Share Market : સપાટ શરૂઆત બાદ ગ્રીન ઝોનમાં કારોબાર, Sensex 61247 સુધી ઉછળ્યો
Share Market : સોમવારે સેન્સેક્સ 61000અને નિફ્ટી 18000 ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. બજારના પ્રારંભિક કારોબારમાં બેંકિંગ અને ઓટો શેરોમાં તેજી જોવા મળી હતી. નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમાં આઇશર મોટરનો શેર લગભગ 1% વધીને ટ્રેડ થઈ રહ્યો છે.

Share Market : સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારની સપાટ શરૂઆત બાદ તેજી નોંધાઈ છે. એક સમયે સેન્સેક્સ 61000અને નિફ્ટી 18000 ની નીચે ટ્રેડ કરતા જોવા મળ્યા હતા. બજારના પ્રારંભિક કારોબારમાં બેંકિંગ અને ઓટો શેરોમાં તેજી જોવા મળી હતી. નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમાં આઇશર મોટરનો શેર લગભગ 1% વધીને ટ્રેડ થઈ રહ્યો છે. તે જ સમયે, સિપ્લાનો શેર 5% ના ઘટાડા સાથે ઇન્ડેક્સમાં ટોપ લૂઝર રહ્યો હતો.આ સપ્તાહે બજારની નજર વિદેશી રોકાણકારોના રોકાણ, ક્રૂડના ભાવની સાથે ડોલર સામે રૂપિયાની મૂવમેન્ટ પર રહેશે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 316 પોઈન્ટ ઘટીને 61,002 પર અને નિફ્ટી 91 પોઈન્ટ ઘટીને 17,944 પર બંધ થયો હતો. અગાઉ શેરબજારમાં સતત 3 દિવસથી તેજી જોવા મળી રહી હતી.
અદાણી એન્ટરપ્રાઇઝ સહીત આ શેરમાં ઘટાડા સાથે કારોબાર (તારીખ 20-02-2023 , સવારે 09.41 વાગે અપડેટ )
| Company Name | High | Low | Last Price | Prev Close | Change | % Loss |
| Adani Enterpris | 1,685.00 | 1,560.50 | 1,611.35 | 1,722.70 | -111.35 | -6.46 |
| Cipla | 998 | 955.25 | 970.85 | 1,025.75 | -54.9 | -5.35 |
| Adani Ports | 577.25 | 560 | 565.7 | 578.65 | -12.95 | -2.24 |
| TATA Cons. Prod | 729.45 | 718.6 | 719.8 | 726.25 | -6.45 | -0.89 |
| BPCL | 333.45 | 328.35 | 329.5 | 331.7 | -2.2 | -0.66 |
| Wipro | 405.3 | 402.2 | 404.15 | 406.3 | -2.15 | -0.53 |
| Bajaj Finserv | 1,420.00 | 1,400.80 | 1,409.30 | 1,414.05 | -4.75 | -0.34 |
| Grasim | 1,646.85 | 1,627.50 | 1,636.30 | 1,642.95 | -6.65 | -0.4 |
| Hero Motocorp | 2,544.50 | 2,513.75 | 2,520.70 | 2,535.55 | -14.85 | -0.59 |
| Bajaj Finance | 6,428.95 | 6,375.00 | 6,396.75 | 6,416.70 | -19.95 | -0.31 |
| Nestle | 19,145.00 | 18,820.20 | 18,930.00 | 19,021.30 | -91.3 | -0.48 |
| Tata Motors | 441.8 | 436.25 | 438.6 | 439.9 | -1.3 | -0.3 |
| M&M | 1,349.35 | 1,332.60 | 1,337.60 | 1,341.50 | -3.9 | -0.29 |
| HDFC | 2,699.90 | 2,678.60 | 2,687.15 | 2,693.60 | -6.45 | -0.24 |
| Tata Steel | 112.7 | 111.05 | 112 | 112.25 | -0.25 | -0.22 |
| UPL | 769.75 | 761.95 | 768.55 | 770.15 | -1.6 | -0.21 |
| Asian Paints | 2,852.00 | 2,817.95 | 2,829.00 | 2,833.60 | -4.6 | -0.16 |
| SBI | 533.95 | 528.15 | 530.4 | 531 | -0.6 | -0.11 |
| Titan Company | 2,507.15 | 2,480.25 | 2,498.50 | 2,500.30 | -1.8 | -0.07 |
| Apollo Hospital | 4,614.80 | 4,575.35 | 4,608.85 | 4,614.70 | -5.85 | -0.13 |
| TCS | 3,509.30 | 3,482.00 | 3,496.15 | 3,501.15 | -5 | -0.14 |
| Reliance | 2,449.75 | 2,430.25 | 2,440.60 | 2,440.20 | 0.4 | 0.02 |
| Maruti Suzuki | 8,849.00 | 8,775.00 | 8,795.00 | 8,807.75 | -12.75 | -0.14 |
| Kotak Mahindra | 1,768.05 | 1,753.00 | 1,760.00 | 1,759.25 | 0.75 | 0.04 |
| Sun Pharma | 991.65 | 974.95 | 985.35 | 984.5 | 0.85 | 0.09 |
| SBI Life Insura | 1,152.00 | 1,141.15 | 1,149.50 | 1,149.70 | -0.2 | -0.02 |
| HDFC Life | 507 | 500.25 | 505.5 | 504.25 | 1.25 | 0.25 |
એશિયન બજારોમાં મિશ્ર વલણ
આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. SGX નિફ્ટી 0.23 ટકા વધ્યો છે જ્યારે નિક્કી 225 ઇન્ડેક્સ સપાટ દેખાઈ રહ્યો છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં 0.32 ટકાનો ઘટાડો છે, જ્યારે હેંગસેંગમાં 0.28 ટકાનો વધારો છે. તાઇવાન વેઇટેડમાં 0.28 ટકા અને કોસ્પીમાં 0.32 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, શાંઘાઈ કમ્પોઝિટ પણ 0.83 ટકા મજબૂત થયો છે.
બોશ લિમિટેડે ડિવિડન્ડ આપશે
બોશ લિમિટેડે(Bosch Limited) શેર દીઠ રૂ. 200ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ કંપનીએ 28મી વખત રોકાણકારોને ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે કંપનીના શેરનો ભાવ 0.53 ટકાના વધારા સાથે રૂ. 18,039ના સ્તરે બંધ થયો હતો. એક મહિના પહેલા આ સ્ટોક પર દાવ લગાવનારા રોકાણકારોને અત્યાર સુધીમાં હોલ્ડિંગ પર 6 ટકાથી વધુ વળતર મળ્યું છે.
વિદેશી રોકાણકારો ભારત તરફ વળ્યાં
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ –FPIનો ટ્રેન્ડ ફરી એકવાર ભારતીય શેરબજાર તરફ વળ્યો છે. ગત સપ્તાહે જ FPIsએ શેરબજારમાં રૂ. 7,600 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. ડિપોઝિટરીના ડેટા પરથી જાણવા મળ્યું છે કે ગત સપ્તાહે 7 થી 12 ફેબ્રુઆરી દરમિયાન FPIsએ રૂ. 3,920 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. અદાણી સંકટમાંથી રિકવરી થતાં FPI ના પ્રવાહમાં સુધારો થયો છે.
અદાણી ગ્રુપના શેરની સ્થિતિ (તારીખ 20-02-2023 , સવારે 09.46 વાગે અપડેટ )
| Company | Price | Change % | Prev Closing |
| ACC | 1,817.90 | -21.50 (-1.17%) | 1,839.40 |
| Adani Enterpris | 1,616.90 | -105.80 (-6.14%) | 1,722.70 |
| Adani Green Ene | 602.15 | -26.50 (-4.22%) | 628.65 |
| Adani Ports | 566.45 | -12.20 (-2.11%) | 578.65 |
| Adani Power | 160.25 | +5.10 (3.29%) | 155.15 |
| Adani Total Gas | 922.95 | -48.55 (-5.00%) | 971.50 |
| Adani Trans | 874.40 | -46.00 (-5.00%) | 920.40 |
| Adani Wilmar | 435.50 | -2.75 (-0.63%) | 438.25 |
| Ambuja Cements | 349.85 | -3.45 (-0.98%) | 353.30 |