Rainbow Children’s Medicare IPO : જાણો કંપની અને તેની યોજનાઓ વિશે વિગતવાર

Rainbow Children's Medicare IPO : કંપનીએ ઈશ્યુ પ્રાઈસનો અપર બેન્ડ શેર દીઠ રૂ. 542 રાખ્યો છે અને રેઈનબો ચિલ્ડ્રન્સ મેડિકેર આઈપીઓ માટે આજે જીએમપી ₹50 છે જેનો અર્થ થાય છે રૂ. 50નું પ્રીમિયમ છે. ઈશ્યુ પ્રાઈસ અને પ્રીમિયમની ઉપરની બેન્ડ ઉમેરવાથી સ્ટોક જેની આસપાસ લિસ્ટ થઈ શકે છે

Rainbow Children's Medicare IPO : જાણો કંપની અને તેની યોજનાઓ વિશે વિગતવાર
Aether Industries IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 6:20 AM

રેઈનબો ચિલ્ડ્રન્સ મેડિકેર નો આઈપીઓ (Rainbow Children’s Medicare IPO) આજે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. એટલે કે આજથી તમે તેને ખરીદવા માટે તમારી બિડ અથવા બોલી લગાવી શકો છો. બિડિંગ પ્રક્રિયા 3 દિવસ એટલે કે 29 એપ્રિલ 2022 સુધી ચાલશે. રોકાણકારો તેના માટે અરજી કરી શકશે. મોટાભાગના રોકાણકારો આ ક્ષણે IPO માટે અરજી કરતા પહેલા સ્ટોકનું ગ્રે-માર્કેટ પ્રીમિયમ જોવા માંગે છે. તો અમે તમને જણાવી દઈએ કે માર્કેટ ના નિષ્ણાંતોનું કહેવું છે કે ગ્રે માર્કેટમાં રેઈનબોની કિંમત પર 50 રૂપિયા સુધીનું પ્રીમિયમ છે. અને આ પ્રીમિયમ છેલ્લા કેટલાક દિવસોથી વધી રહ્યું છે.

બજારના નિષ્ણાતો કહે છે કે રેઈનબો ચિલ્ડ્રન મેડિકેર આઈપીઓનું ગ્રે-માર્કેટ પ્રીમિયમ (GMP) રૂ. 50 આસપાસ છે જે રવિવારના રૂ. 35ના ગ્રે-માર્કેટ પ્રીમિયમ કરતાં રૂ. 15 વધુ છે. તેમણે જણાવ્યું હતું કે GMPમાં વધારો ગ્રે-માર્કેટમાં સારા સંકેત તરીકે લઈ શકાય છે ગ્રે-માર્કેટમાં રેઈનબો ચિલ્ડ્રન્સ મેડિકેર શેરના ભાવમાં ઉછાળો આવવાની શક્યતા છે. છેલ્લા કેટલાક દિવસોમાં રેઈનબો ચિલ્ડ્રન્સ મેડિકેર IPO GMP ₹53 થી ઘટીને ₹35 પર આવી ગયો હતો.

GMP નો અર્થ શું છે?

કંપનીએ ઈશ્યુ પ્રાઈસનો અપર બેન્ડ શેર દીઠ રૂ. 542 રાખ્યો છે અને રેઈનબો ચિલ્ડ્રન્સ મેડિકેર આઈપીઓ માટે આજે જીએમપી ₹50 છે જેનો અર્થ થાય છે રૂ. 50નું પ્રીમિયમ છે. ઈશ્યુ પ્રાઈસ અને પ્રીમિયમની ઉપરની બેન્ડ ઉમેરવાથી સ્ટોક જેની આસપાસ લિસ્ટ થઈ શકે છે તેનો ખ્યાલ આવશે. આ ઉદાહરણ મુજબ ₹542 + ₹50 મળીને ₹592 થાય છે. જો આ પ્રીમિયમ અંત સુધી રહેશે તો આ સ્ટોક માત્ર રૂ. 592ની આસપાસ જ લિસ્ટ થશે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

એક રોકાણકાર તરીકે તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ગ્રે-માર્કેટ પ્રીમિયમ બિનસત્તાવાર ડેટા છે અને તે નિયંત્રિત નથી. આવી સ્થિતિમાં આ પ્રીમિયમની મદદથી જ આંખ બંધ કરીને રોકાણ કરવું જોખમી બની શકે છે. નિષ્ણાતો કહે છે કે રોકાણ કરતા પહેલા તમારે કંપનીના ફંડામેન્ટલ્સ તપાસવા જોઈએ.

UnlistedArena.comના સ્થાપક અભય દોશીને ટાંકીને એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે રેઈનબો ચિલ્ડ્રન્સ મેડિકેર લિ. એ ભારતની સૌથી મોટી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઈન છે જે મુખ્યત્વે હબ-એન્ડ-સ્પોક મોડલ પર કાર્યરત છે. તે 6 શહેરોમાં કાર્યરત છે જેની કુલ બેડ ક્ષમતા 1500 છે. કામગીરી વિશે વાત કરીએ તો કંપનીએ સ્થિર ટોપ અને બોટમ લાઇન નંબર્સ પોસ્ટ કર્યા છે. 9MFY22 નું પ્રદર્શન ઘણું સારું લાગે છે.

આ પણ વાંચો : LIC IPO નો પ્રાઇસ બેન્ડ રૂ. 902-949 નક્કી કરાયો, પોલિસી ધારકો માટે 10 ટકા શેર આરક્ષિત રહેશે

આ પણ વાંચો : Viral Tweet: એલોન મસ્કની 5 વર્ષ જૂની ઈચ્છા થઈ પૂરી, જ્યારે ટ્વિટ કરીને પૂછ્યું હતું કેટલી કિંમત હશે ટ્વિટરની?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">