Gold Price Today : સસ્તું સોનુ ખરીદવાની મળી રહી છે તક, જાણો આજનો 1 તોલા સોનાનો ભાવ
ગુજરાતમાં(Gold Price Today in Gujarat) એક તોલા સોનાના ભાવ ઉપર નજર કરીએ તો અમદાવાદમાં (Gold Price Today in Ahmedabad) 49790 રૂપિયા છે.
નિષ્ણાતોની ખરીદીની સલાહ
કોમોડિટી માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે અત્યારે સોનાના ભાવ તેની ઓલ ટાઈમ હાઈ રૂ. 8000થી નીચે જોવા મળી રહ્યા છે અને જ્યારે પણ સોનું 1800 ડોલર પ્રતિ ઔંસની નીચે જાય છે ત્યારે આપણે તેમાં ખરીદી જોઈ રહ્યા છીએ. અસ્થિર ટ્રેડિંગના છેલ્લા પખવાડિયામાં પણ 1820-1835 ડોલરની રેન્જમાં નફા વસૂલી પછી સોનાના ભાવમાં વધારો થયો હતો.
સોનું ટૂંક સમયમાં 49 હજાર રૂપિયાને પાર જશે
નિષ્ણાતોનું કહેવું છે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 48,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર જોવા મળી રહી છે. તેને 47,500ની ઉપર સપોર્ટ છે. શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે સોનું ખરીદવા માટે 47,800-47,900ની રેન્જ શ્રેષ્ઠ રેન્જ છે. સોનું ટૂંક સમયમાં 49,300-49,500 રૂપિયા પ્રતિ ગ્રામ સુધી પહોંચી શકે છે.
MCX GOLD 48058.00 -41.00 (-0.09%) – 09:40 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 49790 RAJKOT 999 49810 (સોર્સ : આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI 49640 MUMBAI 49170 DELHI 51950 KOLKATA 49870 (સોર્સ : ગુડરિટર્ન્સ)
દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE 49610 HYDRABAD 49610 PUNE 49100 JAYPUR 49670 PATNA 49100 NAGPUR 49170 (સોર્સ : ગુડરિટર્ન્સ)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI 44571 AMERICA 43776 AUSTRALIA 43794 CHINA 43743 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)
મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે 24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.