AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Update : શેરબજારમાં જબરદસ્ત વેચાણ વચ્ચે આ શેર્સ 10 ટકા સુધી તૂટ્યા, કરો એક નજર આજના TOP LOSERS ઉપર

ખરાબ વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Stock Market)માં આજે પ્રારંભિક કડાકો બોલ્યો હતો. Sensex 1100 અને Nifty 326 અંક તૂટ્યા છે. ગઈકાલે અમેરિકાના બજારમાં કડાકાની અસર વિશ્વભરના બજારો ઉપર દેખાઈ હતી જેમાં ભારત પણ બાકાત રહ્યું ન હતું.

Stock Update : શેરબજારમાં જબરદસ્ત વેચાણ વચ્ચે આ શેર્સ 10 ટકા સુધી તૂટ્યા, કરો એક નજર આજના TOP LOSERS ઉપર
પ્રારંભિક કારોબારમાં ઘટાડો દેખાયો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 10:49 AM
Share

Stock Update : સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે શેરબજાર(Stock Market)માં  સેન્સેક્સ અને નિફ્ટી મોટા  ઘટાડા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ(Sensex Today) 1,138 પોઈન્ટ ઘટીને 53,070 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી(Nifty Today) 323 પોઈન્ટ ઘટીને 15,917 પર કારોબાર શરૂ કર્યો  હતો. આજે સૌથી વધુ ઘટાડો મેટલ અને આઈટીના શેરમાં થયો છે. સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા, ઇન્ફોસીસ, બજાજ ફાઇનાન્સ અને વિપ્રો નુકસાનમાં રહ્યા  છે.આજે  ITC આજે 3 વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તેનો શેર BSE પર રૂ. 8.9 અથવા 3.3% વધીને 274.4 પર પહોંચ્યો હતો.

Nifty 50 TOP LOSERS

Company Name Prev Close % Loss
Tech Mahindra 1,172.05 -4.01
Wipro 481.25 -3.79
Infosys 1,509.20 -3.76
HCL Tech 1,073.70 -3.6
IndusInd Bank 903.15 -3.21

તમામ સેક્ટર ઇન્ડેક્સ લાલ નિશાન પર

માર્કેટમાં ઘટાડો એવો આવ્યો  કે આજે તમામ સેક્ટરમાં નુકસાન છે. આઈટી, મેટલ, રિયલ્ટી અને જાહેર ક્ષેત્રની બેંકો એટલે કે PSB માં મહત્તમ 3 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય મીડિયા, ફાઈનાન્સિયલ, બેંક અને ઓટો સેક્ટરના શેરો પણ લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. FMCG સેક્ટરમાં 0.5 ટકાની ખોટ દેખાઈ રહી છે.

SENSEX TOP LOSERS

Company Name Last Price % Loss
Tech Mahindra 1,124.10 -4.12
Infosys 1,451.00 -3.89
Wipro 462.65 -3.86
HCL Tech 1,035.30 -3.6
TCS 3,339.30 -3.18

1629 શેરમાં વેચવાલી

વૈશ્વિક બજારોના ખરાબ સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું અને સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો.  આજના ટ્રેડિંગ સેશન દરમિયાન 370 શેરમાં ખરીદી જોવા મળી રહી છે, જ્યારે 1629 શેરમાં વેચવાલી જોવા મળી રહી છે અને 73 શેરમાં કોઈ ફેરફાર થયો નથી.

આ શેર્સ 10 ટકાથી વધુ તૂટ્યા

Company Prev Close (Rs) % Change
Agarwal Industrial C 622.3 -11.64
Manappuram Finance 104.6 -10.8
Ridings Consulting 5.9 -10
Promact Impex 4.3 -10
Garment Mantra Life 7.5 -10
Real Eco-Energy 14.5 -10
Athena Constructions 16.4 -10

કડાકા સાથે કારોબારની શરૂઆત

ખરાબ વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Stock Market)માં આજે પ્રારંભિક કડાકો બોલ્યો હતો. Sensex 1100 અને Nifty 326 અંક તૂટ્યા છે. ગઈકાલે અમેરિકાના બજારમાં કડાકાની અસર વિશ્વભરના બજારો ઉપર દેખાઈ હતી જેમાં ભારત પણ બાકાત રહ્યું ન હતું. આજે સેન્સેક્સના કારોબારની શરૂઆત 53,070.30 ઉપર થઇ હતી ઇન્ડેક્સ 53,356.04 સુધી ઉપલા સ્તરે ગયો હતો પણ જબરદસ્ત વેચવાલીના કારણે તે 53,053.75 સુધી પટકાયો હતો. નિફ્ટી પણ 300 અંક નીચે 15,904.65 સુધી નીચલા સ્તરે દેખાયો હતો. બુધવારે નિફ્ટી પણ 19 પોઈન્ટના ઘટાડા સાથે 16,240 પર બંધ રહ્યો હતો.

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">