહત, ડીલર પસંદગીનો મળ્યો વિકલ્પ , જાણો પ્રક્રિયા

પહેલા લોકોને રેશન મેળવવા માટે રેશનકાર્ડ પર ફાળવેલા કેન્દ્રમાં જવું પડતું, પરંતુ હવે તમે તમારા ઘરના નજીકના રેશન કેન્દ્રથી રેશન લઈ શકો છો.

રેશનનું  અનાજ લેનારા લોકોને સરકારે આપી મોટી રાહત, ડીલર પસંદગીનો મળ્યો વિકલ્પ , જાણો પ્રક્રિયા
હવે રેશન માટે સરકારે ડીલર પસંદગીનો વિકલ્પ આપ્યો છે.
| Updated on: Jun 08, 2021 | 7:55 AM
Share

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દેશના ગરીબ લોકોને મફત રેશન આપવાની સુવિધા આપી છે. સરકાર દ્વારા રેશનકાર્ડ દ્વારા દેશની લોકોને સસ્તી રીતે રેશન સુવિધા પણ આપવામાં આવે છે. અગાઉ લોકોને રેશન મેળવવા માટે રેશનકાર્ડ જે કેન્દ્રમાં ફાળવતું હતું ત્યાં જવું પડતું હતું પરંતુ હવે તમે પસંદગીના રેશન કેન્દ્રથી જ રેશન લઈ શકાશે. કોરોનાકાળમાં ઘણા લોકોએ વિસ્થાપન પણ કર્યું છે. ડીલર બદલવા માટે તમારે ફક્ત તમારા ડીલરની વિગતોને અપડેટ કરવાની જરૂર પડે છે.

આ સરળ સ્ટેપ્સને અનુસરી તમે ડીલરનું નામ ઓનલાઇન અપડેટ કરી શકો છો >> તમારે રાજ્યના Food and Civil Supplies Departmentની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. >> તમે તેને FCS દ્વારા શોધી શકો છો. >> હોમ પેજ પર એક વિકલ્પ આવશે, જે કહેશે કે ‘રાશનકાર્ડ ધારક દ્વારા જાતે દુકાન પસંદ કરવા માટેનું ફોર્મ’. >> તેના પર ક્લિક કર્યા પછી નવું પેજખુલશે. >> આમાં તમારે રેશનકાર્ડ નંબર સહિતની તમામ માહિતી ભરવાની રહેશે. >> તેને સબમિટ કર્યા પછી તમને સ્ક્રીન પરની બધી માહિતી મળશે જેમાં તમારા દુકાનદારનું નામ દર્શાવામાં આવશે.

આ પ્રકારે ડીલરને પસંદ કરો જો તમે દુકાનદારનું નામ બદલવા માંગતા હો તો Food and Civil Supplies Department ની વેબસાઈટ પર તમારે વિકલ્પ પસંદ કરવાનો રહેશે. હવે તમારે પસંદ કરેલી નવી દુકાન પર ક્લિક કરવું પડશે. તેના પર ક્લિક કર્યા પછી તમને ઘણા દુકાનદારોની યાદી મળશે અને આમાં તમે તમારા મનપસંદ ડીલરને પસંદ કરી શકો છો.

નવા ડીલરને પ્રિન્ટ બતાવવી પડશે હવે રેશન લેતી વખતે, તમારે આ પ્રિન્ટ તમારા નવા ડીલરને બતાવવું પડશે. આ સિવાય તમે તેને તમાર વિસ્તારના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા મંજૂરી લઈ શકો છો. તમે 6 મહિનામાં ફક્ત એક જ વાર આ ફેરફાર કરી શકો છો.

Follow Us
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
g clip-path="url(#clip0_868_265)">