AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI ની કાર્યવાહી બાદ Paytm નો શેર All Time Law ના સ્તરે સરક્યો, રૂપિયા 672 સુધી ગગડ્યો સ્ટોક

આ બાબતથી વાકેફ એક સૂત્રએ જણાવ્યું હતું કે Paytm પેમેન્ટ્સ બેન્ક આ વર્ષે મે-જૂન સુધીમાં સ્મોલ ફાઇનાન્સ બેન્ક માટે અરજી સબમિટ કરી શકે છે. Paytm પેમેન્ટ્સ બેંકના ચેરમેન વિજય શેખર શર્મા કંપનીમાં 51% હિસ્સો ધરાવે છે.

RBI ની કાર્યવાહી બાદ Paytm નો શેર All Time Law ના સ્તરે સરક્યો, રૂપિયા 672 સુધી ગગડ્યો સ્ટોક
Vijay Shekhar Sharma - CEO , Paytm
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 10:45 AM
Share

આજે સાપ્તાહિક કારોબારની શરૂઆત પેટીએમના શેર(Paytm Stock Price Today )માટે અત્યંત ખરાબ રહી હતી. પેટીએમનો શેર શરૂઆતના કારોબારમાં 12% ઘટીને રૂ. 672 સુધી લપસ્યો હતો. પેટીએમના શેરનું આ ઓલ ટાઈમ લો છે. આ પહેલા શુક્રવારે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક (Paytm Payments Bank) પર નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેની અસર આજે Paytmના શેર પર જોવા મળી રહી છે. આરબીઆઈએ આઈટી (ઈન્ફોર્મેશન ટેકનોલોજી) ઓડિટનો પણ આદેશ આપ્યો છે. રિઝર્વ બેંકે કહ્યું હતું કે આઈટી ઓડિટ રિપોર્ટ જોયા બાદ તે પેટીએમ પેમેન્ટ બેંકને નવા ગ્રાહકો ઉમેરવાની મંજૂરી આપશે.

Paytm પેમેન્ટ્સ બેંકે એક ટ્વીટમાં કહ્યું કે તે RBIની શરતોને પૂરી કરવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. Paytm પેમેન્ટ્સ ઉમેર્યું હતું કે “પ્રિય ગ્રાહકો, અમે તમારી સાથેના અમારા સંબંધોને મહત્ત્વ આપીએ છીએ અને અમે RBIની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. અમારા વર્તમાન ગ્રાહકો કોઈપણ મુશ્કેલી વિના બેંકિંગ સેવાઓ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે.”

Paytmની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સના શેર રૂ. 2,150 પર લિસ્ટ થયા હતા પરંતુ વેલ્યુએશન અંગે સતત ચિંતા રહી છે. બ્રોકરેજ ફર્મ મેક્વેરી સિક્યોરિટીઝ ઈન્ડિયાએ Paytmના શેરની કિંમતનો લક્ષ્યાંક ઘટાડીને રૂ. 700 કર્યો છે.

કંપની સ્મોલફાયનાન્સ બેંક માટે અરજી કરવાની છે

આ બાબતથી વાકેફ એક સૂત્રએ જણાવ્યું હતું કે Paytm પેમેન્ટ્સ બેન્ક આ વર્ષે મે-જૂન સુધીમાં સ્મોલ ફાઇનાન્સ બેન્ક માટે અરજી સબમિટ કરી શકે છે. Paytm પેમેન્ટ્સ બેંકના ચેરમેન વિજય શેખર શર્મા કંપનીમાં 51% હિસ્સો ધરાવે છે. જોકે, RBIએ કંપની વિરુદ્ધ આ કાર્યવાહી શા માટે કરી છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આરબીઆઈએ અત્યાર સુધી માત્ર એટલું જ કહ્યું છે કે આ પગલું અમુક સુપરવાઇઝરી ચિંતાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.

Paytm CEO વિજય શેખર શર્માની ધરપકડ

દેશની રાજધાની દિલ્હીમાં હવે Paytmના સંસ્થાપક વિજય શેખર શર્મા વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં દક્ષિણ દિલ્હીમાં DCPની કારને ટક્કર માર્યા બાદ Paytm કંપનીના CEO વિજય શેખર શર્માની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમને જામીન મળી ગયા હતા.આપને જણાવી દઈએ કે આ ઘટના ગયા મહિને 22 ફેબ્રુઆરીએ બની હતી. જો કે, પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિજય શેખર શર્મા ઘટના બાદ પોતાના વાહન સાથે સ્થળ પરથી ભાગી ગયો હતો. જે વાહનમાં જગુઆર લેન્ડ રોવર ટકરાયું તે સાઉથ દિલ્હીના ડીસીપીનું વાહન હતું. જેને વાહન ચાલક પેટ્રોલ ભરવા માટે સાથે લઇ જતો હતો. જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી.

આ પણ વાંચો :  GOLD : ચાલુ નાણાંકીય વર્ષના પહેલા 11 મહિનામાં 4500 કરોડ ડોલરનું સોનુ આયાત થયું, જાણો દેશના અર્થતંત્ર ઉપર શું પડી અસર

આ પણ વાંચો : Opening Bell : સાપ્તાહિક કારોબારની લીલા નિશાનમાં શરૂઆત, Sensex 55614 ઉપર ખુલ્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">