Diwali Offers Tata Group : દેશમાં એરલાઇન્સ લાંબા સમયથી માગમાં ઘટાડાનો સામનો કરી રહી છે. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ટાટા ગ્રુપની એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મે એક ખાસ ઓફર રજૂ કરી છે. આનું એક કારણ તહેવારોની સિઝનમાં માગમાં વધારો છે, જેથી ટિકિટનું વેચાણ વધુ સારું થાય. તેનો લાભ તે લોકો ઉઠાવી રહ્યા છે જેઓ દિવાળી અને છઠ પૂજા પર ઘરે જવા માટે સસ્તી ટિકિટો શોધી રહ્યા છે.
સામાન્ય રીતે દિવાળી અને છઠના અવસર પર દેશમાં એરલાઇન ટિકિટની માગ નોંધપાત્ર રીતે વધી જાય છે. જેના કારણે હવાઈ ભાડું અનેકગણું વધી જાય છે. પરંતુ આ વખતે અપેક્ષાઓથી વિપરીત એરલાઇન્સને દેશમાં એર ટિકિટનું વેચાણ ધીમું જોવા મળી રહ્યું છે.
આ વખતે તહેવારોની સિઝનમાં ટાટા ગ્રુપની એર ઈન્ડિયા એક્સપ્રેસમાં ટિકિટનું વેચાણ 27મી ઓક્ટોબર સુધી ચાલુ છે. આમાં 1 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધીની મુસાફરી માટે ટિકિટ 1606 રૂપિયા જેટલા ઓછા ભાડામાં ઉપલબ્ધ છે. ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ ixigoના સીઈઓ રજનીશ કુમાર કહે છે કે આ વખતે હવાઈ ભાડામાં 25 થી 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ એરલાઇન્સના અધિકારીઓનું કહેવું છે કે આ વખતે તહેવારોની સિઝનમાં પણ હવાઈ ભાડા સામાન્ય રહેવાની શક્યતા છે. કેટલાક ડોમેસ્ટિક રૂટ પરના હવાઈ ભાડામાં પણ ઘટાડો થયો છે.
એરલાઈન્સનું માનવું છે કે હજુ સુધી માગમાં કોઈ ઉછાળો આવ્યો નથી અને આગામી લગ્નની સીઝન સુધીમાં ટિકિટના વેચાણમાં વધારો થઈ શકે છે. એરલાઈન્સ કંપનીઓ પણ હવેથી ઓફરો લાવી રહી છે. જેથી ત્યાં સુધીમાં માગ ગયા વર્ષના સ્તરે પહોંચી જાય.
ગયા વર્ષે દિવાળી દરમિયાન ક્રિકેટ વર્લ્ડ કપ યોજાયો હતો અને ત્યાર બાદ લગ્નની સિઝન શરૂ થઈ હતી. આથી તહેવારોની સિઝન પછી પણ એર ટિકિટનું વેચાણ વધી ગયું હતું.
સરકારી ડેટા અનુસાર સામાન્ય રીતે 90 ટકાથી વધુ પેસેન્જર સીટો દેશના તહેવારોની સીઝનના પીક ટાઇમ દરમિયાન બુક કરવામાં આવે છે. પરંતુ હાલમાં 85 ટકાથી ઓછી ઓક્યુપન્સી જોવા મળી રહી છે. કદાચ આ તે થોડાં વર્ષોમાંનું એક છે જ્યારે એરલાઈન્સે તહેવારોની સિઝનમાં ઑફર્સ ઓફર કરી હોય.