AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોંઘવારીનો માર ! 20 ટકા સુધી મોંઘા થયા સાબુ અને ડિટરજન્ટ, HULએ વધારી કિંમત

Soap-Detergent price Hike: સામાન્ય માણસને મોટો ફટકો પડ્યો છે. દેશની સૌથી મોટી FMCG કંપની HUL એ સાબુ અને સર્ફની કિંમતોમાં વધારો કર્યો છે.

મોંઘવારીનો માર ! 20 ટકા સુધી મોંઘા થયા સાબુ અને ડિટરજન્ટ,  HULએ વધારી કિંમત
સાબુ અને ડિટરજન્ટ થશે વધુ મોંઘા (સાંકેતીક તસવીર)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 7:58 PM
Share

સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. હવે સાબુ અને ડીટરજન્ટ (Soap-Detergent) ખરીદવું મોંઘું થઈ ગયું છે. દેશની સૌથી મોટી એફએમસીજી કંપની હિન્દુસ્તાન યુનિલિવરે (Hindustan Unilever) સાબુ અને ડિટરજન્ટની કિંમતમાં 3 ટકાથી 20 ટકાનો વધારો કર્યો છે. એચયુએલના વ્હીલ્સ, રિન્સ, સર્ફ એક્સેલ અને લાઇફબોય શ્રેણીના ઉત્પાદનો મોંઘા થયા છે. કાચા માલની વધતી કિંમતને કારણે કંપનીએ આ ઉત્પાદનોની કિંમતોમાં વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે ઈનપુટ કોસ્ટમાં વધારાને કારણે કંપનીને ગયા વર્ષે પણ આ જ પ્રકારે ઘણા રાઉન્ડની કિંમતો વધારવાની ફરજ પડી હતી. HULએ સર્ફ એક્સેલ બારની કિંમતમાં સૌથી વધુ વધારો કર્યો છે. આનાથી તે 2 રૂપિયા મોંઘું થશે. કંપનીએ સર્ફ એક્સેલ બારની કિંમતમાં 20 ટકાનો વધારો કર્યો છે. હવે તેની કિંમત 10 રૂપિયાથી વધીને 12 રૂપિયા થઈ ગઈ છે.

પીયર્સ સાબૂ 7 રૂપિયા મોંઘો થયો

લાઇફબૉયના 125 ગ્રામ પેકની કિંમત 29 રૂપિયાથી વધારીને 31 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે પિયર્સ સાબુના 125 ગ્રામ બારની કિંમત 76 રૂપિયાથી વધીને 83 રૂપિયા થઈ ગઈ છે. રિન માટે, કંપનીએ તેના બંડલ પેક (ચાર 250 ગ્રામ બારના)ની કિંમત 72 રૂપિયાથી વધારીને 76 રૂપિયા અને તેના 250 ગ્રામ સિંગલ બારની કિંમત 18 રૂપિયાથી વધારીને 19 રૂપિયા કરી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ નવેમ્બરમાં કંપનીએ તેના તમામ ઉત્પાદનોના પોર્ટફોલિયોમાં 1-33 ટકાનો ભાવ વધારો કર્યો હતો.  જોકે, લક્સ સાબુના નિર્માતાએ જ કિંમતોમાં વધારો કર્યો નથી.

આ કંપનીનો લોટ અને બાસમતી ચોખા મોંઘા થયા

અદાણી વિલ્મરે ગયા મહિને બિઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું હતું કે તે તેના પેકેજ્ડ ઘઉંના લોટના ભાવમાં જાન્યુઆરીમાં 5-8 ટકા અને બાસમતી ચોખાના ભાવમાં 8-10 ટકાનો વધારો કરશે કારણ કે ઇનપુટના ભાવમાં વધારો થયો છે. પારલે પ્રોડક્ટ્સ માર્ચ ક્વાર્ટરમાં ભાવમાં વધુ એક વધારાની જાહેરાત કરશે. કંપની કિંમતોમાં 4-5 ટકાનો વધારો કરશે. તેણે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કિંમતોમાં વધારો કર્યો હતો.

ડાબર ઈન્ડિયાએ ડિસેમ્બરમાં કહ્યું હતું કે તે મોંઘવારીની સ્થિતિ પર નજર રાખી રહી છે અને જો મોંઘવારી ચાલુ રહેશે તો ચોથા ક્વાર્ટરમાં કિંમતોમાં વધારો થઈ શકે છે. કેવિનકેયર પણ આ મહિને તેના શેમ્પૂ અને સ્કીન કેર પ્રોડક્ટ્સના ભાવમાં 2-3 ટકાનો વધારો કરશે.

તમને જણાવી દઈએ કે હિન્દુસ્તાન યુનિલિવર બ્રિટિશ કંપની યુનિલિવરની સબસિડિયરી છે. હિન્દુસ્તાન યુનિલિવરનું મુખ્યાલય મુંબઈમાં છે. હિન્દુસ્તાન યુનિલિવર ઘણી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે, જેમાં રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ જેમ કે પેકેજ્ડ ફૂડ, તેલ, સાબુ, પીણાં, બ્યુટી પ્રોડક્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :  ભીખારીનાં સપનામાં અમીરીનાં ઓરતા, ભીખ માંગવાની અણીએ છતા ઈમરાન ખાનનાં હસીન સપના, ભારત કરતા અમારી સ્થિતિ સારી !

આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
g clip-path="url(#clip0_868_265)">