AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Penny stocks : 1 વર્ષમાં આ સ્ટોકે તેના રોકાણકારોને આપ્યું 690% રિટર્ન, 5 રૂપિયાનો સ્ટોક 40 સુધી પહોંચ્યો

31 માર્ચ 2021ના રોજ સ્ટોકમાં 10 લાખનું રોકાણ આજે 8 લાખ કરતા વધુ થયું હશે. છેલ્લા એક વર્ષમાં સ્ટોક પણ 690 ટકા અને છેલ્લા ૬ મહિનામાં અત્યાર સુધીમાં 378 ટકા વધ્યો છે. આ સ્ટોક 27 જુલાઈ 2021ના રોજ 70.62 ની તેની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

Penny stocks : 1 વર્ષમાં આ સ્ટોકે તેના રોકાણકારોને આપ્યું 690% રિટર્ન, 5 રૂપિયાનો સ્ટોક 40 સુધી પહોંચ્યો
Penny stock : 5 rupee stock reached 40
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 8:23 AM
Share

શેરબજાર પૈસા કમાવવાનું શ્રેષ્ઠ સાધન બની રહ્યું છે. આજે અમે એક પેની સ્ટોક (Penny stocks) વિશે જણાવી રહ્યા છીએ જેણે તેના શેરધારકોને બહુ ઓછા સમયમાં મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. અમે રતનઇન્ડિયા એન્ટરપ્રાઇઝિસ સ્ટોક (Rattanindia Enterprises stock) વિશે વાત કરી રહ્યા છીએ. Rattanindia Enterprisesના શેર સતત ઉપર તરફ જઈ રહ્યો છે તેના રોકાણકારોને ખુબ સારું વળતર મળ્યું છે.

નાણાકીય વર્ષ 2021-22 (FY22) માં શેર અત્યાર સુધીમાં 690 ટકા વધુ વધ્યો છે. 31 માર્ચ 2021 ના રોજ 5.1 રૂપિયાથી ટ્રેડિંગ શરૂ કરનાર શેર હાલમાં 40.7 પર પહોંચ્યો છે. આ સમયગાળા દરમિયાન તેમાં 690 ટકાનો વધારો થયો છે. તેની સરખામણીમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી FY22 YTD લગભગ 24 ટકા વધ્યો છે.

31 માર્ચ 2021ના રોજ સ્ટોકમાં 10 લાખનું રોકાણ આજે 8 લાખ કરતા વધુ થયું હશે. છેલ્લા એક વર્ષમાં સ્ટોક પણ 690 ટકા અને છેલ્લા ૬ મહિનામાં અત્યાર સુધીમાં 378 ટકા વધ્યો છે. આ સ્ટોક 27 જુલાઈ 2021ના રોજ 70.62 ની તેની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

જાણો કંપનીનો વ્યવસાય શું છે? રતન ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે ઓળખાતી કંપની થર્મલ પાવર ઉત્પાદન માટે પ્રોજેક્ટ્સ સ્થાપી રહી છે. કંપનીએ તાજેતરમાં ઇલેક્ટ્રિક વાહન અને ડ્રોન બિઝનેસમાં પણ ઝંપલાવ્યું છે. નાણાકીય વર્ષ 2022 માં અત્યાર સુધી શેરએ તેના સ્પર્ધકોને પાછળ રાખી દીધા છે. JSW એનર્જીએ FY22 માં 320 ટકાથી વધુના વધારા સાથે અન્ય સ્પર્ધકોમાં સૌથી વધુ નફો મેળવ્યો હતો. અદાણી ટ્રાન્સમિશનમાં 97 ટકા, એનટીપીસીમાં 39 ટકા અને પાવરગ્રીડમાં 20 ટકાનો વધારો થયો છે. કંપનીએ વેચાણમાં વધારો હોવા છતાં જૂન ક્વાર્ટરમાં 23 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે અગાઉના સમયગાળામાં 8 લાખ હતો.

ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં પણ સક્રિય જૂન 2021 ક્વાર્ટરના શેરહોલ્ડિંગ ડેટા મુજબ ચાર પ્રમોટરો પાસે 74.8 ટકા હિસ્સો અથવા 103 કરોડ શેર હતા. જ્યારે બાકીનો 25.2 ટકા હિસ્સો અથવા કંપનીના 34.80 કરોડ શેર લોકો પાસે હતા. ઉલ્લેખનીય છે કે આ ફર્મ રિવોલ્ટ મોટર્સ મારફતે ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં પણ સામેલ છે.

નોંધ : અહેવાલનો હેતુ આપને માત્ર માહિતી આપવાનો છે, રોકાણ દ્વારા નફા કે નુકસાન સાથે અહેવાલને કોઈ સંબંધ રહેશે નહિ. રોકાણ કરતા પહેલા આપણા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો, સતત પાંચમા દિવસે ઇંધણ મોંઘુ થયું, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

આ પણ વાંચો :  સરકાર બેરોજગારોને 3500 રૂપિયા ભથ્થું આપી રહી હોવાનો વાયરલ મેસેજ તમને મળે તો તુરંત કરો આ કામ! જાણો શું છે મામલો

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">