TCS નું માર્કેટ કેપ રૂ 13.5 લાખ કરોડને પાર પહોંચ્યું , આ સિદ્ધિ હાંસલ કરનાર દેશની બીજી કંપની

બુધવારે કંપનીનો શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર રૂ 3,612.8 પ્રતિ શેર ખુલ્યો અને લગભગ 2.35 ટકા વધીને રૂ 3,697 ની 52-સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. બાદમાં કંપનીના શેર અગાઉના ટ્રેડિંગ દિવસની સરખામણીમાં 1.31 ટકા વધીને રૂ. 3,659.5 પ્રતિ શેર સુધી પહોંચ્યો હતો. TCS 30 કંપનીના શેરના આધારે સેન્સેક્સમાં સૌથી વધુ લાભ દર્જ કરી બંધ રહ્યો હતો.

TCS નું માર્કેટ કેપ રૂ 13.5 લાખ કરોડને પાર પહોંચ્યું , આ સિદ્ધિ હાંસલ કરનાર દેશની બીજી કંપની
TCS
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 7:44 AM

ટાટા ગ્રુપ(TATA GROUP)ની અગ્રણી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) નું માર્કેટ કેપિટલાઈઝેશન બુધવારે રૂ 13.5 લાખ કરોડને પાર કરી ગયું. TCS આ સિદ્ધિ હાંસલ કરનારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) પછી બીજી કંપની છે.

બુધવારે કંપનીનો શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર રૂ 3,612.8 પ્રતિ શેર ખુલ્યો અને લગભગ 2.35 ટકા વધીને રૂ 3,697 ની 52-સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. બાદમાં કંપનીના શેર અગાઉના ટ્રેડિંગ દિવસની સરખામણીમાં 1.31 ટકા વધીને રૂ. 3,659.5 પ્રતિ શેર સુધી પહોંચ્યો હતો. TCS 30 કંપનીના શેરના આધારે સેન્સેક્સમાં સૌથી વધુ લાભ દર્જ કરી બંધ રહ્યો હતો.

રિલાયન્સ પછી ભારતની બીજી સૌથી મૂલ્યવાન કંપની નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર, કંપનીનો શેર રૂ .3,610 પ્રતિ શેર ખુલ્યો અને રૂ. 3,697.75 ની 52-સપ્તાહની ઉપલી સપાટીએ પહોંચ્યો હતો. ટ્રેડિંગના અંતે કંપનીના શેર 1.43 ટકાના વધારા સાથે રૂ. 3,665 પ્રતિ શેર બંધ થયા હતા.

#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?

TCS રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પછી બીજી સૌથી મૂલ્યવાન સ્થાનિક કંપની છે. મંગળવારે ઇન્ફોસિસ 100 અબજ ડોલરના માર્કેટ કેપિટલાઇઝેશનને સ્પર્શ કરતી ચોથી ભારતીય કંપની બની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, એચડીએફસી બેંક બાદ આ પડાવ પસાર કરનાર ઇન્ફોસિસ દેશની ચોથી કંપની છે.

વર્ષ 2025 માં 25 ટકા કર્મચારીઓ ઓફિસમાં આવશે માર્કેટ કેપની સાથે TCS રોજગારીની તકો પૂરી પાડવામાં દેશની અગ્રણી કંપની પણ છે. હાલમાં, લગભગ 5 લાખ કર્મચારીઓ અહીં કામ કરે છે અને તે દેશના સૌથી મોટા રોજગારદાતાઓમાંનું એક છે. એક ઇન્ટરવ્યુમાં કંપનીના સીઓઓ એનજી સુબ્રમણ્યમે કહ્યું છે કે અમે 10 લાખ કર્મચારીઓ સાથેની કંપની બની શકીએ છીએ.

આટલા મોટા વર્ક ફોર્સ સાથે કામ કરતી કંપનીના કેમ્પસ હાલમાં ખાલી છે. કોરોના રોગચાળાને કારણે ઓફિસમાં મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત છે. સોફ્ટવેર કંપનીએ કેટલાક સમયથી કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો વિકલ્પ (WFH) આપ્યો છે. સીઓઓ સુબ્રમણ્યમે પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે 2025 માં 25 ટકા કર્મચારીઓએ ઓફિસ આવવું પડશે.

મંગળવારે માર્કેટ કેપ 13 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી હતી દેશની સૌથી મોટી આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ આજે ઇતિહાસ રચ્યો હતો. TCS ના શેર મંગળવારના કારોબારમાં નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. TCS નું માર્કેટ કેપ પ્રથમ વખત 13 લાખ કરોડ રૂપિયાને કરી ગયું હતું .

માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની બીજી સૌથી મોટી કંપની TCS નો શેર સેન્સેક્સ પર 2.16% ટકા વધીને 55,792.27 ની સપાટીએ બંધ થયો હતો. કારોબારમાં શેર ૭૫ રૂપિયા વધ્યો હતો.TCS નો શેર રૂ.3,560.80ની સપાટીએ પહોંચી ગયો હતો . BSE પર રેકોર્ડ સપાટીએ પહોંચતાની સાથે માર્કેટ કેપ વધીને 13.01 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આ પણ વાંચો : NSE એ સ્ટોક બ્રોકરો દ્વારા DIGITAL GOLD ના થતા વેચાણ ઉપર પ્રતિબંધ લગાવાયો , જાણો શું કરાયો આદેશ

આ પણ વાંચો :  શું દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર ફરી ઠપ્પ થશે? જાણો કેમ 1000 ઉદ્યોગો બંધ થવાની સર્જાઈ ચિંતા

g clip-path="url(#clip0_868_265)">