Share Market : Sensex 400 અંક ઉછળ્યો તો Nifty 18000 ને પાર પહોંચ્યો
શેરબજારમાં આજના બિઝનેસ સેક્ટર મુજબ જોઈએ તો તમામ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે પરંતુ સૌથી વધુ ઉછાળો આઈટી, મેટલ, રિયલ્ટી, ઓટો અને ફાઈનાન્સિયલ સેક્ટરના શેરોમાં જોવા મળ્યો છે.
ગ્લોબલ માર્કેટમાંથી મળેલા સારા સંકેતોને કારણે મંગળવારે ભારતીય શેરબજાર(Share Market)ની શરૂઆત જોરદાર ઉછાળા સાથે થઈ હતી. 5 એપ્રિલ પછી પહેલીવાર નિફ્ટી 18000ની સપાટીએ પહોંચ્યોછે. સેન્સેક્સના 30માંથી 27 શેરો લીલા નિશાનમાં છે. બેન્કિંગ, ઓટો, આઈટી સહિત તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં ખરીદી જોવા મળી રહી છે. સોમવારે FIIએ રૂ. 2050 કરોડની રોકડ ખરીદી કરી હતી જ્યારે DIIએ રૂ. 891 કરોડનું વેચાણ કર્યું હતું. સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટનો ઉછાળો કરીને વર્ષ 2022ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે જ્યારે નિફ્ટીએ પણ પાંચ મહિના પછી 18 હજારનો આંકડો પાર કરી લીધો છે.
શેરબજારની છેલ્લી સ્થિતિ(10:11 am ) | |
SENSEX | 60,506.44 +391.31 (0.65%) |
NIFTY | 18,053.00 +116.65 (0.65%) |
સેન્સેક્સે આજે 293 પોઈન્ટ્સની મજબૂતાઈ સાથે 60,408 પર ખુલીને ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આ 5 એપ્રિલના 60,176ના સ્તર કરતાં ઘણું વધારે છે. નિફ્ટીએ પણ 108 પોઈન્ટના વધારા સાથે 18,044 પર ટ્રેડિંગ શરૂ કર્યું, જે 5 મહિનાની સર્વોચ્ચ સપાટી છે. રોકાણકારોએ આજે શરૂઆતથી જ બજારમાં તેજી જોઈ હતી અને વૈશ્વિક બજારમાં તેજીના કારણે તેમનું સેન્ટિમેન્ટ સકારાત્મક રહ્યું હતું અને સતત ખરીદીનો આગ્રહ રાખ્યો હતો.
ક્યાં સેકટરમાં તેજી છવાઈ
શેરબજારમાં આજના બિઝનેસ સેક્ટર મુજબ જોઈએ તો તમામ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે પરંતુ સૌથી વધુ ઉછાળો આઈટી, મેટલ, રિયલ્ટી, ઓટો અને ફાઈનાન્સિયલ સેક્ટરના શેરોમાં જોવા મળ્યો છે. આ સેક્ટર લગભગ 0.5 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ગુજરાત એપોલો ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 20 ટકાની અપર સર્કિટ છે. તે જ સમયે, IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં 4 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
એશિયન માર્કેટ પણ લીલા નિશાન પર
એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઉછાળા સાથે ખુલ્યા હતા અને લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે. સિંગાપોરનું સ્ટોક એક્સચેન્જ 0.60 ટકા અને જાપાનના નિક્કી 0.35 ટકા જ્યારે દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 2.09 ટકાનો જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે.
ભારતીય શેરબજારમાં પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવાર (12 સપ્ટેમ્બર) પર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 321 પોઈન્ટના ઉછાળા સાથે 60,115 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 103 પોઈન્ટના ઉછાળા સાથે 17,936 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30માંથી 18 શૅર વધ્યા હતા. બીજી તરફ 12 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.