AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BADBANK ની રચનાની કામગીરી તેજ બનાવાઈ, ખાનગી બેન્કોનો 49 ટકા હિસ્સો રહશે, જાણો શું છે બેડ બેન્ક?

બેડ બેંક(Bad Bank) એ કોઈ બેંક નથી પરંતુ એક એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ARC) છે. બેંકોની ડૂબેલી લોન આ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવશે. તેનાથી બેન્કોને વધુ લોકોને ધિરાણ આપવાનું સરળ બનશે અને દેશની આર્થિક વૃદ્ધિને વેગ મળશે.

BADBANK ની રચનાની કામગીરી તેજ બનાવાઈ, ખાનગી બેન્કોનો 49 ટકા હિસ્સો રહશે, જાણો શું છે બેડ બેન્ક?
The board of bad banks will soon include more directors
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 7:29 AM
Share

નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (National Asset Reconstruction Company) અથવા બેડ બેંક(Bad Bank) શેરહોલ્ડરોનું યોગ્ય પ્રતિનિધિત્વ અને યોગ્ય કોર્પોરેટ ગવર્નન્સ માટે બોર્ડમાં ટૂંક સમયમાં વધુ ડિરેક્ટરો ઉમેરશે. ખાનગી ક્ષેત્રની બેન્કોમાં શેરધારકોનું 49 ટકા પ્રતિનિધિત્વ રહશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આ મહિનાની શરૂઆતમાં NARCL ને 6,000 કરોડ રૂપિયાનું લાઇસન્સ આપ્યું હતું જેમાં જાહેર ક્ષેત્રની બેન્કોનો 51 ટકા હિસ્સો છે. તો ખાનગી ક્ષેત્રની બેન્કોમાં શેરધારકોનું 49 ટકા પ્રતિનિધિત્વ હશે. રિઝર્વ બેંકે NARCLને ટૂંક સમયમાં બોર્ડની સંપૂર્ણ વિગતો આપવા જણાવ્યું છે.

P M NAYAR મેનેજિંગ ડિરેક્ટર બન્યા બેડ બેન્કની સ્થાપના સંભાળતી ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA) એ NARCL માટે પ્રાથમિક બોર્ડની પસંદગી કરી છે. કંપનીએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં દબાણવાળી સંપત્તિના સ્પેશિયાલિસ્ટ પી.એમ. નાયરને તેના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.બોર્ડમાં અન્ય ડિરેક્ટર્સ IBAના સીઇઓ મહેતા, SBIના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર એસ એસ નાયર અને કેનેરા બેંકના ચીફ જનરલ મેનેજર અજિત કૃષ્ણન નાયર છે.

NARCL ની રચના માટે RBI ને લાઇસન્સ આપવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે RBI એ નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (NARCL) ની રચના માટે લાયસન્સ આપ્યું છે. જુલાઈમાં કંપની રજિસ્ટ્રાર સાથે મુંબઈમાં NARCL (National Asset Reconstruction Company) ની રચના કરવામાં આવી હતી.

બેડ બેંક એટલે કે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની માટે સરકાર 30,600 કરોડ રૂપિયાની ગેરંટી આપશે. 1 ફેબ્રુઆરી, 2021 ના ​​રોજ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી. લગભગ 2 લાખ કરોડ NPA બેડ બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 90 હજાર કરોડની NPA આ હેઠળ ટ્રાન્સફર કરવામાં આવશે.

બેડ બેંક શું છે? બેડ બેંક એ કોઈ બેંક નથી પરંતુ એક એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ARC) છે. બેંકોની ડૂબેલી લોન આ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવશે. તેનાથી બેન્કોને વધુ લોકોને ધિરાણ આપવાનું સરળ બનશે અને દેશની આર્થિક વૃદ્ધિને વેગ મળશે. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ વ્યક્તિ અથવા એન્ટિટી બેંકમાંથી લોન પરત ન કરે ત્યારે તે લોન ખાતું બંધ થઈ જાય છે. ત્યારબાદ તેના નિયમો હેઠળ રિકવરી કરવામાં આવે છે. મોટા ભાગના કિસ્સાઓમાં આ રિકવરી થતી નથી અથવા થાય તો રકમ ખુબ ઓછી મળે છે. પરિણામે બેંકોના પૈસા ડૂબી જાય છે અને બેંક ખાધમાં જાય છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા ભાવ જાહેર કર્યા, જાણો તમારા શહેરમાં શું છે આજના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો : શું તમે જાણો છો? માત્ર ઘર ખરીદવા માટે જ નહિ ઘરના RENOVATION માટે પણ મળે છે HOME LOAN, જાણો તેના લાભ અને લોન મેળવવાની પ્રક્રિયા

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">