SBIના સૌથી મોટા બિઝનેસ કોરસપોન્ડન્ટ Save Solutions IPO લાવશે, વાંચો વિગતવાર
જો બેંકો ગ્રામીણ અથવા દૂરના વિસ્તારોમાં તેમની શાખાઓ ખોલવામાં અસમર્થ હોય છે તેઓ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સ (BC)ની મદદથી ત્યાં પહોંચે છે. બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સ (BCs) આ બેંકો માટે સંપર્ક બિંદુના છેલ્લા સ્તર તરીકે કાર્ય કરે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના સૌથી મોટા બિઝનેસ કોરસપોન્ડન્ટ પાર્ટનર સેવ સોલ્યુશન્સ(Save Solutions) તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025 સુધીમાં IPO લાવવાની યોજના છે. “અમે FY2025માં અમારો IPO લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. જો કે, નિર્ણય તે સમયે બજારના સેન્ટિમેન્ટ પર આધારિત હશે” સેવ સોલ્યુશન્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ અજીત કુમાર સિંઘે શુક્રવારે 16 સપ્ટેમ્બરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સ શું કામ કરે છે?
જો બેંકો ગ્રામીણ અથવા દૂરના વિસ્તારોમાં તેમની શાખાઓ ખોલવામાં અસમર્થ હોય છે તેઓ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સ (BC)ની મદદથી ત્યાં પહોંચે છે. બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સ (BCs) આ બેંકો માટે સંપર્ક બિંદુના છેલ્લા સ્તર તરીકે કાર્ય કરે છે. આ સંપર્ક કેન્દ્રો ગ્રાહકોને વિવિધ બેંકિંગ વ્યવહારો કરવા માટે સુવિધા આપે છે જેમાં ભંડોળ ઉપાડવું અને ફંડ ટ્રાન્સફર વગેરેનો સમાવેશ થાય છે. આ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સ (BCs) સંબંધિત બેંકો સાથે પ્રતિ-ટ્રાન્ઝેક્શનના આધારે ગ્રાહકોને બેંકિંગ સેવાઓ પૂરી પાડવાના બદલામાં પૂર્વ-નિર્ધારિત ફી ચાર્જ કરે છે.
સેવ સોલ્યુશન્સે વર્ષ 2009 માં તેનો વ્યવસાય શરૂ કર્યો અને તેનું મુખ્ય મથક પટના બિહારમાં છે. સિંહે કહ્યું કે નાણાકીય વર્ષ 2021માં કંપનીના બિઝનેસ કોરસપોન્ડન્ટની આવક 41,000 કરોડ રૂપિયા રહી હતી. તેમના મતે સેવ સોલ્યુશન્સ એસબીઆઈ માટે દરરોજ લગભગ 5 થી 6 લાખ વ્યવહારો કરે છે જેનું મૂલ્ય લગભગ 200 કરોડ છે.
ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA)ની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ દેશભરમાં કુલ 285 રજિસ્ટર્ડ કોર્પોરેટ છે. આ સિવાય સેવ સોલ્યુશન્સ એક ફંડિંગ રાઉન્ડ શરૂ કરવા જઈ રહી છે જેમાં તે સંસ્થાકીય રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરશે એમ સિંહે જણાવ્યું હતું આ સેવ સોલ્યુશનનો ત્રીજો ફંડિંગ રાઉન્ડ હશે.
SBI ઉપરાંત સેવ સોલ્યુશન્સ બેંક ઓફ ઈન્ડિયા (BOI), બેંક ઓફ બરોડા (BoB) અને પંજાબ નેશનલ બેંક (PNB)ના બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ તરીકે પણ કામ કરે છે અને દરરોજ લગભગ 4 લાખ ગ્રાહકોને સેવા આપે છે.
ઓનલાઈન જોડી બનાવતી કંપની લાવશે રોકાણની તક
લોકોની ઓનલાઈન જોડી બનાવતી Shaadi.com તેનો IPO લાવવાની તૈયારી કરી રહી છે. એક અહેવાલ અનુસાર અનુપમ મિત્તલ, સ્થાપક અને સીઈઓ, પીપલ ગ્રૂપ એ જણાવ્યું હતું કે, “આવતા વર્ષ સુધીમાં અમે આઈપીઓ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. અમે અત્યારે નફામાં ચાલી રહ્યા છીએ. અમે IPO માટે તૈયાર છીએ પરંતુ આ સમયે અમને મૂડીની જરૂર નથી.” જોકે, મિત્તલે તેમના IPO પ્લાનની વિગતો જાહેર કરી ન હતી. અગાઉ વર્ષ 2009માં પણ આ કંપનીએ આઈપીઓ લાવવાની યોજના બનાવી હતી પરંતુ પછી તેને મોકૂફ રાખવામાં આવી હતી. મિત્તલે 1996માં Shaadi.comની સ્થાપના કરી હતી. બાદમાં, તેણે 2001માં પીપલ ગ્રુપની સ્થાપના કરી જેની અંદર Shaadi.com હાલમાં ચાલી રહી છે.