વૈશ્વિક બજારમાં ઘટાડાની અસર સ્થાનિક શેરબજાર પર જોવા મળી હતી પણ ગણતરીના સમયમાં બજારે જોરદાર છલાંગ લગાવી હતી. આજે સવારે સેન્સેક્સ 144 પોઈન્ટના ઘટાડા સાથે 62360 પર ખુલ્યો હતો તો નિફ્ટીએ માત્ર 10 પોઈન્ટના ઘટાડા સાથે 18552ના સ્તરે કારોબારનો પ્રારંભ કર્યો હતો નિફ્ટી બેંક 61 પોઈન્ટના ઘટાડા સાથે 42959ના સ્તરે ખુલતા બજારમાં ઘટાડાનું વલણ દેખાયુ હતું પરંતુ ગણતરીના સમયમાં વેપારમાં તે સુધર્યું હતું. સેન્સેક્સમાં 250 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને તે 62750ના સ્તર પર છે. નિફ્ટીમાં 35 પોઈન્ટનો વધારો થયો છે અને તે 18650ની નજીક છે. બેન્ક નિફ્ટી પણ 43100ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. હાલમાં ટાઈટન, આઈસીઆઈસીઆઈ બેંક, હિન્દુસ્તાન યુનિલિવર અને ડૉ. રેડ્ડી જેવા શેરોમાં વધારો થઈ રહ્યો છે. મારુતિ, ઇન્ડસઇન્ડ બેંક અને બજાજ ફાઇનાન્શિયલ સર્વિસિસ જેવા શેરોમાં ઘટાડો થયો હતો.
વૈશ્વિક બજારની વાત કરીએ તો ડાઉ જોન્સમાં 497 પોઈન્ટ એટલે કે 1.45 ટકાનો ઘટાડો થયો છે. S&P 500 એ 1.54 ટકા અને નાસ્ડેકમાં 176 પોઈન્ટ એટલે કે 1.58 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ડાઉ જોન્સમાં ઘટાડા પાછળ બે મુખ્ય કારણો છે. પહેલું કારણ એ છે કે યુએસ ફેડરલ રિઝર્વના પ્રમુખ જિમ બુલાર્ડે કહ્યું હતું કે વ્યાજ દર અંગે વલણ કડક રહેશે. આ સિવાય ચીનમાં કોરોના લોકડાઉનનો વિરોધ ઉગ્ર બન્યો છે. ત્યાંના લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે અને તે ઝડપથી વધી રહ્યા છે. આ કારણે વૈશ્વિક મંદીનો અવાજ વધુ મજબૂત થઈ રહ્યો છે.
જો આપણે આજના બિઝનેસ સેક્ટર મુજબ જોઈએ તો નિફ્ટી એફએમસીજી, આઈટી અને ફાર્મા સેક્ટરોએ મજબૂત પ્રદર્શન કર્યું છે અને તેમની લીડ જાળવી રાખી છે. બીજી તરફ ઓટો ઈન્ડેક્સમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે જે 0.3 ટકા નીચે આવ્યો છે. આજે BSE મિડકેપ અને સ્મોલકેપમાં પણ 0.4 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
Company Name | Bid Qty | Last Price | Diff | % Chg |
Lakshmi Finance | 26,121 | 120.95 | 20.15 | 19.99 |
Excel Realty | 82,206,575 | 0.4 | 0.05 | 14.29 |
Excel Realty | 82,206,575 | 0.4 | 0.05 | 14.29 |
Priti Internati | 24,771 | 141.75 | 6.75 | 5 |
Kirl Electric | 211,592 | 71.5 | 3.4 | 4.99 |
Akshar Spintex | 498,999 | 63.3 | 3 | 4.98 |
Vinny Overseas | 6,716 | 86.75 | 4.1 | 4.96 |
AAA | 47,934 | 82.65 | 3.9 | 4.95 |
SPML Infra | 43,426 | 34.35 | 1.6 | 4.89 |
Arshiya | 332,159 | 11 | 0.5 | 4.76 |
PVP Ventures | 347,580 | 9.35 | 0.4 | 4.47 |
Usha Martin Edu | 87,568 | 5.85 | 0.25 | 4.46 |
Future Ent DVR | 13,872 | 7.15 | 0.3 | 4.38 |
Future Ent DVR | 13,872 | 7.15 | 0.3 | 4.38 |
LCC Infotech | 49,374 | 2.5 | 0.1 | 4.17 |
KBC Global | 3,201,039 | 2.95 | 0.1 | 3.51 |