Opening Bell : નબળાં વૈશ્વિક સંકેત સાથે શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, Sensex 58500 નીચે સરક્યો
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 482.61 અથવા 0.81% પોઈન્ટ ઘટીને 58,964.57 પર અને નિફ્ટી 109.40 (0.62%) ઘટીને 17,674.95 પર બંધ થયો.
Share Market : નબળાં વૈશ્વિક સંકેતો સાથે ભારતોય શેરબજારમાં પણ આજે કારોબારની શરૂઆત(Opening Bell) લાલ નિશાન થઇ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ પ્રારંભિક ઘટાડો દર્શાવી રહ્યા છે. અમેરિકામાં મોંઘવારીના ડેટા ચિંતાજનક સ્તરે નજરે પડતાં અમેરિકાના બજારો તૂટ્યાં બાદ યુરોપ અને એશિયામાં પણ તેની અસર દેખાઈ હતી. આજે સેન્સેક્સ (SENSEX) 58,743.50 ઉપર ખુલ્યો હતો. સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 482.61 અથવા 0.81% પોઈન્ટ ઘટીને 58,964.57 પર બંધ થયો હતો. બીજી તરફ નિફટી (NIFTY)એ 17,584.85 ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો. સોમવારે નિફ્ટીએ 109.40 (0.62%) ઘટીને 17,674.95 પર કારોબાર પૂર્ણ કર્યો હતો.
વૈશ્વિક સંકેત નબળાં
આજે વૈશ્વિક બજારોમાં સુસ્તીનું વાતાવરણ છે. અમેરિકી બજારોની વાત કરીએ તો અહીં વેચવાલી જોવા મળી હતી. બીજી તરફ ડાઉ જોન્સ 400 પોઈન્ટ લપસીને દિવસની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. જોકે બજારની શરૂઆત સારી થઈ હતી પરંતુ બાદમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ નાસ્ડેકમાં પણ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. યુએસ માર્કેટમાં આજે માર્ચના મોંઘવારીના ડેટા પર નજર રહેશે. અમેરિકામાં મોંઘવારી 41 વર્ષની ટોચે છે. આ સિવાય ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં યુરોપિયન બજારો પણ નબળા હતા. એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. SGX નિફ્ટીમાં 150થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઈન્ડેક્સ લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
ટેલિકોમ સ્ટોક્સમાં રહેશે
- TRAI 5G ઓક્શન માટે બેઝ પ્રાઈસમાં ઘટાડો કરવાની ભલામણ કરે છે
- સ્પેક્ટ્રમના me36 ના ભાવમાં 40% ઘટાડાની ભલામણ કરાઈ છે
કોમોડિટી અપડેટ
- ગત સાંજના ઘટાડા બાદ તેલ રિકવર થયું હતું
- પાછલા સત્રમાં ક્રૂડ 4-4.5 ટકા ઘટ્યું હતું
- કોવિડ લોકડાઉનથી ચીનમાં માંગમાં ઘટાડો થવાની અપેક્ષા છે
- ઓપેક યુરોપિયન યુનિયનને સલાહ આપે છે કે રશિયન તેલ પર પ્રતિબંધો ન લાદવામાં આવે
- મજબૂત ડૉલર અને બોન્ડ યીલ્ડે સોનાના ઉછાળા પર બ્રેક લગાવી
FII-DII ડેટા
11 એપ્રિલના ટ્રેડિંગ સત્ર દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાં રૂ. 1145.24 કરોડ ઉપાડ્યા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 486.51 કરોડનું રોકાણ કર્યું હતું.
છેલ્લાં સત્રનો કારોબાર
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 482.61 અથવા 0.81% પોઈન્ટ ઘટીને 58,964.57 પર અને નિફ્ટી 109.40 (0.62%) ઘટીને 17,674.95 પર બંધ થયો. સોમવારે સૌથી મોટો ઘટાડો આઈટીના શેરમાં જોવા મળ્યો હતો. મેટલ, રિયલ્ટી અને મીડિયા શેરોમાં ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટીને 59,333 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 44 પોઈન્ટ ઘટીને 17,740 પર ખુલ્યો હતો. દિવસના ટ્રેડિંગમાં સેન્સેક્સે 59,355.76 ની ઊંચી અને 58,894.40 ની નીચી સપાટી બનાવી.