AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Split : આ શેરે રોકાણકારોને 1773% રિટર્ન આપ્યું, હવે 1 સામે 5 શેરનું વિભાજન થયું

કમ્ફર્ટ ફિનકેપ Q3FY22 માટે ₹3.64 કરોડના ચોખ્ખા વેચાણની જાહેરાત કરે છે. અગાઉ તે Q3 FY22 માં ₹3.18 કરોડ હતી. એટલે કે તેમાં 14.46%નો વધારો થયો છે. કંપનીએ ડિસેમ્બર 2022 ના અંતે પૂરા થયેલા ક્વાર્ટરમાં ₹1.29 કરોડનો ચોખ્ખો નફો જાહેર કર્યો હતો, જેની સામે ડિસેમ્બર 2021 ના ​​રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ₹1.33 કરોડ નોંધાયા હતા.

Stock Split : આ શેરે રોકાણકારોને 1773% રિટર્ન આપ્યું, હવે 1 સામે 5 શેરનું વિભાજન થયું
Comfort FinCap Limited has announced a stock split in the ratio of 1:5 with the third quarter results
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 7:21 AM
Share

ફાઇનાન્સ સેવાઓ સાથે સંકળાયેલી સ્મોલ-કેપ કંપની કમ્ફર્ટ ફિનકેપ લિમિટેડે સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરના પરિણામો સાથે 1:5ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે.  કંપનીના શેર 98.35 રૂપિયા પર બંધ થયા છે. તેનું માર્કેટ કેપ ₹106.72 કરોડ છે. સ્ટોક સ્પ્લિટ એટલે શેર વિભાજન કહેવાય છે. સ્ટોક સ્પ્લિટ હેઠળ કંપની તેના શેરનું વિભાજન કરે છે. સામાન્ય રીતે જ્યારે કોઈ કંપનીના શેર ખૂબ મોંઘા થઈ જાય છે ત્યારે નાના રોકાણકારો તે શેરોમાં રોકાણ કરી શકતા નથી. આ સ્થિતિમાં કંપની નાના રોકાણકારોને તેના શેર તરફ આકર્ષવા અને બજારમાં માંગ વધારવા માટે સ્ટોક સ્પ્લિટનો પણ આશરો લે છે.

કંપનીનું નિવેદન

કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું છે કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીના હાલના એક ઇક્વિટી શેરને ફેસ વેલ્યુના પાંચ ઇક્વિટી શેરમાં વિભાજિત કરવાની મંજૂરી આપી છે. સ્ટોક સ્પ્લિટ અંગે કંપનીએ જણાવ્યું હતું કે લિક્વિડિટી વધારવા અને નાના રોકાણકારો માટે શેર વધુ પોસાય તેવા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કંપની પરિણામ

કમ્ફર્ટ ફિનકેપ Q3FY22 માટે ₹3.64 કરોડના ચોખ્ખા વેચાણની જાહેરાત કરે છે. અગાઉ તે Q3 FY22 માં ₹3.18 કરોડ હતી. એટલે કે તેમાં 14.46%નો વધારો થયો છે. કંપનીએ ડિસેમ્બર 2022 ના અંતે પૂરા થયેલા ક્વાર્ટરમાં ₹1.29 કરોડનો ચોખ્ખો નફો જાહેર કર્યો હતો, જેની સામે ડિસેમ્બર 2021 ના ​​રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ₹1.33 કરોડ નોંધાયા હતા. કંપનીનો કોન્સોલિડેટેડ EPS FY2023ના ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 1.19 હતો, જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 1.23 હતો.

સ્ટોકે મલ્ટિબેગર રિટર્ન આપ્યું

શુક્રવારે BSE પર કમ્ફર્ટ ફિનકેપ લિમિટેડનો શેર ₹98.35 પર બંધ થયો હતો. તે તેના અગાઉના ₹98.70ના બંધથી 0.35% ડાઉન છે. 70,358 શેરના 20 દિવસના સરેરાશ વોલ્યુમની તુલનામાં સ્ટોકમાં કુલ 53,537 શેર્સનું વોલ્યુમ નોંધાયું હતું. છેલ્લા 5 વર્ષમાં આ સ્ટોક 526% વધ્યો છે અને છેલ્લા 3 વર્ષમાં 1773% નું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. શેરે છેલ્લા 1 વર્ષમાં 194.78% નું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે અને YTD ધોરણે તે 10.44% વધ્યું છે. છેલ્લા છ મહિનામાં તે 91.16% અને છેલ્લા મહિનામાં 8.73% વધ્યો છે. સ્ટોક 13/01/2023 ના રોજ ₹108.50 ની 52-સપ્તાહની ઊંચી સપાટી અને 29/03/2022 ના રોજ ₹21.15ની 52-સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. એટલે કે, આ સ્ટોક 1 વર્ષની નીચી સપાટીથી 365.01% ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">