Paytm CEO વિજય શેખર શર્માની ધરપકડ, જાણો શું છે સમગ્ર ઘટના
વિજય શેખરની કાર દિલ્હી પોલીસના ડીસીપીની કાર સાથે અથડાઈ હતી, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
દેશની રાજધાની દિલ્હીમાં હવે Paytmના સંસ્થાપક વિજય શેખર શર્મા વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં દક્ષિણ દિલ્હીમાં DCPની કારને ટક્કર માર્યા બાદ Paytm કંપનીના CEO વિજય શેખર શર્માની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમને જામીન મળી ગયા હતા.આપને જણાવી દઈએ કે આ ઘટના ગયા મહિને 22 ફેબ્રુઆરીએ બની હતી. જો કે, પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિજય શેખર શર્મા ઘટના બાદ પોતાના વાહન સાથે સ્થળ પરથી ભાગી ગયો હતો. જે વાહનમાં જગુઆર લેન્ડ રોવર ટકરાયું તે સાઉથ દિલ્હીના ડીસીપીનું વાહન હતું. જેને વાહન ચાલક પેટ્રોલ ભરવા માટે સાથે લઇ જતો હતો. જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી.
માહિતી અનુસાર, આ ઘટના 22 ફેબ્રુઆરીના રોજ બની હતી અને પોલીસે DCP બનિતા મેરી જેકરની સાથે ડ્રાઈવર તરીકે તૈનાત કોન્સ્ટેબલ દીપક કુમારની ફરિયાદ પર FIR નોંધી હતી. દિલ્હી પોલીસના પ્રવક્તા સુમન નલવાએ પુષ્ટિ કરી કે પોલીસે શર્માની ધરપકડ કરી અને તેમને જામીન પર મુક્ત કર્યા.” જોકે ડીસીપી જયકરે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
જ્યારે કોન્સ્ટેબલ કુમારનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે તે ડીસીપી (જયકર) સાથે પોસ્ટેડ છે અને સવારે 8 વાગે તેનું વાહન પેટ્રોલ પંપ પર લઈ ગયો અને મધર ઈન્ટરનેશનલ સ્કૂલની સામે તેનું ડીસીપીનું વાહન અથડાયું. માહિતી અનુસાર, પરિવહન વિભાગની મદદથી, પોલીસને જાણવા મળ્યું કે આ વાહન ગુડગાંવની એક ખાનગી કંપની (Paytm) ના નામે નોંધાયેલું છે, ત્યારબાદ પોલીસ વિજય શેખર સુધી પહોંચી અને તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો. તે જ સમયે, જ્યારે વાહનને ટ્રેસ કરવામાં આવ્યું ત્યારે તે વિજય શેખર શર્માનું હોવાનું બહાર આવ્યું, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી, જોકે બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો.
Delhi | Vijay Shekhar Sharma, founder and CEO of Paytm, was arrested and later released on bail for ramming his car into the vehicle of DCP South in the month of February
— ANI (@ANI) March 13, 2022
દિલ્હી પોલીસના પ્રવક્તા સુમન નલવાએ શર્માની ધરપકડ અને જામીન પર મુક્ત થવાની પુષ્ટિ કરી; ડીસીપી જેકર અને પેટીએમના પ્રવક્તાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો; જ્યારે અહેવાલ મુજબ શર્મા સુધી પહોંચી શકાયું નથી.