Good Friday : Sensex ના તમામ 30 શેર્સમાં તેજી, સસ્તી કિંમતે શેરની સારી ખરીદારી થઇ
બેન્ક નિફ્ટીમાં 230 પોઈન્ટથી વધુનો ઉછાળો છે. બજાર ખુલતા જ બેન્ક નિફ્ટીમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો.
સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 700 પોઈન્ટ વધીને 58,044 પર પહોંચી ગયો છે. રોકાણકારોએ પ્રથમ મિનિટમાં 3.5 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ચાલુ સપ્તાહે મંગળવારે બજાર લાભ સાથે ખુલ્યું હતું જ્યારે ગુરુવારે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આજે ફરી તેજી છવાઈ છે.
ગઈકાલે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 260.32 લાખ કરોડ હતું. આજે તે રૂ. 264.80 લાખ કરોડ છે. સેન્સેક્સ 519 પોઈન્ટ વધીને 57,795 પર ખુલ્યો હતો. પ્રથમ કલાકમાં તે 57,940 ના ઉપલા સ્તર અને 57,656 ના નીચલા સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સના તમામ 30 શેર વધારા સાથે વેપાર કરી રહ્યા છે. સૌથી વધુ ફાયદો NTPC માં છે જે 3.50% વધ્યો છે. ટાટા સ્ટીલ અને મહિન્દ્રાના શેરમાં 2-2%નો ઉછાળો છે.
બેંક નિફ્ટીમાં 200 પોઈન્ટ્સનો ઉછાળો
બેન્ક નિફ્ટીમાં 230 પોઈન્ટથી વધુનો ઉછાળો છે. બજાર ખુલતા જ બેન્ક નિફ્ટીમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ તો,તેમાં ઇન્ડસઇન્ડ બેન્ક, IDFC ફર્સ્ટ બેન્ક, ફેડરલ બેન્ક, PNB અને કોટક મહિન્દ્રા બેન્ક છે.
FII અને DII ડેટા
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ શુક્રવારે 27 જાન્યુઆરીએ બજારમાંથી રૂ. 6266.75 કરોડ ઉપાડ્યા હતા. દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ બજારમાં રૂ. 2881.32 કરોડનું રોકાણ કર્યું હતું.
આજના કારોબારમાં આ શેર્સ 10 ટકા કરતા વધુ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.
Company | Prev Close (Rs) | Current Price (Rs) | % Gain |
LIC Housing Fi | 345.35 | 393.15 | 13.84 |
JSW Holdings | 3,923.05 | 4,420.05 | 12.67 |
GIC Housing Fi | 146.85 | 164.65 | 12.12 |
Kitex Garments | 249.8 | 279.3 | 11.81 |
Can Fin Homes | 575.85 | 634.85 | 10.25 |
Nifty 50 ઇન્ડેક્સમાં આ શેર્સ રહ્યા TOP GAINERS
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 17,359 પર ઉપલા સ્તરે કરી રહ્યો હતો. તેના નેક્સ્ટ 50, મિડકેપ, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ ઇન્ડેક્સ મોખરે છે. તે 17,208 પર ખુલ્યો હતો. 17,2906 તેનું નીચલું સ્તર હતું અને 17,330 તેનું ઉપલું સ્તર હતું. તેના 50 શેરમાંથી 47 વધારા અને 3 ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
Company Name | High | Last Price | Prev Close | % Gain |
NTPC | 144 | 143.05 | 135 | 5.96 |
IndusInd Bank | 925.25 | 924.05 | 888.1 | 4.05 |
UPL | 800.85 | 798.5 | 771.95 | 3.44 |
ONGC | 174.7 | 171.2 | 165.7 | 3.32 |
Wipro | 564.95 | 562 | 544.75 | 3.17 |
SENSEX ના તમામ 30 શેર્સ આજે તેજી દર્શાવી રહ્યં છે સૌથું વધુ નફો આ 5 શેર્સમાં દેખાયો
Company Name | High | Last Price | Prev Close | % Gain |
NTPC | 143.85 | 143.15 | 134.95 | 6.08 |
IndusInd Bank | 925 | 923.75 | 888.25 | 4 |
Sun Pharma | 838.9 | 838 | 812.2 | 3.18 |
Wipro | 565 | 562 | 544.75 | 3.17 |
M&M | 895.95 | 882.35 | 857.85 | 2.86 |
આ પણ વાંચો : Share Market : શેરબજારમાં રિકવરી દેખાઈ, Sensex 58000 ને પાર પહોંચ્યો
આ પણ વાંચો : Gold Price Today : સસ્તું સોનુ ખરીદવાની મળી રહી છે તક, જાણો આજનો 1 તોલા સોનાનો ભાવ