Share Market Today : શેરબજારમાં સાપ્તાહિક કારોબારનો તેજી સાથે પ્રારંભ, Sensex 60 હજાર નજીક પહોંચ્યો
Share Market Today : શેરબજારની આજની મુવમેન્ટ ઉપરતરફ છે. BSE નો સેન્સેક્સ 26.01 પોઈન્ટ ચઢીને 59,858 પર ખુલવામાં સફળ રહ્યો છે. NSEનો નિફ્ટી 35.75 પોઈન્ટ એટલે કે 0.20 ટકાના વધારા સાથે 17,634 પર ખુલ્યો હતો.
Share Market Today : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં સારી ખરીદી જોવા મળી રહી છે. લાંબા વિકેન્ડ પછી સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી તેજીમાં દેખાઈ રહ્યા છે.વધારાનું મુખ્ય કારણ હકારાત્મક વૈશ્વિક સંકેતો છે. સેન્સેક્સ 59900 અને નિફ્ટી 17600ની પાર કારોબાર કરી રહ્યો છે. માર્કેટની તેજીમાં ઓટો અને રિયલ્ટી શેરો આગળ છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં ટાટા મોટર્સના શેર 7%ના વધારા સાથે મોખરે છે જ્યારે એશિયન પેઇન્ટ્સનો શેર ટોપ લૂઝર છે. શેરબજારની આજની મુવમેન્ટ ઉપરતરફ છે. BSE નો સેન્સેક્સ 26.01 પોઈન્ટ ચઢીને 59,858 પર ખુલવામાં સફળ રહ્યો છે. NSEનો નિફ્ટી 35.75 પોઈન્ટ એટલે કે 0.20 ટકાના વધારા સાથે 17,634 પર ખુલ્યો હતો.
આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે પણ મોંઘુ થયું ક્રૂડ ઓઇલ, શું પેટ્રોલ- ડીઝલની કિંમતોમાં વધારા માટે તૈયાર રહેવું પડશે?
ટાટા મોટર્સ 7 ટકા વધ્યો
ટાટા મોટર્સમાં બિઝનેસની શરૂઆતની મિનિટોમાં જ 7 ટકાનો જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે ઓટો સેક્ટરમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે અને ટાઇટનમાં 1.78 ટકા અને એલએન્ડટીમાં 1.20 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. NTPC 1.17 ટકા અને M&M 0.96 ટકાની ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યો છે. મારુતિ સુઝુકીના શેર 1.3 ટકાના ઘટાડા સાથે દેખાઈ રહ્યા છે.
વૈશ્વિક બજારના મજબૂત સંકેત મળ્યા
લાંબી રજા બાદ આજે શેરબજારમાં કારોબાર જોવા મળશે. અઠવાડિયાના પહેલા કામકાજના દિવસે સકારાત્મક શરૂઆત થઈ શકે છે. તેનું કારણ વૈશ્વિક બજારમાંથી મળી રહેલા સારા સંકેતો છે. એશિયન બજારોમાં જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ ઝડપથી કારોબાર કરી રહ્યા છે. આ સિવાય ફુગાવાના ડેટા પહેલા અમેરિકાના વાયદા બજારો મજબૂત છે. જોકે SGX નિફ્ટીમાં નજીવી વેચવાલી છે. 6 એપ્રિલે ભારતીય શેરબજારમાં સતત 5 દિવસ તેજી નોંધાઈ હતી. ગુરુવારે સેન્સેક્સ 143 અંક વધીને 59,832 પર અને નિફ્ટી પણ 42 અંક વધીને 17,599 પર બંધ થયો હતો. જણાવી દઈએ કે ગુડ ફ્રાઈડેના કારણે શેરબજારમાં રજા હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…