Surat : સોડિયમ હાઈડ્રો સલ્ફાઇડના ભાવમાં 25 ટકાનો વધારો થતા પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી પરેશાન

TV9 GUJARATI

|

Updated on: Oct 14, 2021 | 8:25 AM

પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પૂરતા પ્રમાણમાં અત્યારે મળતો નથી. શોર્ટેજ ઉભી કરવામાં આવી હોવાની શંકા ઉધોગકારોને છે. સોડિયમ હાઈડ્રો સલ્ફાઇડ દેશમાં માત્ર ત્રણ કંપનીઓ જ બનાવે છે. અને આ ત્રણેય કંપનીઓએ ભેગા મળીને ભાવ વધારા માટે કાર્ટેલ રચી હોવાની શક્યતાઓ પણ ઉધોગકારો જોઈ રહ્યા છે.

Surat : સોડિયમ હાઈડ્રો સલ્ફાઇડના ભાવમાં 25 ટકાનો વધારો થતા પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી પરેશાન
Surat: 25 per cent hike in sodium hydro sulfide prices upsets processing industry

તહેવારોની(Festivals ) ખરીદીને કારણે માર્કેટમાં રોનક આવી છે. અને વેપારીઓ(Traders ) તેમજ પ્રોસેસર્સ (Processors )પાસે કામકાજમાં પણ વધારો આવે છે. અને ઇન્ડસ્ટ્રીઝ પણ પાછી ધમધમવા માંડી છે. ત્યારે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે એક નવી સમસ્યા સોડિયમ હાઈડ્રો સલ્ફાઇડના ભાવમાં વધારા અંગેની છે. માત્ર અઢી મહિનામાં જ આ રો મટિરિયલના ભાવમાં 25 ટકાનો તોતિંગ વધારો થઇ ગયો છે.

પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને રો મટિરિયલ્સના ભાવમાં થતો વધારો અવારનવાર હેરાન કરે છે. રો મટિરિયલ્સના ભવાં વધારાના કારણે પડતરમાં વધારો થાય છે. જે અસ્તિત્વ ટકાવવા સામે મોટો પડકાર ઉભો કરે છે. સોડિયમ હાઈડ્રો સલ્ફાઇડ પ્રોસેસિંગમાં વપરાતું એક મુખ્ય મટીરીયલ્સ છે. જેના ભાવ જુલાઈમાં 93 રૂપિયા હતા, જે 15 સપ્ટેમ્બર સુધી વધીને 118 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પૂરતા પ્રમાણમાં અત્યારે મળતો નથી. શોર્ટેજ ઉભી કરવામાં આવી હોવાની શંકા ઉધોગકારોને છે. સોડિયમ હાઈડ્રો સલ્ફાઇડ દેશમાં માત્ર ત્રણ કંપનીઓ જ બનાવે છે. અને આ ત્રણેય કંપનીઓએ ભેગા મળીને ભાવ વધારા માટે કાર્ટેલ રચી હોવાની શક્યતાઓ પણ ઉધોગકારો જોઈ રહ્યા છે. જો કે ઉધોગકારો માટે બીજી સૌથી મોટી ચિંતા સોડિયમ હાઈડ્રો સલ્ફાઇડ બનાવતી કંપનીએ સરકારમાં તાજેતરમાં જ ચીનથી આવતા આ પ્રોડક્ટ માટે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લડવાની ભલામણ કરી તે પણ છે.

આ પ્રકારની ડ્યુટી કોઈપણ કાળે લાગુ પડવી જોઈએ નહિ તેવી પણ લાગણી ઉધોગકારોની છે. મટિરિયલ્સના શોર્ટ સપ્લાય અને ભાવમાં તોતિંગ વધારા અંગે પ્રોસેસર નું કહેવું છે કે કંપની માલનો સપ્લાય આપી શક્તિ નહીં હોય તો એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવા માટે શા માટે રજુઆત કરે છે ? ચીનથી આવતો માલ અટકાવવો છે. અને બીજી બાજુ કંપનીઓ પણ ઉધોગોને માલ પૂરતા પ્રમાણમાં આપી શકતી નથી.

આમ, એક બાજુ કોરોના પછી માંડ માંડ ઉધોગોની ગાડી પાટા પર આવી રહો છે તો બીજી તરફ રો મટિરિયલ્સના ભાવમાં થતો તોતિંગ વધારો ઉધોગકારોને પરેશાન કરી રહ્યું છે. જોવાનું એ રહેશે કે આ બાબતે હવે સુખદ નિરાકરણ ક્યારે આવે છે.

આ પણ વાંચો : Surat: ફ્લાઈટો શરૂ થતાં જ સુરતી ઘારીની ‘ડિમાન્ડ’ વધી, વિદેશોથી ઓર્ડર આવવાના શરૂ

આ પણ વાંચો : Golden Ghari: સુરતમાં મળતી સોનાની આ ઘારીને ખાવી કે જોવી? કિંમત જાણશો તો ચોંકી જશો

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati