Udayshivakumar Infra IPO : આજે વધુ એક કંપની રોકાણ માટેની તક લાવી, જાણો યોજના વિશે વિગતવાર
Udayshivakumar Infra IPO : ઉદયશિવકુમાર ઇન્ફ્રા રોડ બાંધકામના ક્ષેત્રમાં કામ કરે છે અને સરકારી વિભાગો સહિત રસ્તાઓ, પુલ, નહેરો અને ઔદ્યોગિક વિસ્તાર બાંધકામ પ્રોજેક્ટ્સ માટે બિડિંગ હાથ ધરે છે. આ મુખ્યત્વે કર્ણાટકમાં કાર્યરત કંપની છે.

Udayshivakumar Infra IPO: આજે કન્સ્ટ્રક્શન ફર્મ ઉદયશિવકુમાર ઇન્ફ્રા લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું એટલેકે IPO રોકાણકારો માટે ખુલ્યો છે. આજથી આ IPO 23મી માર્ચ સુધી ખુલ્લો રહેશે. આજથી ખુલેલા IPO માં રોકાણકારો 20 માર્ચથી 23 માર્ચ સુધીના ત્રણ દિવસ માટે રોકાણ કરી શકે છે. રોકાણ પહેલા પ્રાઇસ બેન્ડનો પ્રશ્ન જરૂર મનમાં આવે છે ત્યારે IPOની પ્રાઇસ બેન્ડ 33 થી 35 રૂપિયા પ્રતિ શેર જાહેર કરવામાં આવી છે. IPOમાં સબ્સ્ક્રાઇબર્સ એક લોટમાં અરજી કરવાની રહેશે. આ ઉપરાંત IPOના એક લોટમાં કંપનીના 428 શેર પ્રાપ્ત થઈ રહ્યા છે.
Udayshivakumar Infra IPO ની અગત્યની માહિતી
| IPO Information | Detail |
| IPO Date | Mar 20, 2023 to Mar 23, 2023 |
| Face Value | ₹10 per share |
| Price | ₹33 to ₹35 per share |
| Lot Size | 428 Shares |
| Total Issue Size | [.] shares (aggregating up to ₹66.00 Cr) |
| Fresh Issue | [.] shares (aggregating up to ₹66.00 Cr) |
| Issue Type | Book Built Issue IPO |
| Listing At | BSE, NSE |
કંપની IPOમાંથી કેટલા નાણાં એકત્ર કરશે?
કંપની આઈપીઓ દ્વારા રૂ. 66 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે અને કંપનીનો આ નાનો ઈશ્યુ છે પરંતુ કંપની આ આઈપીઓમાંથી મળેલી રકમનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ ધ્યેયો માટે કરવા જઈ રહી છે.
કંપનીના શેરના GMP વિશે જાણો
શનિવારે, કંપનીના શેર્સ ગ્રે માર્કેટમાં રૂ. 10ના પ્રીમિયમ પર ઉપલબ્ધ હતા અને એવી ધારણા છે કે આજે આઇપીઓ ખૂલવાની સાથે તેનો જીએમપી વધુ વધી શકે છે.
શેરની ફાળવણી અને લિસ્ટિંગ ક્યારે થઈ શકે?
બજારના નિષ્ણાતોના અનુસાર ઉદયશિવકુમાર ઇન્ફ્રા લિમિટેડના શેરની ફાળવણી 28 માર્ચ, 2023ના રોજ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. શેરબજારમાં 3 એપ્રિલ 2023ના રોજ લિસ્ટિંગ થવાનીશક્યતા છે.કંપનીના શેર NSE અને BSE બંને એક્સચેન્જો પર લિસ્ટ થવા જઈ રહ્યા છે.
આ ઈશ્યુના સત્તાવાર રજિસ્ટ્રાર તરીકે MAS સર્વિસિસ લિમિટેડની નિમણૂક કરવામાં આવી છે.
જાણો કંપની વિશે
ઉદયશિવકુમાર ઇન્ફ્રા રોડ બાંધકામના ક્ષેત્રમાં કામ કરે છે અને સરકારી વિભાગો સહિત રસ્તાઓ, પુલ, નહેરો અને ઔદ્યોગિક વિસ્તાર બાંધકામ પ્રોજેક્ટ્સ માટે બિડિંગ હાથ ધરે છે. આ મુખ્યત્વે કર્ણાટકમાં કાર્યરત કંપની છે.
Udayshivakumar Infra IPO ની અગત્યની તારીખ
| Event | Tentative Date |
|---|---|
| Opening Date | Mar 20, 2023 |
| Closing Date | Mar 23, 2023 |
| Basis of Allotment | Mar 28, 2023 |
| Initiation of Refunds | Mar 29, 2023 |
| Credit of Shares to Demat | Mar 31, 2023 |
| Listing Date | Apr 3, 2023 |
| UPI Mandate Confirmation Cut-Off Time | 5.00 PM on the issue closing day |