Sugar Price: તહેવાર પહેલા મોટો ઝટકો, ખાંડના ભાવમાં થયો વધારો, 6 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે

ખાંડના ભાવમાં થયેલા વધારા બાદ વેપારીઓ અને ઉત્પાદકોએ ચિંતા વ્યક્ત કરી છે. વેપારીઓ અને ઉત્પાદકોનું કહેવું છે કે દેશના મુખ્ય ખાંડ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશથી ઓછો વરસાદ થયો છે, જે શેરડીના ઉત્પાદનને અસર કરી શકે છે. જો પાકની સીઝન 2023-24માં શેરડીનું ઉત્પાદન ઘટશે તો ખાંડ વધુ મોંઘી થઈ શકે છે.

Sugar Price: તહેવાર પહેલા મોટો ઝટકો, ખાંડના ભાવમાં થયો વધારો, 6 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે
Sugar Price
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 7:19 PM

દેશમાં મોંઘવારી (Inflation) ઓછી થવાનું નામ નથી લઈ રહી. કઠોળ, ચોખા, ઘઉં, ટામેટા અને લીલા શાકભાજી બાદ હવે ખાંડ (Sugar Price) ફરી એકવાર મોંઘી થઈ ગઈ છે. છેલ્લા 15 દિવસમાં તેની કિંમતમાં 3 ટકાનો વધારો થયો છે. જેના કારણે છૂટક બજારમાં પણ ખાંડના ભાવ મોંઘા થયા છે. મંગળવારે ખાંડના ભાવ વધીને રૂ. 37,760 ($454.80) પ્રતિ મેટ્રિક ટન થયા, જે ઓક્ટોબર 2017 પછી સૌથી વધુ છે. ખાસ વાત એ છે કે ખાંડની કિંમતમાં 3 ટકાના વધારાને કારણે તેની કિંમત છેલ્લા 6 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી છે.

ખાંડના ભાવમાં થયેલા વધારા બાદ વેપારીઓ અને ઉત્પાદકોએ ચિંતા વ્યક્ત કરી છે. વેપારીઓ અને ઉત્પાદકોનું કહેવું છે કે દેશના મુખ્ય ખાંડ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશથી ઓછો વરસાદ થયો છે, જે શેરડીના ઉત્પાદનને અસર કરી શકે છે. જો પાકની સીઝન 2023-24માં શેરડીનું ઉત્પાદન ઘટશે તો ખાંડ વધુ મોંઘી થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે ખાંડના ભાવમાં વધારાને કારણે છૂટક મોંઘવારી દર વધી શકે છે.

ખેડૂતોને સમયસર મળશે રૂપિયા

બોમ્બે સુગર મર્ચન્ટ્સ એસોસિયેશનના પ્રમુખ અશોક જૈને જણાવ્યું હતું કે, જો સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ નહીં પડે તો દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે. તેના કારણે શેરડીનું ઉત્પાદન ઘટી શકે છે, જેના કારણે ખાંડના ભાવમાં વધુ વધારો થશે. ડીલરોએ જણાવ્યું હતું કે, ખાંડના ભાવમાં વધારો દ્વારિકેશ સુગર, શ્રી રેણુકા સુગર્સ, બલરામપુર ચીની અને દાલમિયા ભારત સુગર જેવા ઉત્પાદકોના માર્જિનમાં સુધારો કરશે. જેના કારણે તેઓ ખેડૂતોને સમયસર ચૂકવણી કરી શકશે.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

મોંઘવારીનો માર સહન કરવો પડશે

ખાંડ ઉત્પાદનની નવી સિઝન 1 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ઓછા વરસાદને કારણે ખાંડના ઉત્પાદનમાં 3.3 ટકાનો ઘટાડો થવાની ધારણા છે. જેના કારણે ખાંડનું ઉત્પાદન 31.7 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચી શકે છે. તેથી જનતાને ફરી એકવાર મોંઘવારીનો માર સહન કરવો પડશે.

આ પણ વાંચો : Investment Tips: ગવર્મેન્ટ સિક્યોરિટીઝ અને ટ્રેઝરી બિલમાં રોકાણ કરવું બન્યું સરળ, સરકાર આપશે ગેરેન્ટેડ રીટર્ન

પુરવઠાની અસરને કારણે ભાવ વધશે

અશોક જૈનના મતે જો ખાંડની કિંમત આ રીતે વધતી રહેશે તો કેન્દ્ર સરકાર તેની નિકાસ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય પણ લઈ શકે છે. જેથી સ્થાનિક બજારમાં તેની કિંમતો ઘટાડી શકાય. મુંબઈ સ્થિત એક વેપારીએ જણાવ્યું હતું કે, આગામી મહિનામાં ખાંડના ભાવમાં વધુ વધારો થઈ શકે છે કારણ કે સ્ટોક ઘટી રહ્યો છે. તહેવારોની સિઝનમાં ખાંડનો વપરાશ વધશે. તેથી સપ્લાય પ્રભાવિત થવાને કારણે ભાવ વધશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
g clip-path="url(#clip0_868_265)">