SEBI એ 13 કંપનીઓને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો, ફ્રોડ ટ્રેડિંગ સહિતના મામલે કરવામાં આવી કાર્યવાહી
વધુમાં ત્રણ અલગ-અલગ આદેશોમાં SEBIએ PFUTP નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કરણ સિંહ ધિલ્લોન, માધુરી હોલાની અને લીલાધર પ્રેમનારાયણ નવલકિશોર પર 5-5 લાખ રૂપિયાનો દંડ લાદ્યો હતો.
કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI)એ સોમવારે 13 કંપનીઓને કુલ 40 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કંપનીઓ પર રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Rajlaxmi Industries Ltd)ના શેરમાં છેતરપિંડી(fraudulent trading)નો આરોપ છે. આ 13 કંપનીઓના ફ્રોડ ટ્રેડિંગને ગંભીરતાથી લેતા સેબીએ સોમવારે 40 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા – SEBI સિક્યોરિટીઝ માર્કેટની કામગીરી પર દેખરેખ રાખે છે. ફ્રોડ ટ્રેડિંગનો મામલો સામે આવ્યા બાદ સેબીએ 13 કંપનીઓ સામે કડક કાર્યવાહી કરી છે. રાજલક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સંબંધિત આ કાર્યવાહી પહેલા સેબીએ તમામ 13 કંપનીઓના કામની તપાસ કરી હતી જેના પર છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
જાન્યુઆરી 2013 થી સપ્ટેમ્બર 2014 સુધી કંપનીઓ પર સતત નજર રાખવામાં આવી હતી અને દરેક કેસની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝની ફાળવણીમાં ખોટી રીતે ભંડોળ આપવામાં આવ્યું હતું. કંપનીના નામે ફંડિંગ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી સેબીએ કંપનીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
તપાસમાં શું જાણવા મળ્યું ?
તપાસમાં સેબીએ શોધી કાઢ્યું હતું કે રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ અને તેના મેનેજમેન્ટ ( આદિત્ય જયપુરિયા અને રાહુલ જગનાની ) એક સ્કીમ અનેડિવાઈઝ બનાવવામાં ભાગ ભજવ્યો હતો જેમાં કંપનીએ અન્ય preferential allottees પાસેથી મેળવેલા નાણાં ડાયવર્ટ કર્યા હતા અને આ કામ કંડયૂટ દ્વારા કરવામાં આવ્યું હતું. વિન્ટ્રેડ અને શિવંગન વિંટરે અને આઠ ફાળવણીઓને આ ભંડોળ આપવામાં આવ્યું હતું. સેબીના જણાવ્યા અનુસાર આ સમગ્ર કાર્યમાં PFUTP અથવા છેતરપિંડી અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસના પ્રતિબંધના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
વધુમાં ત્રણ અલગ-અલગ આદેશોમાં SEBIએ PFUTP નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કરણ સિંહ ધિલ્લોન, માધુરી હોલાની અને લીલાધર પ્રેમનારાયણ નવલકિશોર પર 5-5 લાખ રૂપિયાનો દંડ લાદ્યો હતો. આ મામલો BSE ના સ્ટોક ઓપ્શન્સ સેગમેન્ટમાં કથિત અનિયમિતતાઓને લગતો છે. જેના કારણે કૃત્રિમ ટ્રેડ વોલ્યુમ્સનું સર્જન થયું હતું. સ્ટોક ઓપ્શન્સમાં આવા સોદામાં સામેલ થઈને તેણે PFUTP નિયમોની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હતું. તેથી સેબી દ્વારા આ લોકો પર કાર્યવાહી કરવામાં આવી હતી.
એસ્સાર સ્ટીલ ઈન્ડિયા લિ. સામે કાર્યવાહી
ગયા મહિને સેબીએ એસ્સાર સ્ટીલ ઈન્ડિયા લિ.ને નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઈશ્યુ કરવા સંબંધિત ડિસ્ક્લોઝર નિયમોના ભંગ બદલ દંડ ફટકાર્યો છે. જો કે, કંપની પર રૂ. 2 લાખનો દંડ અમુક કેસોમાં નાદારીની કાર્યવાહી સંબંધિત સુપ્રીમ કોર્ટમાં સેબી દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલના પરિણામ પર નિર્ભર રહેશે. સેબીએ સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT)ના નિર્ણય સામે અપીલ દાખલ કરી છે. SAT એ તેના ચુકાદામાં ચુકાદો આપ્યો છે કે સેબી એવી કંપની સામે કોઈ પગલાં લઈ શકે નહીં જેની સામે રિઝોલ્યુશન પ્લાન પહેલેથી જ મંજૂર કરવામાં આવ્યો હોય.