AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રતન ટાટાની ₹10,000 કરોડની સંપત્તિના વારસાને લઈને સવાલ, પિતાની જૂની શરત બની અડચણ

રતન ટાટાના ₹10,000 કરોડના ટાટા સન્સ શેર વારસા પર કાયદાકીય પ્રશ્ન ઉભો થયો છે. તેમના વસિયતનામામાં શેરો સખાવતી સંસ્થાઓને આપવાની જોગવાઈ છે, જે પિતા નવલ ટાટા સાથેના જૂના કરારનું ઉલ્લંઘન કરી શકે છે.

રતન ટાટાની ₹10,000 કરોડની સંપત્તિના વારસાને લઈને સવાલ, પિતાની જૂની શરત બની અડચણ
| Updated on: Sep 05, 2026 | 9:35 AM
Share

રતન ટાટાના અવસાન બાદ તેમની અંદાજિત ₹10,000 કરોડની સંપત્તિના વારસાને લઈને એક મહત્વનો કાયદાકીય પ્રશ્ન ઊભો થયો છે. ખાસ કરીને ટાટા સન્સમાં તેમના હિસ્સાને લઈને સ્થિતિ જટિલ બની છે. મહારાષ્ટ્રના ચેરિટી કમિશનરે 2 સપ્ટેમ્બરે આપેલા નિર્ણય બાદ આ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. વિવાદનું મુખ્ય કારણ રતન ટાટાના પિતા નવલ ટાટા સાથે વર્ષો પહેલાં થયેલો એક કરાર છે.

નવલ ટાટાના શેરને લઈને શું હતી શરત?

આ સમગ્ર મામલો 1989માં થયેલા એક શેર ટ્રાન્સફર સાથે જોડાયેલો છે. તે સમયે નવાજબાઈ રતન ટાટા ટ્રસ્ટ (NRTT) દ્વારા નવલ ટાટાને કેટલાક શેર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ટ્રાન્સફર પ્રખ્યાત કાયદાકીય નિષ્ણાત નાની પાલખીવાલાની સલાહ બાદ કેટલીક ખાસ શરતો સાથે કરવામાં આવ્યો હતો.

આ શરત મુજબ નવલ ટાટા પોતાના જીવનકાળ દરમિયાન આ શેર કોઈ બહારની વ્યક્તિને ટ્રાન્સફર કરી શકતા નહોતા. જો તેઓ શેર કોઈને આપવા માગે તો તે તેમની પત્ની અથવા બાળકોને જ આપી શકતા હતા. એટલું જ નહીં, તેમના બાળકો પર પણ આવી જ શરતો લાગુ કરવામાં આવી હતી. એટલે કે, તેઓ પણ આ શેર પરિવારની બહારની કોઈ વ્યક્તિ કે સંસ્થાને આપી શકતા નહોતા.

આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ ટાટા સન્સના શેર ટાટા પરિવારની અંદર જ જળવાઈ રહે અને બહારના પક્ષ પાસે ન જાય તે સુનિશ્ચિત કરવાનો હતો.

રતન ટાટાના વસિયતનામાથી કેમ ઊભો થયો વિવાદ?

વિવાદનું મૂળ રતન ટાટાના વસિયતનામામાં છે. રતન ટાટાએ પોતાના વસિયતનામામાં ટાટા સન્સના આશરે 0.83 ટકા શેર બે સખાવતી સંસ્થાઓને આપવાની જોગવાઈ કરી હતી. આ સંસ્થાઓ રતન ટાટા એન્ડોમેન્ટ ટ્રસ્ટ (RTET) અને રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન (RTEF) છે.

ટાટા સન્સમાં 0.83 ટકાનો આ હિસ્સો અંદાજે ₹10,000 કરોડથી વધુની કિંમતનો હોવાનું માનવામાં આવે છે. હવે સવાલ એ છે કે શું રતન ટાટા પોતાના પિતા દ્વારા સ્વીકારવામાં આવેલી જૂની શરતોને અવગણીને આ શેર સખાવતી સંસ્થાઓને આપી શકતા હતા?

મહારાષ્ટ્રના ચેરિટી કમિશનર અમોઘ કલોટીના નિર્ણય મુજબ, જો રતન ટાટાએ બહારની સખાવતી સંસ્થાઓને શેર ટ્રાન્સફર કરીને અગાઉથી નક્કી કરાયેલી શરતોનો ભંગ કર્યો હોય, તો નવાજબાઈ રતન ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આ મામલે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.

પરિવારની અંદર ઉકેલ લાવવાના પ્રયાસો

આ વિવાદને કોર્ટ સુધી લઈ જવાને બદલે પહેલા પરિવારની અંદર જ ઉકેલ લાવવાના પ્રયાસો થઈ શકે છે. NRTTના ટ્રસ્ટીઓ રતન ટાટાના વસિયતનામાના વહીવટકર્તાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી શકે છે.

NRTTના ટ્રસ્ટીઓમાં નોએલ ટાટા, વેણુ શ્રીનિવાસન અને વિજય સિંહનો સમાવેશ થાય છે. બીજી તરફ, રતન ટાટાએ પોતાના વસિયતનામાના અમલ માટે ડેરિયસ ખંભટ્ટા, મેહલી મિસ્ત્રી અને શિરીન જેજીભોય સહિત ચાર વહીવટકર્તાઓની નિમણૂક કરી હતી.

હાલમાં આ મામલે પરિવારની અંદર પરસ્પર ચર્ચા અને સમજૂતી દ્વારા ઉકેલ શોધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો વાતચીતથી ઉકેલ નહીં આવે તો મામલો કાયદાકીય માર્ગે આગળ વધી શકે છે.

કાયદાકીય નિષ્ણાતોમાં પણ મતભેદ

આ મામલે કાયદાકીય નિષ્ણાતોના મંતવ્યો પણ એકસરખા નથી. એક પક્ષનું માનવું છે કે જો પિતાએ કોઈ શરતો વિના પોતાની સંપૂર્ણ મિલકત પુત્રને આપી હોત, તો પુત્રનું વસિયતનામું તે મિલકત અંગે અંતિમ નિર્ણય લઈ શકત. પરંતુ નવલ ટાટાને શેર શરતો સાથે મળ્યા હોવાથી, તે શરતો આગળ તેમના પરિવારના સભ્યો પર પણ લાગુ પડી શકે છે.

બીજી તરફ, રતન ટાટાના વસિયતનામાનો મુસદ્દો તૈયાર કરનારા વકીલનું માનવું છે કે આ વસિયતનામાને પડકારવાનો પૂરતો આધાર નથી. તેમના મતે, રતન ટાટાએ શેર કોઈ ખાનગી વ્યક્તિને નહીં પરંતુ સખાવતી હેતુ માટે બનાવવામાં આવેલી સંસ્થાઓને આપ્યા છે. તેથી આ ટ્રાન્સફરને અલગ રીતે જોવાની જરૂર છે.

આ કારણે રતન ટાટાના આશરે ₹10,000 કરોડના શેરનો અંતિમ વારસો કોને મળશે અને તેમના વસિયતનામાની જોગવાઈઓ કેવી રીતે અમલમાં આવશે, તેના પર હવે સૌની નજર છે. આગામી સમયમાં ટ્રસ્ટીઓ અને વસિયતનામાના વહીવટકર્તાઓ વચ્ચેની ચર્ચા આ સમગ્ર મામલાની દિશા નક્કી કરી શકે છે.

સોનાના ભાવમાં ફરી ઉછાળો! 24 કેરેટ ₹1.56 લાખને પાર

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">