AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Update : ઓમિક્રોનના ભયની અસરના કારણે રોકાણકારોએ કારોબારની પહેલી મિનિટમાં 5.53 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા

સેન્સેક્સના લગભગ તમામ સૂચકાંકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ઘટાડામાં છે.

Stock Update : ઓમિક્રોનના ભયની અસરના કારણે રોકાણકારોએ કારોબારની પહેલી મિનિટમાં 5.53 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Investors lose Rs 5.53 lakh crore in first 60 second
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 10:07 AM
Share

Stock Update : નબળા વૈશ્વિક સેન્ટિમેન્ટ વચ્ચે શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસોએ રોકાણકારોને સાવચેત કર્યા છે. આજના કારોબારમાં, સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ભારે ઘટાડામાં છે. સેન્સેક્સ 30ના 29 શેરો લાલ નિશાનમાં છે. ટોપ લૂઝર્સમાં SBIN, M&M, HDFCBANK, BAJFINANCE, ULTRACEMCO, TATASTEEL, BAJAJFINSV, AXISBANK, LT અને KOTAKBANK નો સમાવેશ થાય છે.

સેન્સેકસ 494 પોઈન્ટ નીચે ખુલ્યો બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ આજે 494 પોઈન્ટ ઘટીને 56,517 પર ખુલ્યો હતો. જો કે તેણે પહેલી જ મિનિટમાં 56,104 ની નીચી સપાટી બનાવી હતી. સેન્સેક્સના 30 શેરોમાં માત્ર એકજ  શેરમાં વૃદ્ધિ છે. બાકીના 29 શેરમાં ભારે ઘટાડો છે. ટાટા સ્ટીલ 3% થી વધુ નીચે છે જ્યારે SBI, HDFC બેન્ક, IndusInd Bank, Bajaj Finserv, Mahindra & Mahindra, UltraTech, Axis Bank, Bajaj Finance, Airtel, Tech Mahindra જેવા શેર 2-2% થી વધુ તૂટ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 48 શેરો ઘટાડામાં છે અને માત્ર 2 શેરો ફાયદામાં છે. ઓમિક્રોનના ભયના કારણે રોકાણકારોએ પહેલી એક મિનિટમાં રૂ. 5.53 લાખ કરોડ ગુમાવ્યા

આ શેર્સમાં નુકસાન મારુતિ, એનટીપીસી, કોટક બેંક, રિલાયન્સ, આઈટીસી, ટાઇટનના શેર પણ 2-2%થી વધુના નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સના લગભગ તમામ સૂચકાંકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ઘટાડામાં છે. મોટા ઘટાડામાં ટાટા મોટર્સના શેર 4, JSW 4, ટાટા સ્ટીલ 3.50, SBI 3.32 અને ઇન્ડસઇન્ડ બેન્ક 3 ટકા ઘટ્યા હતા. સિપ્લા અને વિપ્રો ફાયદામાં ટ્રેડ કરી રહ્યાં છે. આ પહેલા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ શુક્રવારે 889 પોઈન્ટ ઘટીને 57,011 પર બંધ થયો હતો. ઈન્ડસઈન્ડ બેંકનો શેર 4.71% ડાઉન હતો. માર્કેટ કેપમાં રૂ. 4.55 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

બજારમાં કડાકાના મુખ્ય કારણો

  • ઓમિક્રોનના કેસમાં વધારો ઘટાડાનું મુખ્ય કારણ છે
  • વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી અને મધ્યસ્થ બેન્ક દ્વારા વ્યાજ દરમાં વધારો થવાની આશંકા છે. વિદેશી રોકાણકારો (FII) એ છેલ્લા 40 દિવસમાં બજારમાંથી રૂ. 80,000 કરોડ પાછા ખેંચી લીધા છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે અચાનક રેટ 0.15 થી વધારીને 0.25% કરીને આશ્ચર્યચકિત કરી દીધી છે.

આ પણ વાંચો : Share Market : શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં કડાકો બોલ્યો, Sensex 1000 અંક તૂટ્યો

આ પણ વાંચો : ITR : 31 ડિસેમ્બર સુધીમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નહિ કરનારે આ લાભ ગુમાવવા પડશે, જાણો સંપૂર્ણ માહિતી

Follow Us
રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ
રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ
સમગ્ર કેરળમાં આજથી બેસી ગયું નૈઋત્યનુ ચોમાસુ
સમગ્ર કેરળમાં આજથી બેસી ગયું નૈઋત્યનુ ચોમાસુ
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથડી
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથડી
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
g clip-path="url(#clip0_868_265)">