Richest Person : અદાણી અને અંબાણીની જીવનકાળની કમાણી પર ભારે આ બે અમીર હસ્તીઓની 11 મહિનાની કમાણી, જાણો
2025માં ટેક જગતમાં અદભૂત ઉછાળ જોવા મળ્યો છે, જેણે રોકાણકારોને ચોંકાવ્યા છે. ગૂગલના સહ-સ્થાપક લેરી પેજ અને સેર્ગેઈ બ્રિને ફક્ત 11 મહિનામાં $195 અબજ ડોલરની કમાણી કરી છે.

ટેકનોલોજી જગતમાં આ વર્ષે એવી અદભૂત ઉછાળ જોવા મળી રહ્યા છે કે રોકાણકારો સુધી ચોંકી ગયા છે. ગૂગલના સહ-સ્થાપક લેરી પેજ અને સેર્ગેઈ બ્રિને ફક્ત 11 મહિનામાં જ એવી કમાણી કરી છે જે વિશ્વના ટોચના અબજોપતિઓને પણ પાછળ છોડી દે છે. કુલ 195 અબજ ડોલરનો વધારો તેમની સંપત્તિમાં નોંધાયો છે. જેમાં લેરી પેજના $102 અબજ અને સેર્ગેઈ બ્રિનના $93 અબજનો સમાવેશ થાય છે.
ચોંકાવનારી વાત એ છે કે માત્ર આ વર્ષની તેમની સંયુક્ત કમાણી પણ એશિયાના સૌથી ધનિક લોકો મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની જીવનકાળની નેટવર્થ કરતાં પણ વધુ છે. મુકેશ અંબાણીની નેટવર્થ હાલ $106 અબજ છે જ્યારે ગૌતમ અદાણીની કુલ નેટવર્થ $85.6 અબજ છે.
ટેક ક્ષેત્રમાં જબરદસ્ત વૃદ્ધિ
2025 ની શરૂઆતથી ટેક ક્ષેત્રમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે, અને તેનો સૌથી વધુ લાભ લેરી પેજ અને સેર્ગેઈ બ્રિનને મળ્યો છે. લેરી પેજની સંપત્તિમાં $102 અબજની વૃદ્ધિ સાથે તેઓ ટેક ઉદ્યોગના સૌથી પ્રભાવશાળી અને ધનિક ખેલાડીઓમાં સામેલ થયા છે. બીજી તરફ સેર્ગેઈ બ્રિને પણ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ $93 અબજનો નફો મેળવી પોતાની પોઝિશન મજબૂત કરી છે.
ટેક ઉદ્યોગની આ તેજી વૈશ્વિક ટેક્નોલોજી માર્કેટ અને નાણાકીય બજારોમાં આવી રહેલા ઐતિહાસિક ઉછાળને પ્રતિબિંબિત કરે છે. આ વર્ષે મોટાભાગના ટેક સ્ટોક્સ અને એઆઈ આધારિત ઉદ્યોગોમાં વિશાળ વૃદ્ધિ જોવા મળી છે, જેના લીધે અબજોપતિઓની લિસ્ટમાં મોટા ફેરફારો નોંધાયા છે.
અન્ય ટેક અને બિઝનેસ દિગ્ગજો પણ આવકમાં પાછળ નથી. ઓરેકલના સ્થાપક લેરી એલિસનની કુલ નેટવર્થ હાલમાં $259 અબજ સુધી પહોંચી ગઈ છે. 2025 માં અત્યાર સુધી તેમના નફાની રકમ $67.7 અબજ છે, જે તેમને અબજોપતિઓની સૂચીમાં ત્રીજા સ્થાન પર રાખે છે.
ટેક ક્ષેત્રની બહાર પણ કમાણીમાં તેજી નોંધાઈ છે. મેક્સિકોના ટેલિકૉમ દિગ્ગજ કાર્લોસ સ્લિમે $34.8 અબજનો નફો કર્યો છે જ્યારે ફ્રાન્સના ફેશન કિંગ બર્નાર્ડ આર્નોલ્ટે $25.5 અબજનો ઉમેરો કર્યો છે.
NVIDIA ના CEO જેન્સેન હુઆંગ પણ આ કમાણીની સ્પર્ધામાં ટોચ પર છે. આ વર્ષે અત્યાર સુધી તેમણે $43.3 અબજનો નફો મેળવણી સાથે તેઓ વ્યક્તિગત કમાણીની રેસમાં ચોથા ક્રમે છે.
રિટેલ ક્ષેત્રના વોલ્ટન પરિવાર જીમ વોલ્ટન ($24.4 અબજ), એલિસ વોલ્ટન ($24.2 અબજ) અને રોબ વોલ્ટન ($24.2 અબજ) — પણ આ વર્ષે ટોચના 10 સૌથી વધુ કમાણી કરનાર અબજોપતિઓની યાદીમાં પ્રવેશ્યા છે.

