ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની સમયમર્યાદા 30 નવેમ્બર સુધી લંબાવાઈ
કોરોનાકાળમાં કેન્દ્ર સરકારે કરદાતાઓને રાહત આપતા, નાણાકીય વર્ષ 2018-19 માટે આવકવેરા રિટર્ન ભરવાની, સમય મર્યાદા 30 નવેમ્બર 2020 સુધી લંબાવી દીધી છે. 30 સપ્ટેમ્બરની મર્યાદામાં, આવકવેરા વિભાગ દ્વારા ૨ મહિનાનો, વધારો કરવામાં આવ્યો છે. સેન્ટ્ર્લ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષિસ, ( C B D T) એ ચોથી વખત આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવી છે. […]
કોરોનાકાળમાં કેન્દ્ર સરકારે કરદાતાઓને રાહત આપતા, નાણાકીય વર્ષ 2018-19 માટે આવકવેરા રિટર્ન ભરવાની, સમય મર્યાદા 30 નવેમ્બર 2020 સુધી લંબાવી દીધી છે. 30 સપ્ટેમ્બરની મર્યાદામાં, આવકવેરા વિભાગ દ્વારા ૨ મહિનાનો, વધારો કરવામાં આવ્યો છે. સેન્ટ્ર્લ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષિસ, ( C B D T) એ ચોથી વખત આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવી છે.
નાણાંકીય વર્ષ 2018-19 માટે 31 માર્ચ 2020 30 જૂન , 31 જુલાઈ અને 30 સપ્ટેમ્બર 2020 સુધી લંબાવય બાદ હવે ૩૦ નવેમ્બર સુધી સમય અવધિ આપવામાં આવી છે. આવકવેરા વિભાગે કરદાતાઓને મોટી રાહત આપતાં નાણાંકીય વર્ષ 2019-20 માટે પણઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવી 30 નવેમ્બર 2020 સુધી કરી છે.
વર્ષ 1 જાન્યુઆરીથી શરૂ થાય છે અને 31 ડિસેમ્બરે સમાપ્ત થાય છે, પરંતુ ઈન્કમ ટેક્સ રિટર્ન એક એપ્રિલથી શરૂ થઈને આગામી વર્ષ 31 માર્ચ સુધીમાં આવકનો હિસાબ માંગે છે. ઈન્કમ ટેક્સ એક્ટના અનુસાર આ સમયને ફાઈનાન્શિયલ યર કહેવામાં આવે છે. એક ફાઈનાન્શિયલ યરમાં આવકનો ટેક્સ આગામી ફાઈનાન્શિયલ યરમાં લેવામાં આવે છે. જે વર્ષમાં કમાણી થાય છે તે ફાઈનાન્શિયલ યર આગામી વર્ષ જ્યારે તમે ટેક્સ ભરવામાં આવે છે તે વર્ષને અસેસમેન્ટ યર કહેવામાં આવે છે.
આ પણ વાંચોઃખેડૂતોના વિવિધ પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે કરી ધરપકડ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો