India’s Biggest IPO: દેશના સૌથી મોટા IPO નું શેર બજારમાં થયું લિસ્ટીંગ, ઈશ્યુ પ્રાઈઝ રુ. 2150 ના બદલે રુ.1955 પર લિસ્ટ
Paytm IPO: શેરબજારના નિષ્ણાતોના મતે, પબ્લિક ઈશ્યુને રોકાણકારો તરફથી હળવો પ્રતિસાદ મળ્યો છે અને તેની લિસ્ટિંગમાં પણ આ બાબત જોવા મળી છે. શેરબજારના નિષ્ણાતો કહે છે કે Paytmએ તેના IPOની જાહેરાત કરી ત્યારથી તે સૌથી વધુ ટ્રેન્ડમાં છે
આજે પેટીએમ (Paytm)ના શેર સ્ટોકમાર્કેટમાં લિસ્ટ થયા છે. આજે Paytm ના શેરનો IPO NSE અને BSE (Bombay Stock Exchange) બંને પર લિસ્ટ થયો છે. કંપનીના શેર આજે NSE (National Stock Exchange) પર રૂ. 1,950 પર લિસ્ટ થયો છે, જે તેની રૂ. 2,150ની કિંમત પર 9.3 ટકા ડિસ્કાઉન્ટ છે. BSE પર, સ્ટોક રૂ. 1,955ના ભાવે લિસ્ટ થયો છે.
શેરબજારના નિષ્ણાતોના મતે, પબ્લિક ઈશ્યુને રોકાણકારો તરફથી હળવો પ્રતિસાદ મળ્યો છે અને તેની લિસ્ટિંગમાં પણ આ બાબત જોવા મળી છે. શેરબજારના નિષ્ણાતો કહે છે કે Paytmએ તેના IPO (Initial public offering)ની જાહેરાત કરી ત્યારથી તે સૌથી વધુ ટ્રેન્ડમાં છે, પરંતુ સબ્સ્ક્રિપ્શન માટે લાવવામાં આવેલા ઈસ્યુને રોકાણકારો તરફથી નબળો પ્રતિસાદ મળ્યો છે, જેનું કારણ ઊંચી કિંમત અને નુકસાન છે.
નિષ્ણાતો શું કહે છે ?
સબસ્ક્રિપ્શનના આંકડાઓથી જાણવા મળે છે કે ડિમાન્ડ ઓછી છે અને એજ તેના લિસ્ટિંગમાં પણ જોવા મળે છે. નિષ્ણાતોના મતે, ફ્લેટ લિસ્ટિંગની અપેક્ષા રાખતા હતા અને નવાઈની વાત નથી જો ઈશ્યું ડિસ્કાઉન્ટ સાથે ખુલે છે. Paytm IPOની લિસ્ટિંગ કિંમત પર નિષ્ણાતોએ કહ્યું કે તેઓ નબળા લિસ્ટિંગની અપેક્ષા રાખી રહ્યા છે. તેઓ કહે છે કે જો આગામી દિવસોમાં સ્ટોક ઈશ્યુ પ્રાઈસથી નીચે ટ્રેડ કરે અને ત્યાં જ રહે તો તેમને આશ્ચર્ય થશે નહીં.
તેમના મતે, જ્યારે કંપનીનું બ્રાન્ડ નામ મોટું અને પ્રખ્યાત છે અને સેવા દરેક જગ્યાએ હાજર છે, ત્યારે IPOની કિંમત ઊંચી રાખવામાં આવી છે, જે રોકાણકારો માટે કંઈ ખાસ છોડતી નથી. Zomato અને Nykaa થી વિપરીત, Paytm સખત સ્પર્ધામાં છે, જે લાંબા ગાળે તેની નફો કરવાની સંભાવના ઘટાડે છે. IPO ને HNIs તરફથી નબળો પ્રતિસાદ મળ્યો છે અને તેઓ ઓછી કિંમતે પણ કોઈ મોટી ખરીદીની અપેક્ષા રાખતા નથી.
જીએમપી તરફથી મળેલા સંકેતો
બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, Paytmનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) આજે રૂ. 45 છે, જે બુધવારના માઇનસ રૂ. 30ના ભાવથી રૂ. 75નો ઉછાળો છે. તેમનું કહેવું છે કે Paytm IPO ની GMP રૂ. 45 સૂચવે છે કે ગ્રે માર્કેટ પેટીએમ શેર લિસ્ટિંગ આશરે રૂ. 2195 (₹ 2150 + ₹ 45) ની અપેક્ષા રાખે છે, જે તેની કિંમત રૂ. 2080 થી રૂ. 2150 પ્રતિ ઇક્વિટી શેરની પ્રાઈસ બેન્ડ કરતાં લગભગ 2 ટકા વધુ છે.
આપને જણાવી દઈએ કે, ડિજિટલ પેમેન્ટની મોટી કંપની Paytmની પેરેન્ટ કંપની One 97 Communicationsની પ્રારંભિક જાહેર ઓફર (IPO) 7 નવેમ્બરના રોજ ખોલવામાં આવી હતી. આ દ્વારા કંપનીની રૂ. 18,300 કરોડ એકત્ર કરવાની યોજના હતી. કંપનીના શેરની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 2,080-2,150 રાખવામાં આવી હતી.
કંપનીનો આઈપીઓ 10 નવેમ્બર સુધી ખુલ્લો રહ્યો હતો. Paytmનું મૂલ્ય $16 બિલિયન છે. કંપનીની શરૂઆત 2010માં થઈ હતી. તે ભારતની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપનીઓમાંની એક છે. One97 કોમ્યુનિકેશનના સ્થાપક અને CEO Paytm IPOમાં રૂ. 402 કરોડના શેરનું વેચાણ કરશે.
આ પણ વાંચો: આ રાજ્યમાં ખેડૂતોને મોટી રાહતની આશા, 4 હજાર કરોડ રૂપિયાના બિલ માફ કરશે વીજ કંપની!