આજે Anand Rathi Wealth IPO સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે, જાણો GMP ની શું છે સ્થિતિ
આનંદ રાઠી વેલ્થે બજારમાંથી રૂ 660 કરોડ એકત્ર કર્યા છે. કંપનીએ તેના IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 530 થી 550 પ્રતિ શેર નક્કી કરી હતી. 2 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન આનંદ રાઠી વેલ્થનો IPO ખુલ્યો હતો.

Anand Rathi Wealth IPO Listing : આનંદ રાઠી ફાઇનાન્શિયલ સર્વિસિસ(Anand Rathi Financial Services)ની વેલ્થ મેનેજમેન્ટ કંપની આનંદ રાઠી વેલ્થ લિ.(Anand Rathi Wealth Ltd)નો IPO આજે મંગળવાર 14 ડિસેમ્બરે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઇ રહ્યો છે. કંપનીનો IPO 10 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો છે.
660 કરોડનો IPO આનંદ રાઠી વેલ્થે બજારમાંથી રૂ 660 કરોડ એકત્ર કર્યા છે. કંપનીએ તેના IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 530 થી 550 પ્રતિ શેર નક્કી કરી હતી. 2 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન આનંદ રાઠી વેલ્થનો IPO ખુલ્યો હતો. QIB નો હિસ્સો ઇશ્યૂ સાઈઝ કરતાં 2.5 ગણો, બિન-સંસ્થાકીય રોકાણકારોના ક્વોટા કરતાં 25.42 ગણો અને છૂટક રોકાણકારોના ક્વોટા કરતાં 7.76 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે.ઘણા બ્રોકરેજ હાઉસે IPOમાં રોકાણ કરવાનું સૂચન કર્યું હતું.
ગ્રે માર્કેટમાં સ્થિતિ આનંદ રાઠી વેલ્થનો આઈપીઓ હાલમાં ગ્રે માર્કેટમાં નજીવા વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. ગ્રે માર્કેટ આનંદ રાઠી વેલ્થ શેર દીઠ રૂ 50ના પ્રીમિયમ દરે ટ્રેડિંગ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે કંપનીના શેર સ્ટોક એક્સચેન્જમાં રૂ 6,00ની આસપાસ શેરબજારમાં લિસ્ટ થઈ શકે છે.
શેર OFS હેઠળ વેચવામાં આવશે IPOમાં નવા શેર જારી કરવામાં આવ્યા ન હતા. ઓફર ફોર સેલ હેઠળ કંપનીના પ્રમોટરો અને વર્તમાન શેરધારકો દ્વારા 1.2 કરોડ ઈક્વિટી શેરનું વેચાણ કરવામાં આવ્યું છે. OFS હેઠળ આનંદ રાઠી ફાઇનાન્શિયલ સર્વિસિસ દ્વારા 92.85 લાખ ઇક્વિટી શેર વેચવામાં આવ્યા હતા.
કંપની વિશે જાણો આનંદ રાઠી વેલ્થ ફાઇનાન્શિયલ સર્વિસિસ મ્યુચ્યુઅલ ફંડ વિતરણ અને નાણાકીય ઉત્પાદનોના વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપનીએ નાણાકીય વર્ષ 2002માં AMFI રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર તરીકે કામગીરી શરૂ કરી હતી. 31 માર્ચ 2019 થી 31 ઓગસ્ટ 2021 સુધીમાં કંપનીની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 22.74 ટકા વધીને રૂ. 302.09 અબજ થઈ છે.
Tega Industries ને મળ્યું જોરદાર લિસ્ટિંગ Tega Industries IPO નું નામ શાનદાર લિસ્ટિંગના લિસ્ટમાં જોડાઈ ગયું છે. સોમવાર, 13 ડિસેમ્બરે, પોલિમર આધારિત મિલ લાઇનર્સ બનાવતી બીજી સૌથી મોટી કંપની ટેગા ઇન્ડસ્ટ્રીઝના શેરનું લિસ્ટિંગ મજબૂત હતું. કંપનીના શેર ઇશ્યૂ કિંમત કરતાં 66.23%ના પ્રીમિયમ સાથે BSE પર રૂ. 753 પર લિસ્ટેડ છે. કંપનીના શેર ઇશ્યૂ કિંમત કરતાં 67.77% ના પ્રીમિયમ સાથે NSE પર રૂ. 760 પર લિસ્ટ થયા છે. તેગા ઇન્ડસ્ટ્રીઝના શેરની ઇશ્યૂ પ્રાઇસ રૂ. 453 હતી.
કંપનીનો ઇશ્યુ 1 ડિસેમ્બરે ખુલ્યો હતો અને 3 ડિસેમ્બરે બંધ થયો હતો. રોકાણકારોએ તેના IPOમાં ઘણો રસ દર્શાવ્યો હતો અને તેનો ઇશ્યૂ 219 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. 2021 માં આવેલા IPOની સંખ્યામાં તે મહત્તમ સબ્સ્ક્રિપ્શન્સના આધારે ત્રીજા નંબરે છે.
આ પણ વાંચો : ફાઈવ સ્ટાર હોટલ ‘THE ASHOK ‘ ખાનગી કંપનીના હાથમાં સોંપાશે, જાણો કઈ કઈ હોટેલો છે સરકારની યાદીમાં
આ પણ વાંચો : Multibagger Stock: રોકાણકારોના 1 લાખ રૂપિયા 3 વર્ષમાં બન્યા 5.67 કરોડ, શું છે આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં?