AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambaniને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો! Amazon-Future ડીલમાં Amazonની તરફેણમાં ચુકાદો આવ્યો, જાણો વિગતવાર

સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કહ્યું કે રિલાયન્સ રિટેલ સાથે ફ્યુચર રિટેલનો 3.4 અબજ ડોલરનો સોદો આર્બિટ્રેટરના નિર્ણયને લાગુ કરવા માટે યોગ્ય છે. આર્બિટ્રેટરે આ ડીલ પર સ્ટે ઓર્ડર જારી કર્યો હતો જે અંતર્ગત ફ્યુચર રિટેલે પોતાનો સમગ્ર વ્યવસાય રિલાયન્સ રિટેલને વેચી દીધો હતો.

Mukesh Ambaniને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો! Amazon-Future ડીલમાં Amazonની તરફેણમાં ચુકાદો આવ્યો, જાણો વિગતવાર
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 11:59 AM
Share

Amazon Future Deal: મુકેશ અંબાણી(Mukesh Ambani)ની રિલાયન્સ રિટેલ(Reliance Retail) અને કિશોર બિયાની(Kishore Biyani)ના ફ્યુચર ગ્રુપ (Future Group)વચ્ચેના 24,713 કરોડ રૂપિયાના સોદામાં મુકેશ અંબાણીને મોટો આંચકો લાગ્યો છે. આ સોદાની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં થઈ હતી. સુપ્રીમ કોર્ટે એમેઝોન(Amazon)ની તરફેણમાં ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ કેસમાં ઇમરજન્સી આર્બિટ્રેટર(Emergency Arbitrator)નો નિર્ણય લાગુ કરવા યોગ્ય છે. ઇમરજન્સી આર્બિટ્રેટરે ફ્યુચર રિટેલના સોદા પર સ્ટે ઓર્ડર જારી કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કહ્યું કે રિલાયન્સ રિટેલ સાથે ફ્યુચર રિટેલનો 3.4 અબજ ડોલરનો સોદો આર્બિટ્રેટરના નિર્ણયને લાગુ કરવા માટે યોગ્ય છે. આર્બિટ્રેટરે આ ડીલ પર સ્ટે ઓર્ડર જારી કર્યો હતો જે અંતર્ગત ફ્યુચર રિટેલે પોતાનો સમગ્ર વ્યવસાય રિલાયન્સ રિટેલને વેચી દીધો હતો. એમેઝોને રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચેની આ ડીલનો અલગ અલગ કોર્ટમાં વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેટર સેન્ટર (SIAC) ને ઇમરજન્સી આર્બિટ્રેટર કહેવામાં આવે છે.

રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચે ઓગસ્ટ 2020 માં સોદો થયો હતો સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેટરે ઓક્ટોબર 2020 માં રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચેના સોદા પર સ્ટે ઓર્ડર જારી કર્યો હતો. આ સાથે ત્રણ સભ્યોની પેનલ પણ બનાવવામાં આવી હતી. અત્યાર સુધી આ પેનલે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો નથી. ઓગસ્ટ 2020 માં રિલાયન્સ રિટેલે ફ્યુચર ગ્રુપના રિટેલ, જથ્થાબંધ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ વ્યવસાયો ખરીદવાની જાહેરાત કરી.

જાણો એમેઝોનનો વિરોધ શું છે એમેઝોને ડિસેમ્બર 2019 માં ફ્યુચર રિટેલની પ્રમોટર કંપની ફ્યુચર કૂપન્સમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. ઓગસ્ટ 2020 માં, જ્યારે ફ્યુચર ગ્રુપે રિલાયન્સ રિટેલને પોતાનો સમગ્ર રિટેલ બિઝનેસ વેચવાનો નિર્ણય કર્યો ત્યારે એમેઝોને તેનો વિરોધ કર્યો હતો. એમેઝોને કહ્યું કે આ ફ્યુચર-એમેઝોન વચ્ચેના કરારની વિરુદ્ધ છે. આ પછી એમેઝોને આ સોદા વિરુદ્ધ જુદી જુદી અદાલતોમાં અપીલ દાખલ કરી હતી. ઓક્ટોબરમાં SIAC એ એમેઝોનની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો.

RIL ના શેરમાં અઢી ટકાનો ઘટાડો આ સમાચાર બહાર આવ્યા બાદ રિલાયન્સના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે ૧૧:૪૫ વાગ્યે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર ૨.૪૮ ટકા મુજબ રૂ. ૫૨.૮૫ ઘટીને રૂ. 2,081.40 ના સ્તરે આવી ગયો. રિલાયન્સના ઘટાડાને કારણે બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સમયે સેન્સેક્સ ૨૨૦ પોઈન્ટના ઘટાડા સાથે 54,272.43 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. રિલાયન્સ હાલમાં સેન્સેક્સમાં TOP LOSER છે.

આ પણ વાંચો :  RBI Monetary Policy: વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કરાયો, જાણો શું કહ્યું RBI ગવર્નરે

આ પણ વાંચો :  LPG Portability : હવે તમે પસંદગીના ડિસ્ટ્રીબ્યુટર પાસે LPG Cylinder મંગાવી શકશો , જાણો નિયમમાં શું બદલાવ કરી રહી છે સરકાર

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">