Stock Update : વર્ષના પહેલા કારોબારી દિવસે શેર્સમાં કેવી છે હલચલ? જાણો અહેવાલમાં

શુક્રવારે શેરબજારમાં સપ્તાહ, મહિના અને વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 459 પોઈન્ટ (0.80%) વધીને 58,253 પર બંધ થયો હતો.

Stock Update : વર્ષના પહેલા કારોબારી દિવસે શેર્સમાં કેવી છે હલચલ? જાણો અહેવાલમાં
Dalal Street
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 10:17 AM

Stock Update :  વર્ષના પ્રથમ ટ્રેડિંગ દિવસે આજે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ ઉપલા સ્તરે 58,744.53 પર પહોંચ્યો હતો. અગાઉ વર્ષ 2021ના અંતિમ દિવસે શુક્રવારે બજાર વધારા સાથે બંધ રહ્યું હતું. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ આજે 57 પોઈન્ટ વધીને 58,310 પર ખુલ્યો હતો . નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી17,387 પર ખુલ્યો હતો અને દિવસ દરમિયાન 17,499.25 ની ઉપલી સપાટી બનાવી હતી.

નિફટીમાં 50 શેરોમાંથી 39 ઉપર અને 11 ડાઉન છે. નિફ્ટીના મિડકેપ, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ ઇન્ડેક્સની સાથે નિફ્ટી નેક્સ્ટ 50 પણ તેજીમાં છે. સેન્સેક્સમાં 30 શેરોમાંથી 8 શેર ડાઉન છે જ્યારે 22 ઉપર છે. મારુતિનો શેર 1.5% ઉપર છે. વિપ્રો, લાર્સન એન્ડ ટુબ્રો, એશિયન પેઇન્ટ્સ, ટેક મહિન્દ્રા, એનટીપીસી અને ટીસીએસ પણ આગળ છે.

નુકસાનનો સામનો કરનારા સ્ટોક્સમાં SBI, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેંક, ડૉ. રેડ્ડી અને ટાઇટનનો સમાવેશ થાય છે. આજે 504 શેર અપર સર્કિટમાં અને 76 લોઅર સર્કિટમાં છે. એટલે કે શેરની કિંમત એક દિવસમાં આનાથી વધુ વધી કે ઘટી શકે નહીં. બજારનું માર્કેટ કેપ રૂ. 267.36 લાખ કરોડ છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

નિફ્ટીની આગેવાની હેઠળના શેરોમાં ટાટા મોટર્સ, કોલ ઈન્ડિયા, મારુતિ અને આઈશરનો સમાવેશ થાય છે. જ્યારે સિપ્લા, ઇન્ડસઇન્ડ બેન્ક, હિન્દાલ્કો અને અન્યમાં ઘટાડો છે. આ પહેલા શુક્રવારે શેરબજારમાં સપ્તાહ, મહિના અને વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 459 પોઈન્ટ (0.80%) વધીને 58,253 પર બંધ થયો હતો. રોકાણકારોને રૂ. 2.5 લાખ કરોડનો ફાયદો થયો હતો.

એક નજર શેર્સની હલચલ ઉપર

લાર્જકેપ વધારો :  આઈશર મોટર્સ, ટાટા મોટર્સ, કોલ ઈન્ડિયા, ટેક મહિન્દ્રા, હિરો મોટોકૉર્પ, વિપ્રો, શ્રી સિમેન્ટ, ટીસીએસ અને એચસીએલ ટેક\ ઘટાડો :એમએન્ડએમ, ઓએનજીસી, હિંડાલ્કો, સન ફાર્મા અને ઈન્ડુસઈન્ડ બેન્ક

મિડકેપ વધારો : અશોક લેલેન્ડ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ઈમામી, બેયર કૉર્પસાઈન્સ અને વર્હ્લપુલ ઘટાડો : બજાજ હોલ્ડિંગ્સ, ઈન્ડિયન હોટલ્સ, યુનાઈટેડ બ્રુઅરીઝ, આદિત્ય બિરલા ફેશન અને આરબીએલ બેન્ક

સ્મોલકેપ વધારો : સ્વેલેક્ટ એનર્જી, બીજીઆર એનર્જી, ઓલસેક ટેક, એસએમએલ ઈસુઝુ અને વિંધ્યા ટેલિન ઘટાડો : અપોલો ટ્રિકોટ, ધાનુકા એગ્રિટેક, ડાયનામિક ટેક્નોલોજી, પીટીસી ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિગો પેંટ્સ

આ પણ વાંચો :Share Market : શેરબજારમાં વર્ષ 2022 ના કારોબારની તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ અને નિફટીમાં અડધા ટકાનો ઉછાળો

આ પણ વાંચો : Gold Price Today : સસ્તું સોનુ ખરીદવાની મળી રહી છે તક, જાણો આજનો 1 તોલા સોનાનો ભાવ

g clip-path="url(#clip0_868_265)">