AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૌતમ અદાણી માટે આજે સૌથી મોટો દિવસ, અઢી કલાકમાં કરી 1.15 લાખ કરોડ રૂપિયાની કમાણી, રોકાણકારો થયા માલામાલ

અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં 4 ટકાથી લઈને 20 ટકાનો વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખતા કહ્યું હતું કે અદાણી ગ્રૂપ સામે માર્કેટ રેગ્યુલેટર સેબીની તપાસ પર શંકા કરવાનું કોઈ કારણ નથી. આજે શેરના ભાવમાં વધારાને કારણે અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં અંદાજે 1.15 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

ગૌતમ અદાણી માટે આજે સૌથી મોટો દિવસ, અઢી કલાકમાં કરી 1.15 લાખ કરોડ રૂપિયાની કમાણી, રોકાણકારો થયા માલામાલ
Adani Group
| Updated on: Nov 28, 2023 | 2:21 PM
Share

શુક્રવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે અદાણી-હિંડનબર્ગ કેસમાં પોતાનો અભિપ્રાય આપ્યો હતો. ત્યારબાદથી એવી અટકળો ચાલી હતી કે શેરબજાર ખુલશે ત્યારે અદાણી ગૃપની કંપનીઓના શેર રોકેટ બનશે. મંગળવારે આવું જ થયું અને અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં 4 ટકાથી લઈને 20 ટકાનો વધારો થયો છે.

અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં અંદાજે 1.15 લાખ કરોડ રૂપિયાનો વધારો

સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખતા કહ્યું હતું કે અદાણી ગ્રૂપ સામે માર્કેટ રેગ્યુલેટર સેબીની તપાસ પર શંકા કરવાનું કોઈ કારણ નથી. આજે શેરના ભાવમાં વધારાને કારણે અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં અંદાજે 1.15 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

અદાણી ગ્રુપના શેરોમાં આવ્યો ઉછાળો

  • અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં લગભગ 10 ટકાનો વધારો થયો હતો અને કંપનીના માર્કેટ કેપમાં 26,712.33 કરોડનો વધારો થયો.
  • અદાણી પોર્ટ અને સેઝના શેરમાં 6.32 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને કંપનીના માર્કેટ કેપમાં 10,704.8 કરોડનો વધારો થયો હતો.
  • અદાણી પાવરના શેરમાં પણ જબરદસ્ત વધારો થયો અને શેરમાં 12.62 ટકાનો વધારો થયો હતો. કંપનીના માર્કેટ કેપમાં 19,323.27 કરોડનો વધારો થયો.
  • ટ્રેડિંગ સેશન દરમિયાન અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 19 ટકા વધ્યો હતો અને માર્કેટ કેપમાં 15,092.62 કરોડનો વધારો થયો હતો.
  • અદાણી ગ્રીન એનર્જીનો શેર પણ 14.58 ટકા વધ્યો અને માર્કેટ કેપમાં 21,633.12 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.
  • અદાણી ટોટલ ગેસના શેરમાં 20 ટકાની અપર સર્કિટ જોવા મળી અને માર્કેટ કેપ વધીને 11,772.49 કરોડ થયું.
  • અદાણી વિલ્મરના શેરમાં 10 ટકાની અપર સર્કિટ જોવા મળી. તેથી માર્કેટ કેપ વધીને રૂ. 4,113.49 કરોડ થયું હતું.
  • સિમેન્ટ કંપની ACC લિ.ના શેરમાં 4 ટકાનો વધારો જોવા મળ્યો અને કંપનીનું માર્કેટ કેપ વધીને 1,335.17 કરોડ થયું છે.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિંડનબર્ગ મામલાની સુનાવણી પૂર્ણ થતા અદાણીના શેર 20% સુધી ઉછળ્યા

  • સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટના શેરમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીના માર્કેટ કેપમાં 4,120.22 કરોડ રૂપિયાનો વધારો થયો.
  • ગ્રુપની મીડિયા કંપની NDTVના શેરમાં 11 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીના માર્કેટ કેપમાં 146.03 કરોડનો વધારો થયો.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">