Share Market : ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી, સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછળ્યો, Nifty 18300 ને પાર
છેલ્લા બે ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સમાં લગભગ 600 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે સેન્સેક્સમાં 1000 અંક સુધીનો પ્રારંભિક વધારો દેખાયો છે. આજે સેન્સેક્સમાં 61,685 ઉપલું સ્તર નોંધાયું છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 420 પોઈન્ટ ઘટીને 60,614 પર બંધ થયો હતો

સતત બે ટ્રેડિંગ સેશનમાં ઘટાડાનો સામનો કર્યા બાદ ભારતીય શેરબજાર આજે સકારાત્મક મૂડમાં છે. વૈશ્વિક બજારમાં ઉછાળાની મદદથી શુક્રવારે સ્થાનિક બજારમાં ખરીદી જોવા મળી અને સેન્સેક્સ ફરી 61,500નો આંકડો પાર કરી દીધો છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સમાં લગભગ 600 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે સેન્સેક્સમાં 1000 અંક સુધીનો પ્રારંભિક વધારો દેખાયો છે. આજે સેન્સેક્સમાં 61,685 ઉપલું સ્તર નોંધાયું છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 420 પોઈન્ટ ઘટીને 60,614 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 129 પોઈન્ટ ઘટીને 18,028 પર પહોંચ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આજના બિઝનેસમાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ સકારાત્મક જોવા મળી રહ્યું છે અને તેઓ શરૂઆતથી જ ખરીદીનો આગ્રહ રાખેછે.
| શેરબજારની છેલ્લી સ્થિતિ(09:36 am ) | |
| SENSEX | 61,591.41 +977.71 (1.61%) |
| NIFTY | 18,306.70 +278.50 (1.54%) |
વૈશ્વિક બજારમાં તેજીની અસર
યુએસ માર્કેટ ફુગાવામાં રાહત સાથે મજબૂત સ્થિતિમાં દેખાયું હતું. ડાઉ જોન્સ 1201 પોઈન્ટ અથવા 3.70 ટકા, નાસ્ડેક 761 પોઈન્ટ અથવા 7.35 ટકા અને એસએન્ડપી 500 208 પોઈન્ટ અથવા 5.54 ટકા વધ્યા હતા. તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી શકે છે. SGX નિફ્ટી 335 પોઈન્ટ એટલે કે 1.85 ટકાનો જંગી ઉછાળો બતાવી રહ્યો છે. આ અપટ્રેન્ડની મદદથી નિફ્ટી 18432 ના સ્તર પર છે.
NIfty માં આ સ્ટોક્સમાં અપર સર્કિટ નોંધાઈ
| Company Name | Bid Qty | Last Price | Diff | % Chg |
| Future Supply | 21,602 | 28.25 | 2.55 | 9.92 |
| Diligent Media | 303,238 | 4.6 | 0.4 | 9.52 |
| Cyber Media | 37,556 | 18.9 | 0.9 | 5 |
| Sikko Industrie | 36,349 | 136.5 | 6.5 | 5 |
| Global Educatio | 81,659 | 267.45 | 12.7 | 4.99 |
| Global Educatio | 81,659 | 267.45 | 12.7 | 4.99 |
| Kirl Electric | 219,323 | 68.45 | 3.25 | 4.98 |
| Sphere Global | 15,209 | 19 | 0.9 | 4.97 |
| Art Nirman | 8,885 | 85.85 | 4.05 | 4.95 |
| ACE Integrated | 284 | 53.3 | 2.5 | 4.92 |
| Setubandhan Inf | 1,004,850 | 2.7 | 0.1 | 3.85 |
Sensex 700 અંક આસપાસ વધારા સાથે ખુલ્યો
સેન્સેક્સ 697.32 પોઈન્ટ વધીને 61,311.03 પર ખૂલ્યો હતો જ્યારે નિફ્ટીમાં આજે શુક્રવારે 244.15 પોઈન્ટ અથવા 1.35 ટકા વધીને 18,272.35 પર કારોબાર શરૂ થયો હતો. ઓક્ટોબર યુએસ રિટેલ ફુગાવાનો આંકડો 7.7 ટકા આવ્યો હતો. જે વૈશ્વિક બજારના નીતિ નિર્માતાઓ અને વૈશ્વિક બજારોને રાહત આપે છે. સેન્સેક્સના 30 શેરોમાં ઇન્ફોસિસ, વિપ્રો અને ટેક મહિન્દ્રા ટોચના ગેનર હતા કારણ કે તમામ શેરો લીલા નિશાનમાં ખુલ્યા હતા.
આ સ્ટોક્સમાં 20 ટકા સુધી ઉછાળો નોંધાયો
| Company | Current Price (Rs) | % Change |
| BDH Industries | 168.05 | 19.99 |
| Shilp Gravures L | 110.15 | 19.99 |
| Bimetal Bear. | 465.1 | 19.99 |
| Pradeep Metals | 152.45 | 19.99 |
| Link Pharma Chem | 53.55 | 19.93 |
| GPT Infraprojects | 66.75 | 13.42 |
| Muthoot Capital | 329.4 | 13.37 |
| Ajmera Realty & Infr | 271 | 12.4 |
| Shreeji Translogisti | 410 | 11.69 |
| HB Stockholding | 60 | 11.52 |
| Ganges Securities | 118.1 | 11.52 |
| Pharmaids Pharma | 13.25 | 10.23 |
| CeejayFinance | 124.9 | 10.04 |
| Choksi Lab. Ltd | 44.05 | 9.99 |
| Tai Industries L | 49.6 | 9.98 |
| Future Supply Chain | 28.2 | 9.94 |
| NEO Infracon | 14.28 | 9.93 |
| Premier Capital Serv | 7.2 | 9.92 |
| Saksoft Ltd. | 111.95 | 9.81 |
| Zomato | 70.1 | 9.62 |
| Nitta Gelatin India | 742 | 9.61 |