Gold Price Today : સસ્તું સોનુ ખરીદવાની મળી રહી છે તક, જાણો આજનો 1 તોલા સોનાનો ભાવ
MCX પર 10 ગ્રામ સોનાની કિંમત ઑગસ્ટ 2020 માં રૂપિયા 56,200 હતી . બીજી બાજુ MCX મુજબ આજે સોનું 47,939 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયું હતું
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે ઉપલા સ્તરે સોનાનો ભાવ સામાન્ય ટકાના વધારા સાથે રૂ. 48000 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયો હતો. બીજી તરફ ચાંદીનો ભાવ 0.17 ટકા વધીને રૂ. 62,049 પ્રતિ કિલોગ્રામ થયો હતો.
રેકોર્ડ હાઈ કરતા લગભગ 8200 રૂપિયા સસ્તું છે
MCX પર 10 ગ્રામ સોનાની કિંમત ઑગસ્ટ 2020 માં રૂપિયા 56,200 હતી . બીજી બાજુ MCX મુજબ આજે સોનું 47,939 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયું હતું જેનો અર્થ છે કે સોનું હજી પણ તેના સર્વોચ્ચ સ્તરથી 8,261 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD : 47866.00 -44.00 (-0.09%)– 11:15 વાગે |
|
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે |
|
Ahmedavad | 49680 |
Rajkot | 49700 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે |
|
Chennai | 49630 |
Delhi | 49300 |
Mumbai | 49250 |
Kolkata | 49250 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર |
|
Dubai | 44609 |
USA | 43799 |
Australia | 43779 |
China | 43772 |
(Source : goldpriceindia) |
મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.
આ પણ વાંચો : Share Market : શેરબજારમાં રિકવરી દેખાઈ, Sensex 58000 ને પાર પહોંચ્યો