શુભ મુહૂર્ત : વર્ષ પહેલા કારોબારી દિવસે સેન્સેક્સ 1000 અંક ઉછળ્યો

વર્ષ 2021 ના ​​છેલ્લા દિવસે બજારમાં ખરીદી જોવા મળી હતી. ઇન્ડેક્સમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે  બંધ થયા છે. સેન્સેક્સ 460 પોઈન્ટ વધીને 58254 પર બંધ થયો હતો. નિફ્ટી 150 પોઈન્ટ વધીને 17354 પર બંધ થયો હતો

શુભ મુહૂર્ત : વર્ષ પહેલા કારોબારી દિવસે સેન્સેક્સ 1000 અંક ઉછળ્યો
શેરબજારના ઘટાડા ઉપર લાગી બ્રેક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 3:39 PM

Share Market : વર્ષના પ્રથમ કારોબારી દિવસે આજે શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 1000 પોઈન્ટ કરતા વધુ વધીને 59,266.39 સુધી પહોંચી ગયો છે. અગાઉના વર્ષના અંતિમ દિવસે શુક્રવારે પણ બજાર વધારા સાથે બંધ રહ્યું હતું.

આજના કારોબારની છેલ્લી સ્થિતિ  Sensex    59,183.22     + 929.40 (1.60%) Nifty       17,637.10      + 283.05

વર્ષ 2021ના છેલ્લા સત્રમાં સેન્સેક્સ 58,253.82 જયારે નિફટી 17,354.05 ઉપર બંધ થયો હતો. વર્ષ 2022 ના પહેલા સત્રની શરૂઆત વધારા સાથે સેન્સેક્સ 58,310.09 જયારે નિફટીએ 17,387.15 ઉપર કરી હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વૈશ્વિક સંકેત મિશ્ર

નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજાર માટે મિશ્ર વૈશ્વિક સંકેતો મિશ્ર મળ્યા હતા. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું તો વર્ષ 2021 ના ​​છેલ્લા ટ્રેડિંગ દિવસે અમેરિકન બજારો નબળા અને બંધ થયા હતા. શુક્રવારે ડાઉ જોન્સમાં 60 પોઈન્ટની નબળાઈ જોવા મળી હતી અને તે 36,338.30 પર બંધ થયો હતો. નાસ્ડેક 97 પોઈન્ટ નબળો પડીને બંધ રહ્યો હતો. S&P 500 ઈન્ડેક્સ 13 પોઈન્ટ ઘટીને 4,766.18 પર બંધ થયો હતો.  સમગ્ર વર્ષ દરમિયાન, S&P 500 26.89%, ડાઉ 18.73% અને Nasdaq 21.39% વધ્યા છે.

FII અને DII ડેટા

શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ બજારમાં રૂ. 575.39 કરોડનું રોકાણ કર્યું હતું. દરમિયાન ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ પણ બજારમાં રૂ. 1165.62 કરોડનું રોકાણ કર્યું હતું.

ઓટો સેલ્સ

મારુતિ, ટાટા મોટર્સ અને આઈશર મોટર્સનું ડિસેમ્બરનું વેચાણ અપેક્ષા કરતાં સારું રહ્યું છે. પરંતુ હીરો મોટો અને ટીવીએસ મોટરે અપેક્ષા કરતા ઓછ વાહન વેચ્યા છે. M&M અને એસ્કોર્ટ્સનું ટ્રેક્ટર વેચાણ પણ નબળું રહ્યું છે.

વર્ષના અંતિમ દિવસે બજારની સ્થિતિ

વર્ષ 2021 ના ​​છેલ્લા દિવસે બજારમાં ખરીદી જોવા મળી હતી. ઇન્ડેક્સમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે  બંધ થયા છે. સેન્સેક્સ 460 પોઈન્ટ વધીને 58254 પર બંધ થયો હતો. નિફ્ટી 150 પોઈન્ટ વધીને 17354 પર બંધ થયો હતો. નિફ્ટી પર બેન્ક ઈન્ડેક્સ અને ફાઈનાન્શિયલ ઈન્ડેક્સ 1 ટકાથી વધુ મજબૂત થયા હતા. ઓટો ઈન્ડેક્સ 1.5 ટકા વધ્યો હતો. જ્યારે મેટલ ઇન્ડેક્સ લગભગ 2 ટકા મજબૂત થયો છે. ટોપ ગેઇનર્સમાં TITAN, ULTRACEMCO, KOTAKBANK, MARUTI, SBI, AXISBANK, BAJAJFINSV, HINDUNILVR, BAJFINANCE અને HDFCBANK નો સમાવેશ થયો હતો.

આ પણ વાંચો : LIC IPO : શું દેશની સૌથી મોટી વીમાકંપની સૌથી મોટા IPO નો વિક્રમ નહિ સર્જે? વાંચો વિગતવાર

આ પણ વાંચો : TATA ના આ શેરે Rakesh Jhunjhunwala ની નેટવર્થમાં માત્ર ૩ મહિનામાં 1500 કરોડનો વધારો કર્યો, શું છે તમારા પોર્ટફોલિયોમાં?

g clip-path="url(#clip0_868_265)">