સુપ્રીમ કોર્ટે LIC ના IPO ઉપર રોક લગાવવાનો ઇન્કાર કર્યો, કેન્દ્રને પાઠવી નોટિસ

સુપ્રીમ કોર્ટે LIC ના IPO ઉપર રોક લગાવવાનો ઇન્કાર કર્યો, કેન્દ્રને પાઠવી નોટિસ
Supreme Court

LIC IPO: દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઇસીનો (IPO) 4 મેના રોજ ખૂલ્યો હતો તથા 9મી મેના રોજ બંધ થયો તે સમયે LICનો IPO આશરે 3 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

May 12, 2022 | 5:21 PM

LIC IPO: દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઇસીનો IPO 4 મેના રોજ ખૂલ્યો હતો તથા 9મી મેના રોજ બંધ થયો તે સમયે (LIC)નો (IPO) આશરે 3 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા ભારતીય જીવન વીમા નિગમ (LIC)ના IPO પર રોક લગાવવાનો ઇન્કાર કરતા કોઈ પણ વચગાળાની રાહત આપવાનો ઇન્કાર કર્યો છે. સાથે જ કેન્દ્ર દ્વારા તેને નાણાકીય અધિનિયમ 2021ને ધન વિધેયકના રૂપમાં પસાર કરવાના મુદ્દાને પડકાર આપનારા આ મુદ્દાને બંધારણની પીઠ સમક્ષ પેન્ડિંગ કેસ સાથે ટેગ કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા માટે અને કેન્દ્રના જવાબ ઉપર એક સોગંદનામું દાખલ કરવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. LICની પાંચ ટકા ભાગીદારીને કેન્દ્ર સરકારે શેરના રૂપમાં જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. જેની સામે મદ્રાસની હાઇકોર્ટે તેમજ બોમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જ્યાં બોમ્બે અને મદ્રાસ હાઇકોર્ટે અરજીકર્તાઓની અરજી ફગાવી દીધી હતી. આથી હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

અરજીકર્તા તરફથી વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે જણાવ્યું હતું કે આ જનતાના પૈસા છે. જેને હવે LIC નું નાણું બનાવવામાં આવી રહ્યું છે. હવે એલઆઇસીના પોલિસી ધારકોના નાણા શેર ધારકોને આપવામાં આવશે. હાઇકોર્ટે જોયું કે 73 લાખ આવેદકોએ આઇપીઓને સબસ્ક્રાઇબ કર્યો હતો. જેનાથી સરકારને લગભગ 22, 500 કરોડ રૂપિયા મળવાની આશા છે.

શું છે આખો મુદ્દો?

એલઆઇસીની પોલિસી ધારક પોનમ્મલે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે એલઆઇસીમાં ભાગીદારીના વેચાણ માટે અધિનિયમમાં પરિવર્તન કરીને મની બિલને ખોટી રીતે અપનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 110 હેઠળ ધન વિધેયક લાવીને નિયમોમાં પરિવર્તન કરવામાં આવ્યા છે. જે બાબત મની બિલની પરિભાષામાં આવતા નથી. જોકે માર્ચ મહિનામાં મદ્રાસ હાઇકોર્ટે સાર્વજનિક વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમમાં સરકારી ભાગીદારી વેચવા માટે નાણા વિધેયક તથા એલઆઇસી અધિનિયમમાં કરવામાં આવેલા બદલાવને પડકારતી અરજી ફગાવી દીધી હતી.

આજે અલોટમેન્ટ થઈ શકે છે

LIC ના આઇપીઓના શેરનું આજે અલોટમેન્ટ થઈ શકે છે અને એલઆઇસીના શેરનું લિસ્ટીંગ 17મી મેના રોજ થવાની શક્યતા છે. એલઆઇસીના આઇપીઓ હેઠળ 16, 20, 78,067 શેર રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ તેની સરખામણીએ 2.95 ગણી બોલી લાગી હતી. તો QIB કેટેગરીના શેરને 2.83 ગણું સબસ્ક્રીપ્શન પણ મળ્યું હતું. આ કેટેગરી માટે આરક્ષિત 3.95 કરોડ શેર માટે 11. 20 કરોડની બોલી લાગી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati