AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Insurance Privatisation અંગે આવ્યા મોટા સમાચાર , બેંકો પેહલા આ વીમા કંપનીનું થઇ શકે છે ખાનગીકરણ, જાણો વિગતવાર

સરકારે વીમા કંપનીઓના ખાનગીકરણ / વિનિવેશ અંગે તાજેતરમાં ગૃહમાં બે કાયદા પસાર કર્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી સાથે સરકારે બંને સુધારાઓ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.

Insurance Privatisation અંગે આવ્યા મોટા સમાચાર , બેંકો પેહલા આ વીમા કંપનીનું થઇ  શકે છે ખાનગીકરણ, જાણો વિગતવાર
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 2:46 PM
Share

વીમા કંપનીના ખાનગીકરણ(Insurance Privatisation)ને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સનું ખાનગીકરણ કરી શકે છે. જરૂરી મંજૂરી મળ્યા બાદ સરકાર તેને કેબિનેટ સમક્ષ રજૂ કરશે. સૂત્રો એમ પણ કહે છે કે સરકાર બેન્કો પહેલા વીમા કંપનીનું ખાનગીકરણ કરશે. સરકારે જનરલ ઇન્શ્યોરન્સ કંપનીમાં આશરે 12,500 કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કર્યું છે.

સરકારે વીમા કંપનીઓના ખાનગીકરણ / વિનિવેશ અંગે તાજેતરમાં ગૃહમાં બે કાયદા પસાર કર્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી સાથે સરકારે બંને સુધારાઓ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. ચોમાસુ સત્રમાં સરકારે જનરલ ઇન્શ્યોરન્સ બિઝનેસ નેશનલાઇઝેશન એમેન્ડમેન્ટ બિલ 2021 અને ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (DICGC) ને ગૃહમાં રજૂ કર્યા હતા. વીમા સુધારા અધિનિયમ અંગે ગૃહમાં ઘણો હંગામો થયો હતો જોકે તેને ધ્વનિ મત દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો.

વીમા સુધારા બિલ 2021 અંગે જાહેરનામું જનરલ ઇન્શ્યોરન્સ એમેન્ડમેન્ટ બિલ સરકારને સરકારી વીમા કંપનીઓમાં તેનો હિસ્સો 51 ટકાથી ઘટાડવાની સત્તા આપે છે. ડીઆઈસીજીસી(DICGC) સુધારા બિલને કારણે બેંકમાં ખાતાધારકો હવે રૂ ૫ લાખ સુધી સુરક્ષિત છે. આનો અર્થ એ થયો કે જો કોઈ કારણોસર બેંક નાદાર થઈ જાય તો થાપણદારોને મહત્તમ રૂ 5 લાખ નિશ્ચિત મળશે. અગાઉ તેની મર્યાદા રૂ 1 લાખ હતી. નવા કાયદા હેઠળ થાપણદારોને 90 દિવસની અંદર ગેરેંટીડ વીમાનો લાભ મળશે.

જનરલ ઇન્સ્યોરન્સની ચાર કંપનીઓ છે હાલમાં જાહેર ક્ષેત્રની ચાર વીમા કંપનીઓ છે. તેમના નામ નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની છે. આ ચારમાંથી એક કંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે. અત્યારે કોઈ કંપનીની પસંદગી જાહેર કરવામાં આવી નથી. લેટેસ્ટ માહિતી મુજબ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ મોખરે છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે 1.75 લાખ કરોડના વિનિવેશ અને ખાનગીકરણનો લક્ષ્યાંક રાખ્યો છે. 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતા નાણામંત્રીએ 2 સરકારી બેંકો અને 1 વીમા કંપનીના ખાનગીકરણની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : Gold Price Today : જાણો શું છે આજે સોનાની સ્થિતિ, કરો એજ નજર આજના દેશ – વિદેશના સોનાના ભાવ ઉપર

આ પણ વાંચો :   Aadhaar સંબંધિત નિયમોમાં UIDAI એ કર્યો ફેરફાર , જાણો તમારા ઉપર શું અસર પડશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">